SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જગતના ઇતિહાસનું રેખાદર્શન વખત જતાં રેમન લેકે અતિશય આળસુ થઈ ગયા અને પિતાના સૈન્યમાં ભરતી થઈને લડવા માટે બીજી રીતે પણ તેઓ નકામા થઈ ગયા. ગામડામાં વસતા ખેડૂતે પણ તેમને વહેવા પડતા અસહ્ય બેજાને કારણે કંગાળ ગઈ ગયા હતા. શહેરના લેકેની પણ એ જ દશા હતી. પરંતુ સમ્રાટો, તેઓ તેમને પજવે નહિ એટલા ખાતર શહેરના લેકેને ખુશ રાખવા માગતા હતા. આથી રેમના લેકેને ખાવા માટે મફત રોટી આપવામાં આવતી અને તેમના મનરંજન અર્થે સરકસના ખેલે તેમને મફત બતાવવામાં આવતા. આ રીતે તેમને ખુશ રાખવામાં આવતા. પણ આવી મક્ત વહેંચણી થડક શહેરમાં જ થઈ શકે એમ હતું. અને એ પણ મિસર અને એવા બીજા દેશોની ગુલામ પ્રજાની હાડમારી અને દુર્દશાને ભેગે જ થઈ શકતું; કેમકે તેમને આ વહેંચણી માટે મફત લેટ પૂરો પાડવો પડત. રેમન લેકે લશ્કરમાં જોડાવા તત્પર રહેતા એટલે સામ્રાજ્યની બહારના લેકને – રેમન લે કે તેમને “બર્બર” એટલે કે અસંસ્કારી લેક તરીકે ઓળખતા – લશ્કરમાં ભરતી કરવા પડ્યા. આ રીતે રેમનું સૈન્ય મોટે ભાગે તેના બર્બર' દુશ્મનના સંબંધી અથવા તેમને મળતા લેકેનું બન્યું. સરહદ ઉપર આ “બર્બર' જાતિઓ નિરંતર દબાણ કર્યા કરતી અને રેમન લેકેને તે પાસથી ઘેરી વળી હતી. જેમ જેમ રેમ નબળું પડતું ગયું તેમ તેમ આ “બર્બર' લેકે વધારે ને વધારે બળવાન અને સાહસિક થવા લાગ્યા. પૂર્વ તરફની સરહદ ઉપર ખાસ કરીને ભય ઝઝૂમતો હતે. અને એ સરહદ રેમથી બહુ દૂર હોવાથી તેનું રક્ષણ કરવું એ રમત વાત નહતી. ઓગસ્ટસ સીઝર પછી ત્રણસો વરસ બાદ કન્ટેન્ટાઈન નામના સમ્રાટે એક મહત્ત્વનું પગલું ભર્યું. આગળ ઉપર એનાં બહુ દૂરગામી પરિણામો આવ્યાં. તે સામ્રાજ્યની રાજધાની રેમમાંથી ખસેડી પૂર્વ તરફ લઈ ગયે. કાળા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રની વચ્ચે આવેલી બેસ્ફરસની સામુદ્રધુની ઉપર આવેલા બાઈઝેન્ટાઈન નામના પ્રાચીન શહેરની નજીક તેણે એક નવું શહેર વસાવ્યું. પિતાના નામ ઉપરથી તેણે એ શહેરનું નામ કન્ઝાન્ટિનોપલ પાડ્યું. કોન્સાન્ટિનોપલ અથવા નવું રમ–તે સમયે તે શહેર એ નામથી પણ ઓળખાતું – ત્યાર પછી રોમના સામ્રાજ્યની રાજધાની બની. એશિયાના ઘણું ભાગમાં કન્સ્ટાટિપલ આજે પણ રૂમને નામે ઓળખાય છે.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy