SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ સરહદ ઉપરનું કુશાન સામ્રાજ્ય ૧૪૧ એશિયાના દેશો પણ બદ્ધ વિચારસરણીના ગાઢ પરિચયમાં આવ્યા હશે. સિકંદરના સમયથી પશ્ચિમ એશિયા ગ્રીક લોકાની હકૂમત નીચે હતો અને સંખ્યાબંધ શ્રીકે ત્યાં આગળ પોતાની સંસ્કૃતિ લાવ્યા હતા. આ એશિયાઈ ગ્રીક સ ંસ્કૃતિ અને હિંદની બાહ્ય સંસ્કૃતિનો હવે સયાગ થયો. આમ પશ્ચિમ એશિયા અને ચીન ઉપર હિંદની અસર પડી. પણ એ જ રીતે હિંદ ઉપર પણ એ દેશની અસર પડી. પશ્ચિમે એક બાજુ રામ અને ગ્રીસની દુનિયા, બીજી બાજુ પૂર્વમાં ચીનની દુનિયા તથા દક્ષિણે હિંદુસ્તાન અને એ ત્રણેની વચ્ચે મહાકાય કુશાન સામ્રાજ્ય એશિયાની પીઠ ઉપર બેઠું હતું. હિંદુ અને રામ તથા હિંદુ અને ચીન વચ્ચે એ મધ્યસ્થ જેવું હતું. તે મધ્યમાં હાવાને કારણે કુશાન સામ્રાજ્ય હિંદુ અને રામને સંપર્ક ધાડ બનાવવામાં મદદરૂપ નીવડયું. કુશાન સામ્રાજ્યને કાળ એ જુલિયસ સીઝરની હયાતી દરમ્યાનના રેશમના પ્રજાતંત્રના છેવટના દિવસે અને રામના સામ્રાજ્યનાં પહેલાં ૨૦૦ વરસના કાળ હતા. એમ કહેવાય છે કે, કુશાન સમ્રાટે ઔગસ્ટસના દરબારમાં પોતાનું મોટું પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું. એ બંને દેશ વચ્ચે જમીન અને દરિયામાગે વેપાર ચાલતા હતા. સુગધી દ્રવ્યો, તેજાના, રેશમી કાપડ, જરીનું કાપડ, મલમલ અને જરઝવેરાત વગેરે ચીજો હિંદમાંથી રામ મોકલવામાં આવતી હતી. રામનું સાનું હિંદમાં ઘસડાઈ જતું હતું તે માટે પ્લીની નામના એક રોમન લેખકે કડવી ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું છે કે આ મેાજશાખની વસ્તુઓ પાછળ રામના સામ્રાજ્યને વાર્ષિક દશ કરોડ · સેસ્ટર 'ને — રામને એક સિક્કો - ખરચ કરવા પડે છે. આ રકમ દોઢ કરાડ રૂપિયા જેટલી અથવા તે દશ લાખ પોડ જેટલી થાય. ' આ સમય દરમ્યાન બદ્ધ મઠે અને સધામાં લાંબા લાંબા વાદવિવાદો અને શાસ્ત્રાર્થા ચાલી રહ્યા હતા. નવા વિચારે અથવા નવા લેખાશમાં જૂના વિચારો દક્ષિણ તેમજ પશ્ચિમમાંથી આવવા લાગ્યા હતા. અને ધીમે ધીમે બહુ સિદ્ધાંતાની સરળતા ઉપર તેની અસર થવા લાગી હતી. એને પરિણામે બાહૂ ધર્મોમાં મહાયાન અને હીનયાન એવા એ સંપ્રદાયા ઉદ્ભવ્યા ત્યાં સુધી પરિવર્તનની એ પ્રક્રિયા ચાલુ રહી. નવા વિચારો અને નવા નિરૂપણને પરિણામે જીવન અને ધર્મની દૃષ્ટિમાં જેમ પરિવર્તન થયું તે જ રીતે કળા અને શિલ્પ ઉપર પણ તેમની અસર
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy