SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૫ પર્વ ૧૦. મુ પણું કામ કરવાની જરૂર નથી, હમણું તો ચાલે, અહંતની ઉપર થતાં ઉપદ્રવને એકદમ અટકાવીએ.” આ પ્રમાણે વિચારી તેઓ પ્રભુની પાસે આવ્યા. તેમાંથી એક જણ સુદંષ્ટ્ર નાગકુમારની સાથે યુદ્ધ કરવા પ્રવર્તે અને બીજા હાથે કરીને તે નાવને ગંગાને સામે તીરે મૂકી દીધું. પિલે સુદંષ્ટ્ર દેવ છે કે મોટી ડદ્ધિવાળો હતો, પણ આયુષ્યને અંત આવેલ હોવાથી તેનું બળ ઘટી ગયું હતું, અને આ બંનેને ન દેવપણાને વૈભવ હતો, તેથી તે બંનેએ તેને જીતી લીધો. પછી સુદં ત્યાંથી નાસી ગયે, એટલે કંબલ શબલ નાગકુમારોએ પ્રભુને નમીને હર્ષથી પ્રભુની ઉપર પુષ્પની અને સુગંધી જળની વૃષ્ટિ કરી. ‘તમારા પ્રભાવથી આ નદીને આપત્તિની જેમ અમે ઉતરી ગયા,” એમ બોલતા નાવમાં બેઠેલા બીજા લોકો ભક્તિથી વીરપ્રભુને વંદના કરવા લાગ્યા. બંને નાગકુમાર પ્રભુને નમીને પિતાના સ્થાનકે ગયા. પ્રભુ નાવમાંથી ઉતરી વિધિપૂર્વક ઈર્ષ્યાપથિકી પ્રતિક્રમીને ત્યાંથી બીજી દિશા તરફ ચાલ્યા. જેમાં સૂક્ષમ અને અદ્રિ રેતી છે એવી ગંગાનદીના તટ ઉપર ચક્રાદિકના લાંછનવાળી પ્રભુના પગલાની પંક્તિ પૃથ્વીને આભૂષણ રૂપે સ્પષ્ટપણે પડતી હતી. તેવામાં સામુદ્રિક લક્ષણને જાણનાર પુ૫ નામનો કોઈ પુરૂષ તે પગલાની પંક્તિ જોઈને વિચારવા લાગ્યો કે, “આ - રસ્તે થઈને કઈ ચક્રવત્તી એકલા ગયેલા લાગે છે. અદ્યાપિ તેને રાજ્ય મળ્યું નહીં હોય અથવા કેઈએ છળ કરીને તેનું રાજ્ય લઈ લીધું હશે. હું ધારું છું કે તે હમણાજ અહીંથી ચાલ્યા જાય છે, માટે હું જઈને તેની સેવા કરૂં, કેમકે તે સેવકને ઈચ્છતા હશે, આવી અવસ્થા માં સેવેલા તે ચક્રવત્તી જરૂર ફળ આપશે. સેવ્ય પુરૂષની સેવા કરવાનો અવસર પુણ્યથીજ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વિચારી તે પગલે પગલે ચાલ્યા, આગળ જતાં સ્થણાક નામના ગામ પાસે અશોક વૃક્ષની નીચે પ્રતિમા ધરીને રહેલા પ્રભુને તેણે જોયા, તેમના હૃદયમાં શ્રીવત્સનું લાંછન હતું, મસ્તક પર મુગટનું ચિહ્ન હતું, બંને ભુજા ઉપર ચક્રાદિકના લાંછન હતા. બંને હાથ શેષનાગની જેવા લાંબા હતા અને નાભિમંડળ દક્ષિણાવર્તવાળું, ગંભીર તેમજ વિસ્તીર્ણ હતું. પ્રભુના શરીર ઉપર આવા લોકોત્તર ચિહ્નો તેના જેવામાં આવ્યા. તે જોઈ પુપે વિચાર્યું કે, “જેમ ચરણના લક્ષણોથી આ લો કેત્તર પુરૂષ છે એમ જણાય છે તેમ બીજા લક્ષણોથી પણ ચક્રવતી હોય એમ સૂચવાય છે. આવા લક્ષણે છતાં પણ આ તે ભિક્ષુક છે, તેથી મને આશ્ચર્ય થાય છે; માટે આવા ભિક્ષુક ઉપર સારી આશા રાખનાર મને અને મારા શાસ્ત્રને શ્રમને ધિક્કાર છે. વિશ્વને ઠગવાને માટે અને પિતાના કૌતુક પૂરવાને માટે કોઈ અનાપ્ત (અહિતકારી) પુરુષે જ આ શાસ્ત્ર રચ્યાં હોય એમ લાગે છે. મરૂભૂમિમાં ઝાંઝવાના જળ જઈને મૃગ દેડે તેમ તેમનાં વચન ઉપર આશા રાખીને હું વૃથા દેડી આ જો.” આ પ્રમાણે વિચારતાં તે પુષ્પનો હદયમાં ઘણે ખેદ થયે. તે સમયે શક્રઈને સ્વર્ગમાં બેઠા બેઠા વિચાર થયો કે, “મહાવીર પ્રભુ અત્યારે કયાં વિચરતા હશે ?” અવધિજ્ઞાને જોતાં તેણે સ્થણાક ગામમાં પ્રભુને રહેલા જોયા અને પુષ્ય નૈમિત્તિકને ખેદથી પિતાને શાસ્ત્રોને દૂષણ આપતે યો; એટલે ઈદ્ર સત્વર ત્યાં આવ્યા અને તે પુષ્પ નિમિત્તિઓના દેખતાં પ્રતિમા ધરી રહેલા પ્રભુને મોટી સમૃદ્ધિથી તેણે વંદના કરી. પછી પુષ્પને કહ્યું કે, “અરે મુખે ! તું શાસ્ત્રની નિંદા કેમ કરે છે ? શાસ્ત્રકારોએ કાંઈ પણ મૃષા ભાષણ કરેલું નથી. તું તે હજુ આ પ્રભુના બહારનાજ લક્ષણે જાણે છે, અંતરના જાણતા નથી, પણ આ પ્રભુના માંસ અને રૂધિર દુધની જેવા ઉજજવળ છે, તેમના મુખકમળનો શ્વાસ કમળની ખુશબે જે સુગધી છે, તેમનું શરીર તદ્દન નિરોગી અને મળ તથા પસીનાથી રહિત છે. આ ત્રણ જગતના સ્વામી, ધર્મચકી, જગતહિતકારી
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy