SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સગ ૩ જો ‘સ્વામી ! હું ક્ષુધાતુર થયા છું, માટે ચાલા આપણે આ પાચસાન્નનુ ભાજન કરીએ.' સિદ્ધાર્થે કહ્યું કે, ‘એ ક્ષીર ખનશે જ નહીં,' તે સાંભળી દુષ્ટ બુદ્ધિવાળા ગશાળે તે ગાવાળો પાસે જઇને કહ્યું કે, આ દૈવાય ત્રિકાલજ્ઞ છે, તે કહે છે કે આ ક્ષીર અધી ચડતાં જ તેનું પાત્ર કાચા પાત્રની જેમ ફૂટી જશે.' તે સાંભળી ભય પામેલા ગેાવાળોએ તે હાંડીને વાંસની ખપાટાથી બાંધી લીધી; પરંતુ તેમાં ચાખા પ્રમાણથી વધારે નાખેલા હાવાથી તે ફુલ્યા એટલે હાંડી ફુટી ગઇ, પછી ગોવાળીઆએ ઠીબામાં રહેલ ક્ષીરને ખુશી થતા થતા ખાઇ ગયા. ગેાશાળાને તેમાંથી કાંઈ પણ મળી નહી, તેથી તેણે વિશેષે નિયતિવાદ ગ્રહણ કર્યા. ત્યાં વિહાર કરી પ્રભુ બ્રાહ્મણગ્રામમાં ગયા. તે ગામમાં મુખ્ય બે પાડા હતા. તેના નંદ અને ઉપનંદ નામે એ ભાઈએ માલિક હતા. છઠ્ઠને પારણે પ્રભુ નંદના પાડામાં ગોચરી કરવા ગયા. નંદે પ્રભુને દહી સહિત કૂર (કર') વહેારાબ્યા, ગાશાળો ઉપનંદના પાડામાં તેનું ઘર માટુ' જોઈ આદરથી ભિક્ષા માટે ગયા. ઉપનંદની આજ્ઞાથી એક દાસીએ તેને વાસી ચાખા આપ્યા. તે નહિ ગમવાથી દુષ્ટ બુદ્ધિવાળા તેણે ઉપનંદના તિરસ્કાર કર્યાં. ઉપનંદ દાસી પ્રત્યે ખેલ્યા કે જો તે અન્ન ન લેતા હોય તો તેના માથાપર નાખી દે.' દાસીએ પણુ તેમજ કર્યું; એટલે ગેાશાળે કાપ કરીને કહ્યું કે ‘જો મારા ગુરૂનુ તપતેજ હાય તેા આ ઉપનંદનું ઘર મળી ભસ્મ થાઓ.' પ્રભુનુ નામ લઇને આપેલા શાપ પણ નિષ્ફળ ન થવા જોઇએ' એમ વિચારી નજીકમાં રહેલા વ્યંતરાએ ઉપનંદનુ ઘર ઘાસના પુજની જેમ બાળી નાંખ્યું, ત્યાંથી વિહાર કરીને પ્રભુ ચ'પાનગરીએ પધાર્યા. ત્યાં એ એ આસક્ષપણ કરવાની પ્રતિજ્ઞા લઇને ત્રીજું ચામાસુ` રહ્યા. સમ્યક્ સમાધિને ધારણ કરતા પ્રભુ ઉત્કટિક વિગેરે આસનાવડે કાર્યાત્સગ કરતા મુક્તની જેમ ત્યાં રહ્યા. નગરીની બહાર ખીજા બે માસક્ષપણુનુ પારણું કરી ગોશાળા સહિત પ્રભુ કલ્લાક નામના ગામે આવ્યા. ત્યાં રાત્રે એક શૂન્યગૃહમાં પ્રતિમા ધારણ કરીને રહ્યા. ગેાશાળા વાનરની જેમ ચપળતા કરતા કરતા તેના દ્વાર આગળ બેઠા. તે ગામના સ્વામીને સિહુ નામે એક પુત્ર હતા. તે અભિનવ યૌવનવાળો હોવાથી વિદ્યત્ત્પતિ નામની તેની દાસીની સાથે રતિક્રીડા કરવાની ઈચ્છાએ તે શૂન્યગૃહમાં પેઠો. તેણે ઉંચે સ્વરે કહ્યું કે, ‘આ ગૃહમાં જો કાઇ સાધુ, બ્રાહ્મણ કે મુસાફર હાય તો ખાલો કે જેથી અમે અહી'થી બીજે સ્થાને જઇએ.' પ્રભુતા કાયાત્સગ માં રહેલા હતા, તેથી તે તેા મૌન રહ્યા; પરંતુ ગોશાળો આ વચન સાંભળ્યા છતાં પણ કપટથી ખેલ્યા નહી. જ્યારે કોઈના પ્રત્યુત્તર મળ્યા નહી ત્યારે તે સિહે દાસીની સાથે ઘણીવાર સુધી ત્યાં ક્રીડા કરી. પછી તે ઘરમાંથી નીકળવા ગયા એટલે પ્રકૃતિથી ચપળ અને દુતિ એવા ગાશાળો જે દ્વાર પાસે બેઠા હતા તેણે ત્યાંથી નીકળતી વિદ્યુન્મતિ દાસીને કરવડે સ્પર્શ કર્યા; એટલે તેણીએ રાડ પાડીને કહ્યું કે, સ્વામી ! કોઇ પુરૂષે મને સ્પર્શ કર્યા.' તત્કાળ સિંહું પાછા વળી ગોશાળાને પકડીને મેલ્યા કે–અરે કપટી ! તેં છાના રહીને અમારા અનાચાર જોયા. તે વખતે મે બેલાબ્યા તેા પણ ઉત્તર આપ્યો નહીં.’ આ પ્રમાણે કહીને તેને ઘણા કુટીને સિંહ પેાતાને સ્થાનકે ગયા. પછી ગાશાળે પ્રભુને કહ્યું કે, ‘હે સ્વામી ! તમારા દેખતાં આણે મને માર્યા,’ સિદ્ધાર્થ ખેલ્યા કે, ‘તું અમારી જેવા શીલ (આચાર) કેમ રાખતા નથી? દ્વારે રહીને આવી ચપળતા કરે છે તેા તને માર કેમ ન મળે ?”
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy