________________
એસેન અને દઈ નિપાન
૨૦૯ પરણવાની ફરજ પણ પાડી હતી. રખેને કોઈ તેમની સત્તા પચાવી પાડે એ બીકે બીજાં કુટુંબના સમર્થ પુરૂષોને એ લેકે મઠમાં દાખલ થવાની ફરજ પાડતા.
રાજધાની નારામાં હતી તે કાળમાં ચીનના સમ્રાટે જાપાનના સમ્રાટ ઉપર સંદેશ મોકલ્યા હતા અને તેમાં તેને “તાઈની-મુંગ–કેક” એટલે સૂર્યોદયની મહાન ભૂમિના રાજા તરીકે સંબોધવામાં આવ્યો હતે. જાપાની લેકને આ નામ બહુ ગમી ગયું. યામાતાને મુકાબલે આ નામ તેમને ઘણું જ મેમ્ભાદાર લાગ્યું. એથી કરીને તેમણે પોતાના દેશનું નામ “દાઈ નિપન” એટલે કે “સૂર્યોદયની ભૂમિ” એવું રાખ્યું અને આજે પણ જાપાન માટેનું તેમનું પિતાનું નામ એ જ છે. જાપાન શબ્દ પણ બહુ અજબ રીતે નિપન શબ્દ ઉપરથી ફલિત થયો છે. ૬૦૦ વરસ પછી માર્ક પલ નામને ઈટલીને મહાન પ્રવાસી ચીને આવ્યું હતું. તે કદીયે જાપાન ગયું નહોતું. પરંતુ તેણે પિતાના પ્રવાસવર્ણનમાં આ દેશ વિષે લખ્યું છે. ચીનમાં તેણે “ની-પંગકોક” નામ સાંભળ્યું હતું. તેણે પોતાના પુસ્તકમાં એને ઠેકાણે “ચીપંગે” નામ લખ્યું અને એના ઉપરથી જાપાન શબ્દ આવ્યો છે.
આપણું દેશનું નામ ઈન્ડિયા અને હિંદુસ્તાન કેમ પડ્યું એ વિષે મેં તને કહ્યું છે ખરું? અથવા તને એની ખબર છે? એ બંને નામે ઇન્ડસ અથવા સિંધુ નદી ઉપરથી પડ્યાં છે અને તેથી જ ખાસ એ નદીને સિંધુ એટલે કે “હિંદુસ્તાની નદી' કહેવામાં આવે છે. સિંધુ ઉપરથી ગ્રીક લેકે આપણું દેશને ઇન્ડોસ કહેતા અને એના ઉપરથી
ઈન્ડિયા” નામ પડ્યું. સિંધુ ઉપરથી ઈરાની લેકેએ હિંદુ શબ્દ છે અને તેના ઉપરથી આ દેશનું હિંદુસ્તાન નામ પડયું.