________________
તગ વશના અમલ દરમ્યાન ચીનની જહેજલાલી ર૦૧ સાથે થઈ ગયું અને જેમ જુવાન માણસ ઘરડા ડેટાને પકડી પાડે છે અને તેની આગળ નીકળી જાય છે તેમ થોડા જ વખતમાં કંઈ નહિ તે કેટલીક બાબતમાં યુરોપ ચીનાઓની આગળ નીકળી ગયું. પ્રજાઓના ઈતિહાસમાં આમ કેમ બનતું હશે એ ફિલસૂફેને માટે વિચારવા યોગ્ય એક અટપટે કેયડે છે. તું હજી ફિલસૂફ નથી થઈ એટલે તારે એ કેયડા વિષે ચિંતા કરવાની જરૂર નથી; અને તેથી કરીને મારે પણ એ વિષે કશી ગડમથલ કરવાની જરૂર નથી.
સ્વાભાવિક રીતે જ ચીનની આ સમયની મહત્તાની એશિયાના બીજા દેશ ઉપર ભારે અસર પડી અને કળા તથા સંસ્કૃતિની બાબતમાં દેરવણી મેળવવા તેઓ ચીન તરફ નજર કરતા થયા. ગુપ્ત સામ્રાજ્યના પતન પછી હિંદને સિતારે પણ બહુ ચમકતું ન હતું. અને એ પરિસ્થિતિમાં હમેશાં બને છે તેમ ચીનમાં પણ સુધારાને અને પ્રગતિને કારણે ભેગવિલાસ અને આરામપ્રિયતા અતિશય વધી ગયાં. પછી રાજતંત્રમાં સડો દાખલ થયે અને એ કારણે ભારે કરવેરા નાખવાની જરૂર પડી. પરિણામે પ્રજા તંગ વંશથી થાકી ગઈ અને આખરે એ વંશનો તેણે અંત આણ્યો.