SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું પછી રાજાએ નગરીમાં આઘોષણા કરાવી કે, “અભિગ્રહને ધારણ કરનારા શ્રી વીરપ્રભુ ભિક્ષા લેવા આવે ત્યારે લોકોએ અનેક પ્રકારની ભિક્ષા આપવી.” રાજાની આજ્ઞાથી અને શ્રદ્ધાથી સર્વ લોકેએ તેમ કર્યું, તથાપિ અભિગ્રહ પૂર્ણ ન થવાથી પ્રભુએ કોઈ સ્થાનકેથી ભિક્ષા ગ્રહણ કરી નહીં. આ પ્રમાણે ભિક્ષા રહીત રહેતાં છતાં પણ વિશુદ્ધ ધ્યાનમાં લીન થયેલા પ્રભુ અમ્લાન મુખે રહેતા હતા અને લોકો દિવસે દિવસે લજજા અને ખેદથી વિશેષ આકુળવ્યાકુળ થઈ તેમને જોયા કરતા હતા. - આ અરસામાં શતાનિક રાજાએ સૈન્ય સાથે વંટેળીઆની જેમ વેગથી એક રાત્રિમાં જઈને ચંપાનગરીને ઘેરી લીધી. ચંપાપતિ દધિવાહન રાજા તેનાથી ભય પામી નાશી ગયો. “અતિ બળવાન પુરૂષથી રૂંધાયેલા મનુષ્યને પલાયન સિવાય બીજો કોઈ સ્વરક્ષણને ઉપાય નથી.” પછી શતાનિક રાજાએ “આ નગરીમાંથી જે લેવાય તે લઈ લેવું.' એવી પિતાના સૈન્યમાં આઘોષણા કરાવી, એટલે તેના સુભટોએ ચંપાનગરીને સ્વેચ્છાએ લુંટવા માંડી. દધિવાહન રાજાની ધારિણી નામની રાણીને તેની વસુમતી નામની પુત્રી સહિત કઈ ઊંટવાળા હરી ગયે. શત્રુરૂપ કુમુદમાં સૂર્ય જે શતાનીક રાજા કૃતાર્થ થઈ સન્યના પરિવાર સાથે કૌશાંબી નગરીએ પાછો આવ્યો. ધારિણી દેવીના રૂપથી મેહ પામેલા ઉંટવાળા સુભટે લોકોની આગળ ઉંચે સ્વરે કહેવા માંડયું કે, આ જે પ્રૌઢા રૂપવતી સ્ત્રી છે તે મારી સ્ત્રી થશે અને આ કન્યાને કૌશાંબીના ચૌટામાં જઈને વેચી દઈશ.” તે સાંભળી ધારિણું દેવીએ મનમાં વિચાર્યું કે, હું ચંદ્રથી પણ નિર્મળ એવા વંશમાં જન્મેલી છું, વળી મહાન વંશમાં ઉત્પન્ન થયેલા દધિવાહન રાજાની પત્ની છું અને જૈન ધર્મ મને પરિણમેલ છે. તે આવા અક્ષરો સાંભળ્યા છતાં પણ હું પાપનું ભાજન થઈને હજુ છવું છું, તેથી મને ધિકકાર છે ! અરે સ્વભાવે ચપળ એવા જીવ ! હજુ આ દેહમાં બેસી કેમ રહ્યો છું ? તું તારી મેળે નહી નીકળે તે માળામાંથી પક્ષીને કાઢે તેમ હું તને બળાત્યારે કાઢીશ.” આ પ્રમાણેના તિરસ્કારથી જાણે ઉદ્વેગ પામ્યા હોય તેમ ખેદથી ફુટી ગયેલા તેના હદયમાંથી તેના પ્રાણ ક્ષણવારમાં નીકળી ગયા. તેને મૃત્યુ પામેલી જોઈ ઉંટવાળા સુભટે ખેદ કર્યો કે, “આવી સતી સ્ત્રીને માટે મેં કહ્યું કે, “આ મારી પત્ની થશે તે મેં ખરાબ કર્યું, મને ધિક્કાર છે ! આંગળીથી બતાવતાં કુષ્માંડફલ (કેળા)ની જેમ મારી દુષ્ટ વાણીથી આ સતી જેમ મૃત્યુ પામી તેમ કદી આ કન્યા પણ મૃત્યુ પામશે, માટે હવે તેને ખેદ ઉપજાવ નહીં.” આવો વિચાર કરીને તે રાજકન્યાને મીઠે વચને બેલવો તે કૌશાંબી નગરીમાં લાવ્યો. અને તેને રાજમાર્ગમાં વેચવાને ઉભી કરી. દેવગે ત્યાં ધનાવહ શેઠ આવી ચડ્યો. તે વસુમતીને જોઈને વિચારમાં પડયો કે “આની આકૃતિ જોતાં આ કઈ સામાન્ય મનુષ્યની પુત્રી જણાતી નથી, પણ ચૂથમાંથી ભ્રષ્ટ થયેલી મૃગલી જેમ પારધિના હાથમાં આવે તેમ માતાપિતાથી વિખૂટી પડેલી આ કન્યા આ નિર્દય માણસના હાથમાં આવી જણાય છે, તેણે અહીં મૂલ્ય લઈને વેચવા મૂકી છે. તેથી આ બીચારી જરૂર કેઈ હીન માણસના હાથમાં સપડાઈ જશે, માટે આ માણસને ઘણું દ્રવ્ય આપીને હું જ આ કૃપાપાત્ર કન્યાને ખરીદું; પિતાની પુત્રીની જેમ હું તેની ઉપેક્ષા કરવાને અશક્ત છે કોઈ પણ પ્રકારની અડચણ વિના મારે ઘેર રહેતાં દેવગે આ બાળાને તેના સ્વજન વર્ગને સંયોગ પણ થઈ જશે.” આ પ્રમાણે વિચારી તે સુભટની ઈચ્છા પ્રમાણે તેને મૂલ્ય આપી ધનાવહ શેઠ અનુકંપાથી તે બાળાને પિતાને ઘેર લઈ ગયે. તેણે સ્વચ્છ બુદ્ધિએ પૂછ્યું કે “હે વત્સ ! તુ કોની કન્યા છું, અને તારો સ્વજનવગ કોણ છે તે કહે, ભય પામીશ નહીં, તુ મારી પુત્રીજ છું.' તે પોતાના કુળની અતિ મહત્તા હોવાથી કાંઈ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy