________________
દેશે। તથા સસ્કૃતિઓની ચડતી-પડતી
૧૯૫
હિંદુસ્તાનની પેઠે ચીનમાં પણ સમાજની મજબૂતીને આધાર ગામડાંઓ અને જમીન ધરાવતા તથા ખેડતા કરોડો ખેડૂત ઉપર હતા. ત્યાં આગળ પણ મોટા મોટા જમીનદારો નહાતા. ધર્મની બાબતમાં ત્યાં આગળ કદી પણ જડ મતાગ્રહ કે અસહિષ્ણુતાને અવકાશ આપવામાં આવતો નહોતો. ધર્મની બાબતમાં દુનિયાની બધી પ્રજામાં કદાચ ચીના લેાકા જ એછામાં ઓછા અધશ્રદ્ધાળુ હતા અને આજે પણ છે.
વળી તને એ પણ યાદ હશે કે ચીનમાં તેમજ હિંદુસ્તાનમાં ગ્રીસ અને રામમાં હતી અથવા તેથી પણ આગળના સમયમાં મીસરમાં હતી તેવી મજૂર ગુલામાની પ્રથા નહોતી. ધરકામ કરનારા કેટલાક નાકર ગુલામ હતા ખરા પરંતુ આખી સમાજવ્યવસ્થામાં તેનાથી કો ફરક પડતો નહિ. તેમના વિના પણ સમાજવ્યવસ્થા એ જ રીતે ચાલુ રહેત. પરંતુ પ્રાચીન ગ્રીસ તથા રોમમાં આમ નહેતુ. ત્યાં આગળ તા સંખ્યાબંધ ગુલામો એ જ સમાજવ્યવસ્થાનું મહત્ત્વનું અંગ હતું અને બધી મજૂરીના ખરો ખાજો તેમના ઉપર જ પડતા હતા. અને મીસરમાં જો ગુલામ મજૂરા ન હોત તે ભવ્ય પિરામિડા ક્યાંથી હોત ?
મે આ પત્ર ચીનની વાતથી શરૂ કર્યાં હતા અને એ વાત હું આગળ ચલાવવા ધારતા હતા. પણ હું ખીજા જ વિષયો ઉપર ચડી ગયા. મારે માટે એ નવાઈની વાત નથી ! ધણું કરીને બીજી વખત આપણે ચીનની વાતને વળગી રહીશું.