SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ પર્વ ૧૦ મું “હે વૃદ્ધ ! આ બધા મારા નગરમાં રહે છે, છતાં મને ભિક્ષામાંથી છો ભાગ પણ કર તરીકે આપતા નથી. બીજા સર્વ પાખંડીઓ મને કર આપે છે અને આ સાધુઓ આપતા નથી, તેથી મેં તેમને કીલ્લાની જેવા આ ગાયોના વાડામાં પૂર્યા છે.” પછી શકેદ્ર કહેશે કે, “તેઓની પાસે કાંઈ નથી, તેઓ કેઈને ભિક્ષા અંશ કદિ પણ આપતા નથી. આ ભિક્ષકેની પાસેથી ભિક્ષા અંશ માગતાં તું કેમ શરમાતું નથી ? માટે હવે તેમને છોડી દે, નહિ તે તને મેટ અનર્થ પ્રાપ્ત થશે.” ઇંદ્રનાં આવાં વચનથી કલ્કી કોપાયમાન થઈને કહેશે કે, “અરે સુભટે ! આ બ્રાહ્મણને ગળે પકડીને કાઢી મૂકે. આ પ્રમાણે તેના બોલતાં જ ઈન્દ્ર પાપના પર્વત જેવા કલ્કીને લપડાક મારીને ભસ્મ કરી નાખશે; એટલે છાશી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને કલ્કી દુરંત એવી નાકભૂમિમાં નારકીપણે ઉત્પન્ન થશે. પછી શદ્ર કકીના દત્ત નામના કુમારને જૈનધર્મ સંબંધી શિક્ષા આપી, રાજ્ય ઉપર બેસાડી, સંઘને નમીને પિતાને સ્થાનકે જશે. દત્તરાજા પિતાને પ્રાપ્ત થયેલું તેના પાપનું ઘર ફળ અને ઇદ્દે આપેલી શિક્ષાને વારંવાર સંભારીને બધી પૃથ્વીને અરિહંતના ચૈત્યોથી વિભૂષિત કરી દેશે. પછી પાંચમાં આરાના પર્યત સુધી જૈનધર્મની પ્રવૃત્તિ નિરંતર રહ્યા કરશે. તીર્થકરના સમયમાં આ ભરતક્ષેત્ર ગ્રામ, ખાણ અને નગરોથી આકુળ અને ધન ધાન્ય વિગેરે સમૃદ્ધિથી ભરેલ સ્વર્ગપુરી જેવું હોય છે અને ગામે શહેર જેવા, શહેરે સ્વર્ગ પુરી જેવા, કુટુંબીઓ રાજા જેવા, રાજાએ કુબેર ભંડારી જેવા, આચાર્યો ચન્દ્ર જેવા. પિતાએ દેવ જેવા, સાસુઓ માતા જેવી અને સાસરા પિતા જેવા હોય છે. લોકે સત્ય તથા શૌચમાં તત્પર, ધર્માધર્મના જાણુ, વિનીત, ગુરૂદેવના પૂજક અને પિતાની સ્ત્રીમાં સંતુષ્ટ હોય છે. વળી તેવા લોકોમાં વિજ્ઞાન, વિદ્યા, અને કુળવાપણું હોય છે. પરચક, ઈતિ અને ચાર લોકોને ભય હોતો નથી, તેમજ ન કર નખાતે નથી, તેવા સમયમાં પણ અહંતની ભક્તિને નહી જાણનારા તેમજ વિપરીત વૃત્તિવાળા કુતીથઓથી મુનિ આદિકને ઉપસર્ગ વિગેરે થાય છે અને દશ આશ્ચર્યો પણ થયા છે. ત્યારપછી દુષમા કાળમાં એટલે પાંચમા આરામાં સર્વ લોકો કષાયથી લેપ પામેલી ધર્મબુદ્ધિવાળા, અને વાડ વિનાની ક્ષેત્રભૂમિની જેમ મર્યાદા રહિત થશે. જેમ જેમ આગળ કાળ જશે તેમ લોકો વિશેષે કુતીર્થીઓએ મહિત કરેલી બુદ્ધિવાળા અને અહિંસાદિકથી વર્જિત થશે, તેમજ ગામડા સ્મશાન જેવા, શહેર પ્રેતલેક જેવા, કુટુંબીઓ દાસ જેવા અને રાજાએ યમદંડ જેવા થશે. રાજાઓ લુબ્ધ થઈને પિતાના સેવકોનો નિગ્રહ કરશે અને સેવકે પિતાના સ્વજનને કંટશે એમ માસ્ય ન્યાય પ્રવર્તશે. જે અંત્યે હશે તે મધ્યમાં આવશે અને જે મધ્યમાં હશે તે અંત્યે આવશે એમ વેત વાવટાવાળા વહાણોથી જેમ બધા દેશો ચળાયમાન થઈ જશે, ચોર ચોરીથી, રાજાઓ કરથી અને ભૂત ભરાયેલાની જેવા અધિકારીઓ લાંચ લઈને સર્વ પ્રજાને પીડા કરશે. જો કે સ્વાર્થમાં જ તત્પર પરાર્થવિમુખ અને સત્ય, લજજા તથા દાક્ષિણ્યતાથી રહિત તેમજ સ્વજનના વિરોધી થશે. શિષ્ય ગુરૂની આરાધના કરશે. નહીં, ગુરૂઓ પણ શિષ્યભાવ રાખશે નહીં અને તેમને ઉપદેશાદિવડે શ્રુતિજ્ઞાન આપશે નહીં. અનુક્રમે ગુરૂકુળમાં વાસ કરે બંધ પડશે, ધર્મમાં મંદ બુદ્ધિ થશે અને પૃથ્વી ઘણું પ્રાણીઓથી આકુળવ્યાકુળ થશે. દેવતાઓ પ્રત્યક્ષ થશે નહીં, પુત્રો પિતાની અવજ્ઞા કરશે, વહુએ સર્પિણી જેવી થશે અને સાસુએ કાળરાત્રિ જેવી જણાશે. કુલીન સ્ત્રીઓ પણ લજજા છોડીને દષ્ટિના વિકારથી, હાસ્યથી, આલાપથી અથવા નાના માછલાને મોટા માછલાં ખાય, તેમને તેમનાથી મોટા ખાઈ જાય એ ભાસ્ય ન્યાય કહેવાય છે.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy