SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સર્ગ ૧ લે પ્રવચનને ધારણ કરે છે. જેઓ સર્વ શ્રુતને ધારણ કરે છે અને શિષ્યોને ભણાવે છે, તે મહાત્મા ઉપાધ્યાયીને હું નમસ્કાર કરું છું. જે લાખો ભવમાં બાંધેલા પાપને ક્ષણવારમાં નાશ કરે છે, એવા શીલવ્રતધારી સાધુઓને હું નમસ્કાર કરું છું, સાવદ્ય યોગ તથા બાહ્ય અને અત્યંતર ઉપધિને હું યાજજીવ મન, વચન, કાયાથી સરાવું છું. હું ચાવજછવ ચતુવિધ આહારનો ત્યાગ કરું છું અને ચરમ ઉશ્વાસ સમયે દેહને પણ વિસરાવું છું.” * દુષ્કર્મની ગહેણા, પ્રાણીઓની ક્ષામણ, શુભ ભાવના, ચતુદશરણ, નમસ્કાર મરણ, અને અનેશન આ પ્રમાણે છે પ્રકારની આરાધના કરીને તે નંદને મુને પોતાના ધમોચા સાધુઓને અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા. અનુક્રમે એ મહામુનિ સાઠ દિવસ સુધી અનશનવ્રત પાળી પચીશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામીને પ્રાણત નામના દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપદ શયામાં ઉત્પન્ન થયા. એક અંતર્મુહૂર્તમાં તે મહદ્ધિક દેવ થઈ ગયા. પછી પિતાની ઉપર રહેલા દેવદુષ્ય વસ્ત્રને દૂર કરી શયામાં બેસીને જોયું તે અકસ્માત્ પ્રાપ્ત થયેલ વિમાન, દેવસમૂહ અને મોટી સમૃદ્ધિ જોઈ તે વિસ્મય પામી ગયા અને વિચારમાં પડ્યા કે, “આ બધું ક્યા તપથી મને પ્રાપ્ત થયું છે?” પછી અવધિજ્ઞાનથી જોતાં તેમને પોતાને પૂર્વ ભવ અને વ્રત યાદ આવ્યા. તેથી તેમણે ચિત્તમાં ચિંતવ્યું કે, “અહો ! અદ્ધમને કે પ્રભાવ છે?” એ વખતે તેના સેવકભૂત સર્વ દેવતાઓ એકઠા થઈને ત્યાં આવ્યા અને અંજલિ જેડી હર્ષથી તેમને આ પ્રમાણે કહેવા લાગ્યા“હે સ્વામી ! હે જગતને આનંદકારી ! હે જગતનું ભદ્ર કરનાર ! તમે જય પામે, ચિરકાલ સુખે રહે, તમે અમારા સ્વામી છો, રક્ષક છે અને યશસ્વી છે. તમે વિજય પામો. આ તમારું વિમાન છે, અમે તમારા આજ્ઞાકારી દેવતાઓ છીએ, આ સુંદર ઉપવને છે, આ સ્નાન કરવાની વાપિકાએ છે, આ સિદ્ધાયતન છે, આ સુધર્મા નામે મહાસભા છે અને આ નાનગૃહ છે. હવે તમે તે સ્નાનગૃહને અલંકૃત કરે કે જેથી અમે તમને અભિષેક કરીએ.” આ પ્રમાણે તે દેવતાઓના કહેવાથી તે દેવ સ્નાનગૃહમાં ગયા અને ત્યાં રહેલા ચરણપીઠવાળા સિંહાસન પર બીરાજ્યા. દેવતાઓએ હાથમાં કુંભ લઈ દિવ્ય જલવડે તેમને અભિષેક કર્યો. પછી કિંકર દેવતાએ તેમને અલંકારગૃહમાં લઈ ગયા. ત્યાં તેમણે બે દેખ્ય વસ્ત્રો, અંગરાગ અને મુગટ વિગેરે દિવ્ય આભૂષણ ધારણ કર્યા. પછી ત્યાંથી વ્યવસાય સભામાં ગયા, ત્યાં પોતાના કપનું પુસ્તક વાંચ્યું. પછી પુષ્પાદિક પૂજાની સામગ્રી લઈ સિદ્ધાલયમાં ગયા. ત્યાં એકસે ને આઠ અ“તની પ્રતિમાઓને સનાત્ર કર્યું, અર્ચન, વંદન અને સ્તવના કરી, પછી પોતાની સુધર્મા સભા માં આવો સંગીત કરાવ્યું અને પિતાના તે વિમાનમાં રહીને યથારૂચિ ભોગ ભેગવવા લાગ્યા. સમકિત ગુણરૂપ આભૂષણવાળા તે દેવ અહં તેના કલ્યાણકને સમયે મહાવિદેહાદિ ક્ષેત્રમાં ગયા અને ત્યાં જિનેશ્વર ભગવંતને વંદના કરી. એવી રીતે અંત સમયે તે ઉલટા દરેક બાબતમાં વિશેષ શેશિત થયેલા એવા તે દેવે વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કર્યું. બીજા દેવતાઓ છ માસનું આયુષ્ય અવશેષ રહે ત્યારે મોહ પામે છે, પરંતુ તીર્થકર થનાર દેવતાઓ તો પુણ્યોદય અત્યંત નજીક આવેલ હોવાથી બીલકુલ મેહ પામતા નથી. 图88必忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍忍&&& ॥ इत्याचार्यश्रीहेमचंद्रसरिविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये दशमपर्वणि श्री महावीर चरितपूर्वभव વનો નામ યમ સ ૧ જૈનશાસન. ૨. બાહ્ય ઉપધિ વસ્ત્ર પાત્રાદિ ઉપકરણે અને અત્યંતર ઉપધિ વિષય કપાયાદિ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy