SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૪૫ તેણે સાંભળ્યું. તેથી “ખે, તે વીર પ્રભુ તો ન હોય?” એવી શંકા કરતી ત્યાં આવી. ત્યાં ભગવંતને તેવી સ્થિતિમાં જોયા; એટલે તેઓએ પ્રભુને વંદના કરીને આરક્ષકોને કહ્યું કે, “અરે મૂખે ! આ સિદ્ધાર્થ રાજાના પુત્ર શ્રી મહાવીર છે એમ શું તમે નથી જાણતા ? હવે જલદી તેમને છોડી મૂકે; કેમકે આ ખબર જ ઈદ્ર જાણશે તે તમારી ઉપર પ્રાણહર વજી મૂકશે.” આ પ્રમાણે સાંભળીને તેઓએ પ્રભુને છોડડ્યા અને વારંવાર ખમાવ્યા. પછી ભગવંત ત્યાંથી વિશાળાપરી તરફ ચાલ્યા. આગળ જતાં બે મા આવ્યા. એટલે ગશાળે કહ્યું કે, “હે નાથ ! હું તમારી સાથે નહીં આવું, કારણ કે મને કોઈ મારે છે ત્યારે તમે તટસ્થ થઈ જોયા કરો છો, વળી તમને ઉપસર્ગો થાય છે ત્યારે તેની સાથે મને પણ ઉપસર્ગો થાય છે, કેમકે અગ્નિ સુકાની સાથે લીલાને પણ બાળે છે. વળી લો કે પ્રથમ મને મારે છે અને પછી તમને મારે છે. તેમજ સારા ભેજનની ઈચ્છા થયા છતાં કઈ દિવસ ભોજન થાય છે અને કોઈ દિવસ ભૂખ્યા રહેવું પડે છે. વળી પાષાણમાં અને રત્નમાં, અરણ્યમાં અને નગરમાં, તડકામાં અને છાયામાં, અગ્નિમાં અને જળમાં, હણવા આવનારમાં અને સેવકમાં નિવિશેષ-સમદષ્ટિ રાખનાર એવા તમારી સેવા મૂઢ બુદ્ધિવાળા પુત્રની જેમ કોણ કરે? એક તાળવૃક્ષની સેવા કરે તેવી નિષ્ફળ તમારી સેવા મેં બ્રાંત થઈને આજ સુધી કરી છે તે સંભારજે, હવે હું તેવી સેવા કરીશ નહીં.” સિદ્ધાર્થ બેલ્યો “તને જે રૂચે તે કર. અમારી તે એવી જ શૈલી છે, તે કદિ પણ અન્યથા થશે નહીં.” પછી પ્રભુ ત્યાંથી વિશાળ નગરીને માર્ગે ચાલ્યા અને ગોશાળો એકલો રાજગૃહ નગરને માર્ગે ચાલે. આગળ ચાલતાં સર્પવાળા મોટા રાફડામાં ઉંદર પિસે તેમ જેમાં પાંચસે ચાર રહે છે એવા એક મોટા અરણ્યમાં ગશાળે પ્રવેશ કર્યો. એક ચોરે ગીધની જેમ વૃક્ષ ઉપરથી ગોશાળાને દૂરથી આવતે જોયે, એટલે તેણે બીજા ને કહ્યું કે કિંઈ દ્રવ્ય વિનાને નગ્ન પુરૂષ આવે છે. તેઓ બેલ્યા કે, “તે નમ છે તો પણ આપણે તેને છોડ નહીં, કારણ કે કદાપિ તે કઈને મોકલેલે ચાર પુરષ પણ હોય. માટે તે આપણે પરાભવ કરીને જાય તે ઉચિત નથી.” એવી રીતે વિચારી તેઓ નજીક આવેલા ગોશાળાને “મામે, મામે” કહી વારા ફરતી તેના ખભા પર ચડીને તેને ચલાવવા લાગ્યા. ર એવી રીતે ચલાવવાથી ગોશાળાના શરીરમાં શ્વાસ માત્ર બાકી રહ્યો, એટલે ચાર લોકો તેને છોડીને ત્યાંથી બીજે ચાલ્યા ગયા. ગોશાળે વિચાર્યું કે, “સ્વામીથી જુદા પડતાં પ્રારંભમાંજ શ્વાનની જેમ મેં આવી દુસહ વિપત્તિ ભેગવી, પ્રભુની વિપત્તિને તે ઈંદ્રાદિક દેવતાઓ પણ આવી આવીને દૂર કરે છે, તે તેમના ચરણને શરણે રહેવાથી મારી પણ વિપત્તિઓ નાશ પામે છે. જે પ્રભુ રક્ષણ કરવાને માટે પોતે સમર્થ છતાં પણ કઈ કારણથી ઉદાસીન રહે છે, તેવા પ્રભુને મંદ ભાગ્યવાળા પુરૂષ ધનના નિધિને પ્રાપ્ત કરે તેમ હું હવે શી રીતે પ્રાપ્ત કરીશ ? માટે ચાલ, તેની જ શેધ કરૂં” આ નિશ્ચય કરી ગશાળ પ્રભુના દર્શનને માટે તે વનનું ઉલ્લંઘન કરીને અશ્રાંતપણે ભમવા લાગે. પ્રભુ વિશાલા નગરમાં આવ્યા. ત્યાં કઈલેહકારની શાળામાં લોકોની આજ્ઞા લઈને પ્રભુ પ્રતિમા ધારણ કરીને રહ્યા. તે શાળાને સ્વામી લુહાર છ માસ સુધી રેગોથી પીડાઈ તરતમાં જ નિરોગી થયે હતો. તે જ દિવસે પિતાના સ્વજનોથી વીંટાઈપિતાની કોડમાં આવ્યો. ત્યાં પ્રભુને જોઈને તેણે ચિતવ્યું કે, “પહેલે જ દિવસે મારે આ પાખંડીના દર્શન થયા તે મેટું અપશુકન થયું, માટે આની ઉપર જ લેઢાને ઘણુ મારીને એ અમંગલને દૂર કરૂં” પછી તે દુષ્ટ પ્રભુને મારવા માટે ઘણ ઉપાડીને દેડયો. તે વખતે ઇદને વિચાર
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy