SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સગ ૨ જે શબ્દપારાયણ (વ્યાકરણ) કહી બતાવ્યું. એ શબ્દાનુશાસન ભગવંતે ઈદ્રને કહ્યું, તે સાંભળી ઉપાધ્યાયે લેકમાં એંદ્ર વ્યાકરણ એવા નામથી પ્રખ્યાત કર્યું. સાત હાથ ઊંચી કાયાવાળા પ્રભુ અનુક્રમે યૌવન પ્રાપ્ત થયા. એટલે વનના હાથીની જેમ લીલાથી ગમન કરવા લાગ્યા. કૈલેશ્વમાં ઉત્કૃષ્ટ એવું રૂપ, ત્રણ જગતનું પ્રભુત્વ અને નવીન યૌવન પ્રાપ્ત થયા છતાં પણ પ્રભુને જરા પણ વિકાર ઉત્પન્ન થયે નહીં. રાજા સમરવીરે યશોદા નામની પિતાની કન્યાને વદ્ધમાન સ્વામીને આપવા માટે મંત્રીઓની સાથે ત્યાં મોકલી. મંત્રીઓએ ક્ષત્રીયડ નગરે આવી સિદ્ધાર્થ રાજાને નમીને કહ્યું કે, “અમારા સ્વામીએ પોતાની પુત્રી યશોદા આપના પુત્રને આપવા માટે અમારી સાથે મોકલેલ છે. અમારા સ્વામી પ્રથમથીજ તમારા દાસ છે, તે આ સંબંધવડે વિશેષ થાઓ અને અમારા ઉપર પ્રસન્ન થઈને તેને અનુગ્રહ કરે. સિદ્ધાર્થ રાજા બોલ્યા કે-“મને અને ત્રિશલાને કુમારને વિવાહેત્સવ જેવાને ઘણે મરથ છે, પણ એ કુમાર જન્મથી જ સંસારથી વિરક્ત છે, તેથી તેની પાસે વિવાહાદિક પ્રજનની વાત પણ અમે કહી શકતા નથી, તથાપિ તમારા આગ્રહથી અનેક વચનની યુક્તિઓથી તેના મિત્ર દ્વારા વિવાહની વાર્તા અમે આજે તેને કહેવરાવીશું.” આ પ્રમાણે કહીને રાજા સિદ્ધાર્થ ત્રિશલાદેવીને પૂછી પ્રભુના બુદ્ધિમાન મિત્રોને વિવાહ કબુલ કરાવવા માટે પ્રભુની પાસે મોકલ્યા. તેઓ એ પ્રભુ પાસે જઈ સવિનય નમસ્કાર કરીને તેમને સિદ્ધાર્થ રાજાની આજ્ઞા કહી સંભળાવી. પ્રભુ બો૯યા-‘તમે નિરંતર મારી પાસે રહેનારા છે, તેથી ગ્રહવાસથી પરા મુખ એવા મારા ભાવને જાણે છે.” તેઓ બોલ્યા- હે કુમાર! તમને અમે સંસારથી ઉદ્વિગ્ન માનીએ છીએ, પણ “તમારે માતાપિતાની આજ્ઞા અલંડ્યું છે એમ પણ અમારું માનવું છે. વળી તમે અમારી પ્રણય યાચનાની પણ કદી અવમાનના કરતા નથી, તે આજે એક સાથે સૌની અવમાનના કેમ કરો છો. ભગવંત બોલ્યા- “અરે મેહગ્રસ્ત મિત્રો ! તમારે આ શો આગ્રહ છે કારણ કે સ્ત્રી વિગેરેનું પરિગ્રહ તે ભવભ્રમણનું જ કારણ છે. વળી “મારા માતાપિતા જીવતાં તેમને મારા વિયેગનું દુઃખ ન થાઓ.” એવા હેતુથી જ હું દીક્ષા લેવાને ઉત્સુક છતાં પણ હમણાં દીક્ષા લેતા નથી.” આ પ્રમાણે પ્રભુ કહેતા હતા. તેવામાં વિવાહને માટે રાજાની આજ્ઞાથી ત્રિશલાદેવી પિતે ત્યાં આવ્યા. પ્રભુ તરત ઊભા થયા અને ગૌરવથી માતાને ઉંચા રત્નસિંહાસન પર બેસાડી આ પ્રમાણે બોલ્યા કે, “હે માતા ! તમે આવ્યા તે સારું થયું, પણ તમારે અહીં આવવાનું શું કારણ હતું ? મને બોલાવ્યા હતા તે તમારી આજ્ઞાથી હું તરતજ આપની પાસે આવત.” ત્રિશલાદેવી બોલ્યા-“હે વત્સ ! અનેક પ્રકારના ઉદયનાં કારણભૂત તમે જે અમારા ઘરમાં આવ્યા છે, તે કાંઈ અમારા અલ્પ પુણ્ય નથી, તમને અવલોકન કરતાં ત્રણ જગતને પણ તૃપ્તિ થતી નથી, તે તમારા દર્શનરૂપ મહા દ્રવ્યવડેજ ધનિક એવા અમોને કેમ તૃપ્તિ થાય ? હે પુત્ર ! અમે જાણીએ છીએ કે, તમે સંસારવાસથી વિરક્ત છે, તે છતાં અમારાપર અનુકંપાથી ગૃહવાસમાં રહ્યા છો. હે વિનયને સ્થાનરૂપ! તમે જે કે પિતાની મનોવૃત્તિને બાધા પમાડીને એ દુષ્કર કાર્ય કરેલું છે, તથાપિ એટલાથી અમે તૃપ્તિ પામતા નથી, માટે તમને અમે વધૂ સહિત જોઈ તૃપ્તિ પામીએ-એમ કરવા માટે આ સામે આવેલી યદા નામની રાજપુત્રીની સાથે ઉદ્વાહ કરે. તમારા પિતા પણ તમારે વિવાહોત્સવ જેવાને ઉત્કંઠિત છે. માટે અમારા બંનેના આગ્રહથી આ દુષ્કર કાર્ય કરો.” આ પ્રમાણે માતાનાં વચન સાંભળી પ્રભુ વિચારમાં પડયા કે, “આજે આ મારે શું આવી પડયું, એક તરફ માતાને આગ્રહ છે અને બીજી તરફ સંસારપરિભ્રમણને ભય છે. માતાને દુઃખ થાય છે એવી શંકાથી હું ગર્ભમાં પણ અંગ સંકેચીને રહ્યો હતો, તો હવે
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy