SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ માસ! એ મહાન દિવસ ઊજવવાનું હતું. અને નૈની જેલની ૬ નંબરની બરાકમાં બેઠે બેઠે હું તે દિવસે દેશભરમાં થનાર સભા, સરઘસો, લાઠીમાર અને ધરપકડનો વિચાર કરી રહ્યો હતે. હું આ બધાનો અભિમાન, હર્ષ અને કંઈક કલેશથી વિચાર કરતો હતું તેવામાં એકાએક મારી વિચારધારા તૂટી. બહારની દુનિયામાંથી મારા ઉપર સંદેશ આવ્યો કે દાદ અતિશય બીમાર છે અને તેમની પાસે જવા માટે મને તરત જ છોડી મૂકવામાં આવનાર છે. અતિશય ચિંતાતુર થવાથી હું મારા વિચારે ભૂલી ગયા, તને લખવા આરંભેલે પત્ર મેં આ મૂકી દીધો અને નૈની જેલમાંથી આનંદભવનને રસ્તે લીધો. દશ દિવસ હું દાદુની સાથે રહ્યો અને પછી તે આપણને છોડીને ચાલ્યા ગયા. દશ દિવસ અને રાત આપણે તેમનું કષ્ટ, તેમની વેદના અને યમદેવ સાથેની તેમની બહાદુરીભરી લડત નિહાળી. જીવનમાં તે કેટલીયે લડાઈઓ લડ્યા હતા અને તેમણે ઘણીયે જીત મેળવી હતી. તાબે થતાં તે તેમને આવડતું જ નહોતું અને સાક્ષાત્ મૃત્યુની સન્મુખ પણ તે નમતું આપતા નહિ. જેમના ઉપર મને અપાર પ્રેમ હતું તેમને મદદ ન કરી શકવાની મારી લાચારીને કારણે ખેદપૂર્વક હું તેમની આખરી લડાઈ જોઈ રહ્યો હતો તે સમયે ઍજર ઍલન પની ઘણું વખત પહેલાં વાંચેલી વાર્તાની એક લીટી મને યાદ આવી: પોતાની સંકલ્પશક્તિ નબળી ન હોય તે માણસ દેવદૂતને વશ પણ નથી થતો કે તે સંપૂર્ણપણે મૃત્યુને વશ પણ નથી થતું.” ફેબ્રુઆરીની છઠ્ઠી તારીખે મળસકે તે આપણને છોડીને ચાલ્યા ગયા. તેમને પરમપ્રિય વાવટ ઓઢાડીને તેમના દેહને આપણે લખૌથી આનંદભવન લાવ્યાં. થોડા કલાકમાં તે દેહની મૂઠીભર રાખ થઈ ગઈ અને એ અમૂલ્ય અવશેષને ગંગા સમુદ્રમાં લઈ ગઈ. લાખો માણસે તેમની પાછળ ગમગીન બન્યાં; પણ એમના હાડમાંસથી જેમના પિંડ બંધાયા છે એવાં તેમનાં સંતાનોની – આપણી શી દશા થઈ! અને તેમણે અતિશય પ્રેમ અને કાળજીથી બાંધેલા આનંદભવનનું શું! આપણી પેઠે એ પણ તેમનું જ બાળક છે. એ સૂનકાર અને ઉજજડ બની ગયું છે – જાણે એનો આત્મા ઊડી ગયો છે. અને એના રચનારના વિચારમાં નિરંતર ગરકાવ રહેતાં આપણે, રખેને તેની શાંતિમાં ભંગ થાય એ બીકે, એની પરસાળમાં હળવે પગલે ચાલીએ છીએ.
SR No.032708
Book TitleJagatna Itihasnu Rekha Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorJawaharlal Nehru, Manibhai B Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1945
Total Pages690
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy