SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન પરંતુ દોષ યંત્રમાં નહિ પણ તેના દુરુપયોગમાં રહેલો છે. જે મેટાં મોટાં યંત્રે ઉપર તેમાંથી કેવળ પિતાને જ માટે કમાણી કરનાર બેજવાબદાર માણસનો કાબૂ ન હોત અને તેને બદલે આમ જનતા વતી અને તેમના ભલાને ખાતર તેમને ઉપયોગ કરવામાં આવ્યા હતા તે પરિસ્થિતિમાં ભારે ફરક પડત. આમ પ્રાચીન કાળમાં હિંદુસ્તાન પાકે માલ તૈયાર કરવાની પદ્ધતિની બાબતમાં દુનિયામાં સૌથી મોખરે હતું. એથી કરીને હિંદનું કાપડ અને રંગ તથા બીજી વસ્તુઓ દૂર દૂરના દેશમાં જતાં અને ત્યાં તેમની ભારે માગ રહેતી. આ વેપારથી હિંદમાં લક્ષ્મી તણાઈ આવતી. આ ઉપરાંત દક્ષિણ હિંદ મરી અને બીજા તેજાના પરદેશ નિકાસ કરતું હતું. આ તેજાના પૂર્વ તરફના ટાપુઓમાંથી અહીં આવતા અને હિંદ મારફતે તે પશ્ચિમના મુલકમાં પહોંચતા. રેમના લેકને મરી બહુ ગમતાં અને ત્યાં તેની વધારે માગ રહેતી. કહેવાય છે કે ૪૧૦ની સાલમાં ગૌથ લેકાના સરદાર એલેરીકે રમ કબજે કર્યું ત્યારે ત્યાંથી તે ૩૦૦૦ રતલ મરી લઈ ગયો હતો. આ બધાં મરી હિંદમાંથી અથવા હિંદ મારફતે ત્યાં ગયાં હશે.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy