SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ જે દીક્ષાના દિવસથી એક વર્ષ વીત્યા પછી પાછા પેલા મોરાક ગ્રામમાં આવીને પ્રભુ બહારના ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા. તે સમયે તે ગ્રામમાં અછદક નામે એક પાખંડી રહેતું હતું. તે મંત્ર તંત્ર વિગેરેથી પોતાની આજીવિકા ચલાવતો હતો. તેના માહાસ્યને સિદ્ધાર્થ વ્યંતર સહન કરી શક્યા નહી, તેથી અને વીર પ્રભુની પૂજાની અભિલાષાથી તે સિદ્ધાર્થે પ્રભુના શરીરમાં પ્રવેશ કર્યો. પછી કઈ ગોપાલ જતો હતો તેને બેલાવીને કહ્યું કે, “તે સૌવીર સહિત કંગકૂરનું ભોજન કર્યું છે અને તું બળદનું રક્ષણ કરવાને જાય છે. અહીં આવતાં આવતાં તે એક સપને જે હતા, અને આજે તું સ્વપ્નામાં ભરપૂર રે હતે. અરે ગેપ ! ખરેખરું કહે, આ બધું મારું કહેવું બરાબર છે?” ગોપાલે કહ્યું બધું સત્ય છે.” પછી સિદ્ધાર્થે તેને વિશેષ પ્રતીતિ ઉપજાવવાને માટે બીજું ઘણું કહ્યું. તે સાંભળી ગોવાળ વિરમય પામી ગયો. તેણે ગામમાં જઈને કહ્યું કે “અહો ! આપણું ગામની બહાર વનમાં એક ત્રિકાલવેત્તા દેવા આવેલા છે, તેઓએ મને પ્રતીતિ થાય તેમ બધું બરાબર કહ્યું છે.” તે સાંભળી બધા ગામના લોકો કૌતુકથી પુષ્પ અક્ષત વિગેરે પૂજાને સામાન લઈ પ્રભુની પાસે આવ્યા. સિદ્ધાર્થ પ્રજીના શરીરમાં સંક્રમીને બોલ્યો કે, “તમે સર્વે શું મારે અતિશય જેવાને આવ્યા છે ? ગામના લોકોએ “હા” કહી, એટલે સિદ્ધાર્થે પૂર્વે તેઓએ જે જોયેલું, કરેલું, સાંભળેલું અને કહેલું હતું તે બધું બરાબર કહી આપ્યું. સિદ્ધાર્થે કેટલુંક ભવિષ્ય કહ્યું, તે સાંભળી લોકેએ મોટા મહિમાથી પ્રભુની પૂજા અને વંદના કરી. એવી રીતે લેકે પ્રતિદિન ઉપરા ઉપર આવી આવીને પડવા લાગ્યા, તેથી સિદ્ધાર્થના મનમાં ઘણું પ્રીતિ ઉત્પન્ન થઈ. એક વખતે ગામના લોકોએ ત્યાં આવીને કહ્યું, “સ્વામી ! અમારા ગામમાં એક અચ્છેદક નામે તિષી વસે છે, તે પણ તમારી જેમ બધું જાણે છે. સિદ્ધાર્થ બેલ્યો કે, તે પાખંડી કાંઈ પણ જાણતું નથી. તે તે તમારા જેવા ભેળા માણસોને છેતરીને પિતાની ઉદરપૂરણ કરે છે.' તે લોકો એ આવીને અચ્છેદકને કહ્યું કે, “અરે ! તું તે કાંઈ પણું જાણતો નથી, સર્વ ભૂત, ભવિષ્ય ને વર્તમાન તે નગર બહાર રહેલા દેવાય જાણે છે.” તે સાંભળી પિતાની પ્રતિષ્ઠાને નાશ થવાના ભયથી અછંદક બે-“અરે લકે ! ખરેખર પરમાર્થને નહીં જાણનારા એવા તમારી આગળ તે જાણનારમાં ખપે છે, પણ જે તે મારી આગળ આવે તો જાણું કે, તે ખરેખર જ્ઞાતા છે. ચાલો, આજે તમારા દેખતાં હું તેની અજ્ઞતા ખુલ્લી કરી આપીશ.” આ પ્રમાણે કહીને તે અચ્છેદક કોધ કરતે ગામના કૌતુકી લેકેની સાથે જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ કરીને રહ્યા હતા, ત્યાં સત્વર આવ્યું. પછી બે હાથની આંગળીમાં એક ઘાસનું તરણું બંને બાજુથી પકડીને પ્રભુ પ્રત્યે બેલ્યો કે, “કહો, આ તરણું મારાથી છેદાશે કે નહીં ?” તેના મનમાં એવું હતું કે, “આ દેવાર્ય જે કહેશે તેથી હું વિપરીત કરીશ, એટલે તેની વાણી અમૃત થઈ જશે. સિદ્ધાર્થ પ્રભુના શરીરમાં સંક્રમીને કહ્યું કે, “એ તૃણ છેદાશે નહીં. એટલે અચ્છેદક આંગળી સજજ કરીને તે તરણું દવા તત્પર થયે. તે વખતે ઇ પિતાની સભામાં બેઠા બેઠા વિચાર્યું કે, હમણા વીરપ્રભુ ક્યાં વિચરતા હશે? ઉપગ આપી જોયું, તે પ્રભુની સાથે તે અચ્છદકની ચેષ્ટા તેમના જોવામાં આવી. તત્કાળ તેણે ધાર્યું કે, “પ્રભુના મુખથી નીકળેલી વાણી અસત્ય ન થાઓ. એવું ધારી તેણે અછંદકની દશે આંગળી વજથી છેદી નાખી. તૃણને છેદતાં તેને આવી રીતે દુઃખી થયેલ જોઈને બધા લોકો તેને હસવા લાગ્યા. તેથી મૂઢ બુદ્ધિવાળો અચ્છેદક ૧. એક જાતની કાંજી. ૨ કાગ જાતિનું ધાન્ય.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy