SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૩૬ જગતના ઈતિહાસનું રેખાદર્શન ઘણું તેમણે અપનાવ્યું. તેમના સમગ્ર ઈતિહાસમાં જાણીને કે અજાણપણે એ લેકે હમેશાં એ જ રીતે વર્તતા આવ્યા છે. બદ્ધધર્મની બાબતમાં પણ તેમણે એમ જ કર્યું, અને બુદ્ધને એક અવતાર ગણીને તેને હિંદુધર્મના અવતારમાં સ્થાન આપ્યું. આ રીતે બુદ્ધ કાયમ રહ્યા અને જનસમૂહ તેની પૂજા અર્ચા પણ કરતે રહ્યો, પરંતુ તેના વિશિષ્ટ સંદેશને બાજુએ મૂકી દેવામાં આવ્યો અને બ્રાહ્મણધર્મ અથવા હિંદુધર્મ નજીવા ફેરફાર કરીને પિતાના સુતરા રાહ ઉપર પહેલાની જેમ જવા લાગ્યો. પરંતુ બદ્ધધર્મને બ્રાહ્મણધર્મનું સ્વરૂપ આપવાની પ્રક્રિયા લાંબા કાળ સુધી ચાલુ રહી હતી અને આપણે અત્યારે ભવિષ્યમાં બનવાની બીનાની વાત કરી રહ્યાં છીએ; કેમકે અશકના મરણ બાદ સેંકડો વરસ સુધી હિંદમાં બદ્ધધર્મ ચાલુ રહ્યો હતે. મગધમાં એક પછી એક કે રાજા અથવા તે કયે રાજવંશ આ એની વિગતમાં ઊતરવાની આપણને જરૂર નથી. અશોકના મરણ પછી ૨૦૦ વરસ બાદ મગધ હિંદનું મુખ્ય રાજ્ય મટી ગયું. પરંતુ એ સમયે અને તે પછી પણ બાદ્ધ સંસ્કૃતિનું તે એક મોટું કેન્દ્ર ગણાતું હતું. દરમ્યાન ઉત્તર અને દક્ષિણમાં મહત્ત્વના બનાવો બની રહ્યા હતા. મધ્ય એશિયાની બેકિટ્રયન, શક, સાથિયન, તુર્ક અને કુશાન વગેરે જાતિઓ ઉત્તરમાં ઉપરાઉપરી હુમલા કર્યા કરતી હતી. મધ્ય એશિયાને પ્રદેશ અનેક પ્રજાઓના જૂથનું ઉગમસ્થાન છે. એ પ્રજાઓ ત્યાંથી નીકળીને ઇતિહાસકાળમાં અનેક વાર યુરોપ તથા એશિયા ઉપર ફરી વળી છે એ મેં તને એકવાર લખ્યું હતું એમ હું ધારું છું. ઈશુ પહેલાંનાં ૨૦૦ વરસ દરમ્યાન હિંદમાં આવાં કેટલાંયે આક્રમણ થયાં છે. પરંતુ આ આક્રમણ અથવા ચડાઈઓ કેવળ મુલક જીતવાને કે લૂંટવાને થતી નહોતી એ તારે લક્ષમાં રાખવું જોઈએ. વસવાટ કરવાને માટે અને જમીન મેળવવાને માટે એ ચડાઈઓ થતી. મધ્ય એશિયાની ઘણીખરી જાતિઓ ગેપવૃત્તિથી નભતી, એટલે જેમ જેમ તેમની વસ્તી વધતી ગઈ તેમ તેમ જ્યાં તેમનો વસવાટ હતા તે જમીન તેમના પોષણ માટે ઓછી પડવા લાગી. આથી સ્થળાંતર કરીને નવી જમીન શેધવાની તેમને જરૂર પડી. તેમના આ મહાન પરિભ્રમણનું બીજું વધારે સબળ કારણ પણ હતું. તેમના પોતાના ઉપર પણ પાછળથી દબાણ થતું હતું. એક બળવાન જાતિ અથવા
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy