________________
દક્ષિણ હિંદના રાજાઓ, લડવૈયાએ અને એક મહાપુરુષ રર૧ વાત છે. ત્યાં આગળ જે મુસલમાને આવ્યા – યાદ રાખજો કે એ લેકે આરબ નહિ પણ મધ્ય એશિયાના મુસલમાનો હતા – તે પિતાના નવીન ધર્મ માટેની ધગશથી ભરેલા હતા અને મૂર્તિઓનો નાશ કરવા માગતા હતા. પરંતુ તેમના નાશ માટેનું બીજું એક કારણ હોવાને પણ સંભવ છે. યુદ્ધ વખતે જૂનાં મંદિરનો કિલ્લા તરીકે પણ ઉપગ કરવામાં આવતો હતો અને એ રીતે તે હુમલાને ભોગ બનતાં. દક્ષિણ હિંદનાં ઘણાં મંદિરે આજે પણ કિલ્લાને મળતાં આવે છે. અને જે હુમલે થાય છે કે તેમાં ભરાઈને બચાવ કરી શકે એવાં છે. આમ આ મંદિરે પૂજા ઉપરાંત બીજા ઘણું ઉપયોગમાં આવતાં. આ મંદિરે એટલે ગામની શાળા, ગામનો ચોર, પંચાયતની કચેરી અને જરૂર પડે તે દુશ્મનોથી રક્ષણ કરવાને કિલ્લે. આ રીતે ગામનું સમગ્ર જીવન મંદિરની આસપાસ સંકળાયેલું હતું. એટલે સ્વાભાવિક રીતે જ મંદિરના પૂજારીઓ અને બ્રાહ્મણો દરેક બાબતમાં લેક પાસે પોતાનું ધાર્યું કરાવતા હોવા જોઈએ. પરંતુ મંદિરોને કદી કદી કિલ્લા તરીકે ઉપયોગ કરવામાં આવતા હતા એ હકીકત ઉપરથી ચડી આવનારા મુસલમાનોએ તેમને નાશ શા માટે કર્યો એનો ખુલાસે આપણે મેળવી શકીએ.
એ સમયનું તાંજોરમાં એક સુંદર મંદિર છે. ચલ રાજા રાજેન્દ્ર તે બંધાવ્યું હતું. બદામી તેમ જ કાંજીવરમ આગળ પણ સુંદર મંદિરે છે. પરંતુ તે કાળનું સૌથી અદ્ભુત મંદિર તે એલોરાનું કૈલાસ મંદિર છે. આપણને આશ્ચર્યચકિત કરનાર એ મંદિર નક્કર ખડકમાંથી કોતરી કાઢવામાં આવ્યું છે. એ મંદિરનું બાંધકામ આઠમી સદીના પાછલા ભાગમાં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાં આગળ કાંસામાંથી બનાવેલી સુંદર મૂર્તિઓ પણ ઘણું મળી આવે છે. તેમાં ખાસ કરીને તાંડવ નૃત્ય કરતા શિવની નટરાજ મૂર્તિ ખૂબ પ્રસિદ્ધ છે.
ચલ સમ્રાટ પહેલા રાજેન્દ્ર ચોલાપરમ આગળ સુંદર નહેરે પણ બંધાવી હતી. ૧૬ માઈલ સુધી એ નહેરને ઈટ અને ચૂનાથી પાકી બાંધી લેવામાં આવી છે. આ નહેર બંધાયા પછી સો વરસ બાદ અબરની નામનો આરબ પ્રવાસી ત્યાં ગયો હતે. તે આ જોઈને છક થઈ ગયું હતું. એને વિષે તે કહે છે, “મારા દેશના લેકે આ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય અને તેનું વર્ણન પણ ન કરી શકે તે પછી એવું કશું બાંધવાની તે વાત જ શી.”