________________
૧૧૩
* “દેવાનાપ્રિય અશોક મેહન-જો-દડેના અવશેષો બાદ કરતાં સૈાથી પુરાણી છે. બનારસ પાસે સારનાથમાં ટોચ ઉપર સિંહવાળો અશોકને સુંદર સ્તંભ આપણને જોવા મળે છે.
અશકની રાજધાની પાટલીપુત્રની તે કશીયે નિશાની રહી નથી. ૧૫૦૦ વરસ ઉપર, એટલે કે અશોક પછી ૬૦૦ વરસ બાદ, ફાહિયાન નામના ચીની પ્રવાસીઓ એ શહેરની મુલાકાત લીધી હતી ખરી. એ સમયે તે શહેર આબાદ અને સમૃદ્ધ હતું. પરંતુ અશોકનો પથ્થરને મહેલ છે ત્યારે પણ ભાંગીને ખંડિયેર થઈ ગયો હતો. પરંતુ એનાં ખંડિયેરે જેઈને પણ ફાહિયાન છક થઈ ગયો હતો. તેણે પિતાના પ્રવાસના વર્ણનમાં લખ્યું છે કે એ રાજમહેલ તેને માનવીની કૃતિ લાગી નહોતી.
મોટા મોટા પથ્થરથી બાંધેલે મહેલ તે નાશ પામે છે અને આજે તેનું નામનિશાન પણ મળતું નથી, પરંતુ અશકની સ્મૃતિ આખા એશિયા ખંડમાં આજે પણ જીવતી છે; અને તેની આજ્ઞાઓને બોધ આપણે આજે પણ સમજી શકીએ છીએ અને તેની કદર બૂજી શકીએ છીએ તથા તેમાંથી ઘણું ઘણું શીખી શકીએ છીએ. આ પત્ર ઘણો લાંબો થઈ ગયે. કદાચ તને એને કંટાળો પણ આવશે. અક્ષકની એક આજ્ઞામાંથી નાને ઉતારે ટાંકીને હું એ પૂરે કરીશ:
બધા જ સંપ્રદાય એક યા બીજે કારણે આદરણીય છે. આવું આચરણ રાખવાથી માણસ પોતાના સંપ્રદાયને ઉન્નત કરે છે અને સાથે સાથે બીજા લોકોના સંપ્રદાયની પણ તે સેવા કરે છે.”