SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ સગ ૪ જે તેણે શક્રસ્તવવડે પ્રભુને વંદના કરી. પછી બેઠા થઇ જેના સર્વ અંગમાં રોમાંચકંચુક પ્રગટ થયેલે છે એવા ઈ કે સર્વે સભાને ઉદ્દેશીને આ પ્રમાણે કહ્યું-“અરે ! સૌધર્મલેકવાસી સર્વ દેવતાઓ ! શ્રી વિરપ્રભુને અદ્દભૂત મહિમા સાંભળો–પંચ સમિતિને ધારણ કરનાર, અને ત્રણ ગુપ્તિઓથી પવિત્ર, કૅધ, માન, માયા અને લેભથી પરાભવ નહિ પામેલ, આશ્રવ રહિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ સંબંધી કઈ પ્રકારે પણ પ્રતિબંધ નહિ કરનાર એ પ્રભુ એક રૂક્ષ પુદગલ ઉપર દષ્ટિને સ્થિર કરીને અત્યારે મહાધ્યાનમાં સ્થિત થયેલા છે તેમને એ ધ્યાનમાંથી ચળાયમાન કરવાને દેવતાઓ, અસુર, યક્ષો, રાક્ષસ, ઉરગ, મનુષ્યો કે રોલેકય પણ શક્તિવાનું નથી.” આવાં ઈદ્રનાં વચન સાંભળીને તે સભામાં બેઠેલો ઈને સામાનિક સંગમ નામને દેવતા કે જે અભવ્ય અને ગાઢ મિથ્યાત્વના સંગવાળો હતો, તે લલાટ ઉપર ચડાવેલી ભૃકુટીથી ભયંકર દેખાતે, અધરને કંપાવતો અને કેપથી નેત્રને રાતા કરતે બે કે, “હે દેવેન્દ્ર ! એક શ્રમણ રૂ૫ થયેલા મનુષ્યમાત્રની તમે આટલી બધી પ્રશંસા કરે છે, તેનું કારણ સત્ અસત્ બોલવામાં સ્વચ્છંદતા પ્રગટ કરનાર તમારી પ્રભુતા જ છે. હે સુરેદ્ર! “એ સાધુ દેવતાઓથી પણ ધ્યાનમાંથી ચલિત કરી શકાય તેવું નથી એવું ઉદ્દભતમે હૃદયમાં કેમ ધારે છો? અને કદિ ધારો છો તે શા માટે કહો છો? જેના શિખરે આકાશને રૂંધી રહ્યા છે અને જેને મૂળ રસાતળને રૂંધી રહેલા છે એવા સુમેરૂગિરિને પણ જેએ એક ઢેફાની જેમ ભુજાવડે ફેંકી દેવા સમર્થ છે. કુળગિરિ સહિત બધી પૃથ્વીને બોળી દેવામાં જેનો સ્પષ્ટ વૈભવ છે એવા સાગરને પણ જેઓ એક ગંડૂષ (કેગળા) માત્ર કરી જાય તેવા છે, અને અનેક પર્વવાળી આ પ્રચંડ પૃથ્વીને જેઓ છત્રની જેમ એક ભુજાએ ઉપાડી લેવાની શક્તિ ધરાવે છે; આવા અતુલ સમૃદ્ધિવાળા, અમિત પરાક્રમી અને ઈચ્છા પ્રમાણે સિદ્ધિને પ્રાપ્ત કરનારા દેવતાઓની આગળ એ મનુષ્ય માત્ર સાધુ કેળુ છે? હું પોતે જ તેને ધ્યાનમાંથી ચલાયમાન કરીશ.” આ પ્રમાણે કહી ભૂમિ પર હાથ પછાડીને તે સભામંડપમાંથી ઊભે થયો, તે વખતે “અહંત પ્રભુ પારકી સહાયથી અખંડિત તપ કરે છે તેવું રખે આ દુબુદ્ધિ જાણે નહીં” એમ ધારી શક ઈદ્ર તેની ઉપેક્ષા કરી. પછી વેગવડે ઉઠેલા પ્રલયકાળના અગ્નિ જે અને નિબિડ મેઘ જેવા પ્રતાપવાળે, રૌદ્ધ આકૃતિથી સામું પણ જોઈ ન શકાય એ, ભયથી અપ્સરાઓને નસાડ અને મોટા વિકટ ઉરસ્થળના આઘાતથી ગ્રહમંડળને પણ એકઠા કરતા તે પાપી દેવ જ્યાં પ્રભુ હતા ત્યાં આવ્યો. નિષ્કારણુ જગતના બંધુ અને નિરાધપણે યથાસ્થિત રહેનારા વીરપ્રભુને જોતાં તેને અધિક છેષ ઉત્પન્ન થયે. તત્કાળ તે દુષ્ટ દેવે પ્રભુની ઉપર અકાળે અરિષ્ઠને ઉત્પન્ન કરનારી મહા દુઃખદાયક રજની વૃષ્ટિ કરી. તે રજના પૂરથી ચંદ્રને રાહુની જેમ અને સૂર્યને દુદિનની જેમ પ્રભુના સર્વ અંગેને ઢાંકી દીધાં. તે રજથી તેણે સર્વ તરફથી પ્રભુના શરીરના દ્વારે એવા પૂર્યા કે જેથી પ્રભુ શ્વાસોચ્છવાસ લેવાને પણ અશક્ત થઈ ગયા. તથાપિ જગદ્ગુરૂ એક તિલમાત્ર પણ ધ્યાનથી ચલિત થયા નહીં. “ગમે તેવા શક્તિવાન ગજેદ્રોથી પણ શું કુલગિરિ ચલિત થાય ?” પછી રજને દૂર કરીને તે દુષ્ટ પ્રભુના સર્વ અંગને પીડા કરનારી વજમુખી કીડીઓ ઉત્પન્ન કરી. તે કીડીએ પ્રભુના અંગમાં એક બાજુથી પેસીને સ્વેચ્છાએ બીજી બાજુએ-આરપાર વસ્ત્રમાં સોય નીકળે તેમ નીકળી તીર્ણ મુખારોથી પ્રભુના સર્વ અંગને વધવા લાગી. નિર્ભાગીની ઈચ્છાઓ નિષ્ફળ થાય તેમ જ્યારે કીડીઓને ઉપસર્ગ પણ નિષ્ફળ થયે, ત્યારે તેણે પ્રચંડ પારષદ (ડાંસો) વિદુર્થા. “દુરાત્મા પુરૂષના અપકૃત્યને અંત હોતો નથી.” તેઓને એક એક પ્રહારથી નીકળતા ગાયના દૂધ જેવા રૂધિરવડે પ્રભુ નિઝરણાવાળા ગિરિની જેવા દેખાવા લાગ્યા. જ્યારે તેઓથી પણ પ્રભુ ભ પામ્યા નહીં,
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy