________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ઑગસ્ટસ અથવા રોમન સમ્રાટ બન્ય. આ નવા સામ્રાજ્યને જૂનાના અનુસંધાન તરીકે જ લેખવામાં આવતું હતું પરંતુ તેના નામમાં થોડે ઉમેરે કરવામાં આવ્યો. “મન સામ્રાજ્યને બદલે તે “પવિત્ર રામને સામ્રાજ્ય” કહેવાયું. તે “પવિત્ર’ એટલા માટે કહેવાયું છે, તે ખાસ કરીને ખ્રિસ્તી સામ્રાજ્ય હતું અને પિપ તેને ધર્મપિતા હતે.
અહીંયાં પણ વિચારેનું અજબ સામર્થ તું ફરીથી જોઈ લે. મધ્ય યુરોપમાં વસતે એક ફ્રેક અથવા જર્મન જાતિને પુરુષ રોમન સમ્રાટ બને છે ! અને આ “પવિત્ર’ સામ્રાજ્યને ભાવી ઇતિહાસ તો વળી એથીયે વધારે આશ્ચર્યકારક છે. પાછળના વખતમાં તે તે માત્ર નામનું જ સામ્રાજ્ય રહ્યું હતું. કન્ઝાન્ટિનોપલ આગળનું પૂર્વનું મન સામ્રાજ્ય તે એક રાજ્ય તરીકે ચાલુ રહ્યું પણ આ પશ્ચિમનું પવિત્ર' સામ્રાજ્ય વખતેવખત પલટાતું રહ્યું. વખતોવખત અદશ્ય થયું અને ફરી પાછું પ્રગટ થયું. ખરી રીતે તે છાયારૂપ અને પ્રેત સમાન સામ્રાજ્ય હતું અને રોમના નામની અને ખ્રિસ્તી ચર્ચ યા ધર્મસંઘની પ્રતિષ્ઠાને બળે માત્ર સિદ્ધાંતમાં તેનું અસ્તિત્વ હતું. તે માત્ર કલ્પનાનું સામ્રાજ્ય હતું અને તેની વાસ્તવિક્તા નહિ જેવી જ હતી. કેઈકે, મને લાગે છે કે ટેરે– તેની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે : તે નહોતું પવિત્ર, નહેતું રેમન કે નહોતું સામ્રાજ્ય ! કમનસીબે જેનાથી આજે પણ આપણે પીડાઈ રહ્યાં છીએ તે “ઈન્ડિયન સિવિલ સર્વિસની પણ કોઈ કે આવી જ વ્યાખ્યા કરી છે કે તે નથી ઇન્ડિયન (હિંદી), નથી સિવિલ (સભ્ય) કે નથી સર્વિસ (સેવકસંધ) !'
વસ્તુતાએ તે ગમે તે હોય પણ આ. છાયારૂપ પવિત્ર રોમન સામ્રાજ્ય કંઈ નહિ તે નામમાં પણ લગભગ એક હજાર વરસ સુધી ચાલુ રહ્યું. અને લગભગ સો વરસ ઉપર નેપોલિયનના સમયમાં છેવટે તેને અંત આવ્યો. એને અંત એ પણ કશી નેંધપાત્ર કે ધ્યાન ખેંચે એવી મહત્ત્વની બીના નહોતી. બહુ થેડા લેકને એના અંતની ખબર પણ પડી હશે, કેમકે વાસ્તવિક રીતે તે કેટલાયે કાળથી તેની હસ્તી નહોતી. પણ અંતે એ પ્રેતને દફનાવવામાં આવ્યું. આમ છતાંયે કાયમને માટે તે તે દફનાવી શકાયું નહિ; કેમકે કેઝર અને કાર વગેરે નામોથી જુદે જુદે સ્વરૂપે તે ફરીથી પ્રગટ થયું. દ વરસ ઉપર પૂરા થયેલા મહાયુદ્ધ દરમ્યાન એમાંથી ઘણુંખરાંને દફનાવી દેવામાં આવ્યાં હતાં.