SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ જે એ તમારું યોગ્ય વ્રત છે. વળી પક્ષીઓ પણ પિતાના માળાનું આત્માની જેમ રક્ષણ કરે છે તે તમે વિવેકી થઈને આશ્રમની કેમ ઉપેક્ષા કરી?” આ પ્રમાણે પિતાના વિવેકને યોગ્ય એવી શિક્ષા આપી એ વૃદ્ધ તાપસ સિદ્ધાર્થની મિત્રતા સંભારત પુનઃ પિતાને આશ્રમમાં ગયે. પ્રભુએ વિચાર્યું કે, “મારે નિમિત્તે આ સર્વને અપ્રીતિ થશે, તેથી સર્વનું હિત ઇચ્છનારા એવા માટે અહીં રહેવું ગ્ય નથી.” આ પ્રમાણે ચિતવતા અને અધિક વૈરાગ્યને ધારણ કરતા દયાનિધિ પ્રભુએ તે વખતે આ પ્રમાણે પાંચ અભિગ્રહ ધારણ કર્યા. ૧ કદિ પણ જ્યાં અપ્રીતિ થાય તેને ઘરે વસવું નહીં. ૨ જ્યાં રહેવું ત્યાં સદા કાર્યોસર્ગ કરીને જ રહેવું, ૩ પ્રાય: મૌનજ ધારણ કરવું. ૪ કરપાત્ર વડે ભજન કરવું અને ૫ ગૃહસ્થનો વિનય કરો નહીં. આ પ્રમાણે પાંચ અભિગ્રહ લઈને વર્ષાઋતુને અર્ધમાસ વ્યતિત થયા છતાં પણ ત્યાંથી વિહાર કરીને પ્રભુ અસ્થિક નામના ગામમાં આવ્યા. પ્રભુએ ત્યાં વસવાને માટે ગામના લોકોને વિજ્ઞપ્તિ કરી, એટલે ગામના લોકે બોલ્યા કે, “અહીં એક યક્ષ છે, તે કોઈને વસવા દેતું નથી, તે યક્ષની મોટી કથા છે, તે સાંભળ-અહીં આ પૂર્વે વદ્ધિમાન નામે શહેર હતું. અહીં બંને તટમાં કાદવવાળી વેગવતી નામે નદી છે. એક વખતે ધનદેવ નામે કઈ વાણિક કરીયાણાને પાંચસો ગાડાં ભરીને અહીં આવ્યો હતો. તેની પાસે એક મેટ વૃષભ હતે. તે મોટા વૃષભને આગળ કરીને તેણે બધા ગાડાંઓ એ વિષમ નદી ઉતારી દીધા. અતિ ભાર ખેંચવાથી એ વૃષભ મુખમાંથી રૂધિર વમતો જીર્ણ થયેલા સાત્વિક અધની જેમ પૃથ્વી પર પડી ગયો. પછી તે વણિકે તે ગામના બધા લોકોને એકઠા કરીને તે વૃષભની સાક્ષીએ કહ્યું કે હું મારા જીવિત જેવા આ વૃષભને અહીં થાપણની જેમ મૂકી જાઉં છું, તેનું તમારે સારી રીતે પાલન પિષણ કરવું. આ પ્રમાણે કહીને તે વૃષભના ઘાસચારાને માટે તે ગ્રામ્ય લોકોને ઘણું ધન આપ્યું. “સ્વામીને એ ધર્મજ છે.” આ પ્રમાણે એ વણિક ઘાસચારા માટે દ્રવ્ય આપવાવડે તથા તેની પાસે પુષ્કળ ઘાસ પાણી મૂકવાવડે એ વૃષભનું પ્રિય કરી નેત્રમાં અશ્રુ લાવીને અન્યત્ર ચાલ્યા ગયે. તે પાપી ગ્રામ્યલોકોએ ઘાસચારાને માટે ધન લીધું પણ કુવૈદ્ય જેમ દ્રવ્ય લીધાં છતાં રોગીની સંભાળ ન લે તેમ તેઓ એ તે વૃષભની ઘાસચારા વિગેરેની સંભાળ જ લીધી નહીં. જેનું હૃદય તૂટી ગયેલ છે એવા અને ક્ષુધા તૃષાથી પીડિત થયેલા તે વૃષભનાં અંગમાં માત્ર અસ્થિ અને ચમ રહ્યા. તેણે વિચાર્યું કે, “અહો ! આ ગ્રામજ બધું નિદય, પાપીષ્ટ, નિર્ટુર ઓશવાળું, બરાબર ચાડીલ જેવું અને ઘણું ઠગારુ છે. તેઓ એ કરુણ લાવીને મારી જેવા દીનનું પાલન કરવું તે દૂર રહ્યું પણ મારા સ્વામીએ જે મારા ઘાસચારા માટે ધન આપ્યું હતું, તે પણ આ ગામના લોકો ખાઈ ગયા.” આ પ્રમાણે આ ગામના રહેનારા ઉપર કોધવાળો વૃષભ અકામનિર્જરા કરી મૃત્યુ પામીને શૂલપાણિ નામે વ્યં. તર થયેલ છે. તેણે વિલંગ જ્ઞાનથી પોતાના પૂર્વ જન્મની કથા જાણી અને પોતાનું વૃષભરૂપ શરીર પણ દીઠું, તેથી તેને આ ગામના લોકો ઉપર ઘણે ક્રોધ ચડડ્યો. એટલે જાણે મહામારા અધિકારી દેવ હોય તેમ તેણે આ ગામમાં મહા મારીને રોગ વિફર્થે. તેથી મૃત્ય પામતા ગ્રામ્યલકેવડે અહિં આ અસ્થિના ઢગલા થઈ ગયા. ગામના આતુર લો કે વારંવાર જ્યોતિષી વિગેરેને મરકીની શાંતિના ઉપાયે પૂછવા લાગ્યા અને વૈદ્યની આજ્ઞા જેમ રેગી ઉઠાવે તેમ તેમની આજ્ઞા ઉઠાવીને મહામારીની શાંતિ માટે અનેક ઉપાય કરવા લાગ્યા. તેઓએ વારંવાર ગૃહદેવીઓની પણ નાત્ર પૂજા કરી, તથાપિ જરા પણ મહામારીની શાંતિ થઈ નહીં. એટલે આ ગામના લોકો આ ગામ તજીને બીજા ગામોમાં ચાલ્યા ગયા, પણ યમરાજના યુવરાજ જે તે ક્રોધી વ્યંતર તેમને ત્યાં પણ મારવા લાગ્યો. પછી સર્વ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy