SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પવ ૧૦ મુ ગ્રીવને કહેશે નહીં. કારણ કે અજ્ઞાનથી થયેલા દુવિનયવડે મહાશય પુરુષો કાપ કરતા નથી.’દ્ભુત ‘અહુ સારુ'' એમ કહી ત્યાંથી ચાલ્યા. પણ જે તેની સાથે સુભદ્રા હતા, તેએએ આગળથી જઇને અશ્વત્રીવ રાજાને આ સર્વ વૃત્તાંત જણાવી દીધા. ‘અશ્વીને તે વાર્તા જાણી છે’ એમ સમજવામાં આવવાથી અસત્ય બેલવાથી ભય પામેલા ચડવેગે પણ પેાતાની ઉપર જે ઉપદ્રવ થયા હતા, તેની વાર્તા યથાર્થ રીતે કહી બતાવી. ७ પછી અશ્વત્રીને બીજા માણસને સમજાવી પ્રજાપતિ રાજા પાસે મોકલીને કહેવરાવ્યું કે, ‘તમે તુંગિરિ જઈને સિંહથી શાળીના ક્ષેત્રની રક્ષા કરે. આવી અશ્વત્રીવ રાજાની આજ્ઞા છે.’ તે સાંભળી પ્રજાપતિ રાજાએ પેાતાના કુમારાને કહ્યું કે, ‘તમે આપણા સ્વામી અશ્વપ્રીવને કાપાગ્યેા તેથી તેણે વારા વગર પણ સિંહથી શાળીક્ષેત્રની રક્ષા કરવાની આજ્ઞા કરી,’ આ પ્રમાણે કહીને પ્રજાપતિરાજાએ ત્યાં જવા તૈયારી કરી, એટલે બને કુમાર તેને નિવારી સિંહના યુદ્ધમાં કૌતુકી થઈ પોતે જ શંખપુર તરફ ચાલ્યા. ત્રિપૃષ્ઠે ત્યાં પહેાંચ્યા પછી તે શાળીક્ષેત્રના રક્ષક ગેલેાકેાને પૂછ્યું કે, ‘બીજા રાજાઓ અહી આવે છે તે આ સિદ્ધથી કેવી રીતે રક્ષા કરે છે ? અને તેટલીવાર સુધી કયાં રહે છે ?” ગાપલોકા ખેલ્યાબીજા રાજાએ પ્રત્યેક વર્ષે વારેવારે આવે છે તે જયાં સુધી આ શાળી લણી લેવાય ત્યાં સુધી ચતુર'ગ સેનાના શાળીક્ષેત્ર ફરતા કિલ્લા કરીને તેની રક્ષા કરે છે.’ ત્રિપૃષ્ટ કહ્યું કે, ‘એટલીવાર સુધી-અહીં કાણુ ખાટી થાય, માટે મને તે સિંહ બતાવા કે જેથી હુ એકલા જ તેને મારી નાખું.’ પછી તેઓએ તુ`ગિરિની ગુહામાં રહેલા સિંહને ખતાબ્યા. રામ અને વાસુદેવ અશ્વરથમાં બેસીને તે ગુડ્ડા પાસે આવ્યા. એટલે તે ગુહાની પાસે લાકાએ કાલાહલ કર્યાં. તે સાંભળી બગાસાંથી મુખને ફાડતો કેશરીસિંહ બહાર નીકળ્યો. તેને જોઈ ‘આ સિંહ પેદલ છે અને હું થી છું, માટે અમારા બ ંનેનું યુદ્ધ સમાન કહેવાય નહી’’ એમ ધારી ત્રિપૃષ્ટ હાથમાં હૉલ તલવાર લઈને રથમાંથી નીચે ઉતરી પડયો. વળી ક્રીવાર વિચાયું... કે, ‘આ સિ’હને દાઢ અને નખ માત્રજ શસ્ર રૂપ છે અને મારી પાસે તા ઢાલ તલવાર છે, તેથી એ પણ ઉચિત નથી.’ એવુ ધારી ત્રિપૃષ્ણે ઢાલ તલવાર પણ છેડી દીધા. તે જોઈને તે કેશરીને જાતિમરણ થયું. તેથી તેણે ચિંતવ્યું કે, પ્રથમ તે આ પુરુષ એકલા મારી ગુહા પાસે આવ્યા તે ધ્રીપણુ, બીજુ રથમાંથી નીચે ઉતર્યા તે ધીપણું અને ત્રીજું શસ્ત્ર છેાડી દીધાં તે ધીપણું, માટે મદાંધ હાથીની જેમ અતિ દુઃ એવા આ ત્રિપુષ્ટને હું મારી નાંખું.' આમ વિચારી મુખ ફાડીને એ સિંહ ફાળ ભરી ત્રિપૃષ્ટ ઉપર કૂદી પડયા. એટલે ત્રિપુષ્ટ એક હાથે ઉપરના અને ખીજે હાથે નીચેના હોઠ પકડીને જીણુ વસ્ત્રની જેમ તેને ફાડી નાખ્યા. તત્કાળ દેવતાઓએ વાસુદેવ ઉપર પુષ્પ, આભરણુ અને વસ્ત્રોની વૃષ્ટિ કરી. લાકો વિસ્મય પામી સાધુ, એવા શબ્દો કહેતા સ્તુતિ કરવા લાગ્યા. તે વખતે ‘અહા ! આ નાના બાળક જેવા કુમારે મને આજે કેમ માર્યા ?’ એવા અમથી તે સિ ંહ એ ભાગે થયા છતા પણ ધ્રૂજવા લાગ્યા. એટલે ચરમ તીર્થંકરના જીવ તે વાસુદેવના સારથિ ગૌતમ ગણધરના જીવ હતા તેણે સ્ફુરણાયમાન થતા સિ ંહ પ્રત્યે કહ્યુ અરે સિંહ ! જેમ તું પશુઓમાં સિંહ છું, તેમ આ ત્રિપૃષ્ટ મનુષ્યમાં સિંહ છે, તેણે તને માર્યા છે તેથી તું વૃથા અપમાન શો માટે માને છે ? કેમકે કોઈ હીન પુરુષે તને માર્યા નથી.’ આ પ્રમાણે અમૃત જેવી તે સારથિની વાણી સાંભળી પ્રસન્ન થઈ ને તે સિંહ મૃત્યુ પામ્યા અને ચેાથી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. તેનું ચર્મ લઇ બંને કુમાર પોતાના નગર તરફ ચાલ્યા અને પેલા ગામડીઆ લોકોને કહ્યું કે “તમે આ ખખર અશ્વત્રીવને આપે અને
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy