SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે લઉં.” પછી વખત થવાથી પૂજારી ચાલ્યો ગયો અને સૂર્ય અસ્ત પામે; એટલે જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ કરીને રહ્યા હતા ત્યાં તે વ્યંતરે અટ્ટહાસ્ય કર્યું. ચોતરફ પ્રસરતા અતિ રૌદ્ર અટ્ટહાસ્યના શબ્દથી જાણે આકાશ ફુટી ગયું હોય અને નક્ષત્રમંડલ તૂટી પડયું હોય તેમ દેખાયું. તે સાંભળી ગામના લોકે પરસ્પર કહેવા લાગ્યા કે, “જરૂર પેલા મુનિને અત્યારે તે વ્યંતર મારી નાખશે. તે વખતે પાર્શ્વનાથના સાધુઓમાં ફરનાર ઉત્પલ નામે અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત એ એક પરિવ્રાજક ત્યાં આવ્યો હતો. તેણે લોકો પાસેથી તે દેવાર્ય મહાવીરનું વૃત્તાંત સાંભળ્યું. તેથી “ખે તે છેલલા તીર્થકર હોય !” એમ વિચારતાં તેના હૃદયમાં ધીરજ રહી નહીં અર્થાત્ તેને બહુ ચિંતા થવા લાગી. અહીં પિલા યક્ષે મહાભયંકર અટ્ટહાસ્ય કર્યું તેથી પ્રભુને કિંચિત પણ ક્ષોભ થયો નહીં, એટલે તે વ્યંતરે મહાઘેર હાથીનું રૂપ વિકુવ્યું. પ્રભુએ તે હાથીના રૂપને પણ ગમ્યું નહીં, એટલે ભૂમિ અને આકાશના માનદડ જેવું પિશાચનું રૂપ વિકવ્યું, તેથી પણ પ્રભુ ભ પામ્યા નહી. પછી તે દુષ્ટ યમરાજના પાશ જેવું ભયંકર સપનું રૂપ વિકુવ્યું, અમેઘ વિષના ઝરા જેવા તે સર્વે પ્રભુના શરીરને દઢ રીતે ભરડો લીધે અને ઉગ્ર દાઢેથી ડસવા લાગ્યો. જ્યારે સર્ષ પણ નિષ્ફળ થયો ત્યારે તે યક્ષે પ્રભુને શિર, નેત્ર, મૂત્રાશય, નાસિકા, દાંત, પૃષ્ઠ અને નખ એમ સાત સ્થાનકે અસહ્ય વેદના પ્રગટ કરી. એમાંની એક વેદના પણ સામાન્ય માણસને મૃત્યુ પમાડે તેવી સાતે વેદના એક સાથે ઉત્પન્ન કરી તે પ્રણ પ્રભુએ તે સહન કરી. આ પ્રમાણે ઉપસર્ગ કરી કરીને તે વ્યંતર જ્યારે થાકી ગમે ત્યારે વિસ્મય પામી પ્રભુને નમી અંજલી જોડીને કહેવા લાગે-હે દયાનિધિ ! તમારી શક્તિને નહીં જાણતા એવા મેં દુરાત્માએ તમારા અત્યંત અપરાધ કર્યા છે તે ક્ષમા કરો. તે વખતે પેલે સિદ્ધાર્થ દેવ કે જેનું મન આટલીવાર પિતાના કાર્યોમાં વ્યગ્ર હતું. તેને હવે પ્રભુ પાસે રહેવાની ઈદ્રની આજ્ઞા સાંભરી. તત્કાળ ત્યાં આવી મોટા આટેપથી બોલ્યા કે, “અરે દેવાધમ શૂલપાણિ! નહીં પ્રાર્થના કરવા ગ્ય જે મૃત્યુ તેની પ્રાર્થના કરનારની જેમ તે આ શું કર્યું ! હે દુર્મતિ ! આ સિદ્ધાર્થે રાજાના પુત્ર તીર્થકર ભગવંત વીરપ્રભુ છે કે જે ત્રણ લેકને પણ પૂજવા ગ્ય છે, તેને શું તું નથી જાણતો? જો આ તારું ચરિત્ર પ્રભુને ભક્ત શકઈ % જાણશે તે તું તેના વજની ધારાને ભેગા થઈ પડીશ.” સિદ્ધાર્થના આવાં વચન સાંભળીને શૂલપાણિ ભય અને પશ્ચાત્તાપથી આકુળ વ્યાકુળ થઈ ગયો. તેથી તેણે પ્રભુને ફરીવાર ખમાવ્યા. કેમકે તે વખતે બીજો કોઈ ઉપાય નહતું. તેને પ્રશાંત થયેલ જાણીને દયાળુ સિદ્ધાર્થે કહ્યું કે “અરે ! તું હજુ તત્વને જાણતા નથી, માટે જે યથાર્થ તત્વ છે તે સાંભળ-વીતરાગમાં દેવબુદ્ધિ, સાધુઓમાં ગુરબુદ્ધિ અને જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મમાં ધર્મબુદ્ધિ-એ પ્રમાણે આત્મા સાથે નિર્ણય કર. હવેથી પોતાના આત્માની જેમ કેઈપણ પ્રાણીને પીડા કરીશ નહી. પૂર્વે કરેલાં સર્વ દુષ્કૃત્યની નિંદા કર. પ્રાણ એકવાર પણ આચરેલા તીવ્ર કર્મનું ફળ કોટાનકોટી ગણુ પામે છે.” આ પ્રમાણે તત્વ સાંભળી શૂલપાણિ યક્ષ પ્રથમ કરેલા અનેક પ્રાણીઓના ઘાતને સાંભળીને વારંવાર પિતાના આત્માને નિંદવા લાગ્યા અને ઘણા પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી સમકિતને ધારણ કરી સંસારથી ઉદ્વેગ પામેલા તે યક્ષે પ્રભુના ચરણની પૂજા કરી અને પિતાના અપરાધરૂપ મળને છેવામાં જલ જેવું સંગીત પ્રભુની આગળ કરવા લાગ્યું. તે સંગીતના શબ્દને સાંભળીને ગામના લેક ચિંતવવા લાગ્યા કે, “તે મુનિને મારીને હવે યક્ષ ક્રીડા કરતો હશે.” પ્રભુને કાંઈક ઉણા ચા૨ પહોર સુધી શૂલપાણિએ કદથિત કર્યા હતા, તેથી શ્રમ લાગતાં પ્રભુને જરા નિદ્રા આવી. તેમાં તેમણે આ પ્રમાણે દશ સ્વપ્ન જોયા-પ્રથમ સ્વપ્ન વૃદ્ધિ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy