________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન શેખમાંનો એક શેખ હતો. એના અત્યાચારોથી આખરે સમગ્ર આર્યાવર્ત ખળભળી ઊઠયું અને તેની સામે ઊયું. ગુપ્તવંશી રાજા બાલાદિત્ય અને મધ્ય હિંદના રાજા યશોધર્મની સરદારી નીચે આર્ય લેકેએ દૂણેને હરાવ્યા અને મિહિરગુલને કેદ પકડ્યો. પરંતુ બાલાદિત્ય દૂણેથી ઊલટા સ્વભાવને અને ઉદાર હતું. તેણે મિહિરગુલને જો કર્યો અને તેને દેશ છોડીને ચાલ્યા જવાને ફરમાવ્યું. તેણે કાશ્મીરમાં આશરો લીધો અને પાછળથી તેના ઉપર અપાર ઉદારતા દાખવનાર બાલાદિત્ય ઉપર ચિતે હુમલે કર્યો.
પરંતુ થોડા જ વખતમાં હિંદુસ્તાનમાં દૃણ લેકની સત્તા નબળી પડી. પણ દૂણ લેકના ઘણું વંશજે અહીં જ રહ્યા અને તેઓ ધીમે ધીમે આર્ય વસ્તીમાં ભળી ગયા. મધ્ય હિંદ અને રજપૂતાનાનાં આપણાં કેટલાંક રજપૂત કુળમાં આ “વેત દૂણોના લેહીને અંશ હોય એ સંભવિત છે.
હૃણ લેકેએ ઉત્તર હિંદમાં બહુ જ ઓછી મુદત – ૫૦ વરસથી પણ ઓછો વખત રાજ્ય કર્યું. એ પછી તેમણે અહીં શાંતિથી વસવાટ
ર્યો. પરંતુ દૂણ લેક સાથેની લડાઈ અને તેમણે વર્તાવેલા કેરે હિંદના આર્યો ઉપર ભારે અસર કરી. દણ લેકોની જીવન અને રાજતંત્રની નીતિરીતિ આર્યોની નીતિરીતિથી બિલકુલ નિરાળી હતી. આર્યો હજીયે મોટે ભાગે સ્વાતંત્ર્યપ્રેમી પ્રજા રહ્યા હતા. તેમના રાજાઓને પણ લેકમત આગળ નમવું પડતું અને તેમની ગ્રામપંચાયત પાસે ભારે સત્તા હતી. પણ દૂણ લેકેના અહીંના આગમનથી, તેમના અહીંના વસવાટથી તથા હિંદની પ્રજામાં તેઓ ભળી ગયા તેથી આર્ય લેકેના ધોરણમાં કેટલેક ફેરફાર થયો અને તેનું ધેરણ કંઈક નીચું પડયું.
ગુપ્તવંશનો છેલ્લે મહાન રાજા બાલાદિત્ય ૫૩૦ની સાલમાં મરણ પામે. એ જાણવા જેવું છે કે એક વિશિષ્ટ પ્રકારના હિંદુ રાજવંશનો આ રાજા બૈદ્ધ ધર્મ તરફ આકર્ષાયે હતું અને એક બદ્ધ ભિક્ષુ તેને ગુરુ હતા. ગુપ્ત યુગ ખાસ કરીને કૃષ્ણપૂજાની પુનઃસ્થાપના માટે જાણીતું છે. પરંતુ એમ છતાંયે બોદ્ધ ધર્મ સાથે હિંદુઓને કંઈ ખાસ ઘર્ષણ કે ઝઘડા થયા હોય એમ જણાતું નથી.
ગુપ્તવંશના બસો વરસના અમલ પછી કોઈ પણ મધ્યસ્થ સત્તાથી સ્વતંત્ર એવાં અનેક નાનાં નાનાં રાજ્ય ઉત્તર હિંદમાં ફરીથી