SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પવ ૧૦ મું ૨૦૩ તમે નથી. વળી નિંદનિક આચરણ વડે કરીને શિષ્ટ જનોને જેમણે કંપાયમાન કરી દીધા છે તેવા પણ તમે નથી, તેમજ કેપ અને પ્રાસાદ વડે કરીને જેણે નર અમરને વિડંબીત કરેલા છે તેવા પણ તમે નથી. વળી આ જગતની ઉત્પત્તિ, પાલન અને નાશ-એ કરવામાં આદરવાળા તમે નથી, તેમજ નૃત્ય, હાસ્ય ને ગાયનાદિ ઉપદ્રવડે ઉપદ્રવિત તમારી સ્થિતિ નથી. આ પ્રમાણે હેવાથી પરીક્ષકો એ તમારી દેવપણે પ્રતિષ્ઠા શી રીતે કરવી? કારણ કે તમે તો સર્વ દેવ કરતાં સર્વથા વિલક્ષણ છે. હે નાથ! જળના પ્રવાહની સાથે પાંદડા, તૃણ ને કાષ્ટાદિ તણાય તો તે યુક્તિવાળું છે, પણ સામે પૂરે તણાય એમ કહેવું તે કઈ યુક્તિએ માની શકાય? પણ છે સ્વામિન્ ! એવા મંદ બુદ્ધિવાળા પરીક્ષકના પરીક્ષણથી સયું; અને મારા પણ તેવા પ્રયાસથી સયું. કારણ કે સર્વ સંસારી જીવોના રૂપથી વિલક્ષણ એવું જ તમારું લક્ષણ છે તેની બુદ્ધિમાનું પ્રાણીઓ પરીક્ષા કરે. આ જગત બધું ક્રોધ, લોભ અને ભય વડે આક્રાંત છે અને તમે તેથી વિલક્ષણ છે. પરંતુ હે પ્રભે ! વીતરાગ એવા જે તમે તે કમળ બુદ્ધિવાળાએને ગ્રાહ્ય થઈ શક્તા નથી, અર્થાત્ તીક્ષ્ણ બુદ્ધિવાળાએ જ આપને દેવપણે ઓળખી શકે છે.” આ પ્રમાણે સ્તુતિ કરીને હસ્તિપાળ રાજા વિરામ પામ્યો, એટલે ચરમ તીર્થકરે નીચે પ્રમાણે ચરમ (છેલ્લી) દેશના આપી. આ જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ–એ ચાર પુરૂષાર્થ છે, તેમાં કામ ને અર્થ તે પ્રાણીઓને નામથી જ અર્થરૂપ છે, પરમાર્થે અનર્થરૂપ છે. ચાર પુરૂષાર્થમાં ખરી રીતે , અર્થરૂપ તો એક મોક્ષ છે, અને તેનું કારણ ધર્મ છે, તે ધર્મ સંયમ વિગેરે દશ પ્રકારને છે અને સંસારસાગરથી તારનાર છે. અનંત દુ:ખરૂપ સંસાર છે અને અનંત સુખરૂપ મોક્ષ છે, તેથી સંસારનો ત્યાગને અને મોક્ષની પ્રાપ્તિને હેતુ ધર્મ વિના બીજે કઈ નથી. પાંગળે માણસ પણ વાહનના આશ્રયથી દૂર જઈ શકે છે, તેમ ઘનકમી હોય છતાં પણ ધમને આશ્રય કરવાથી તે મેક્ષે જાય છે.” આ પ્રમાણે દેશના આપીને પ્રભુ વિરામ પામ્યા, એટલે હસ્તિપાળ રાજાએ પ્રભુને નમીને કહ્યું કે-હે સ્વામિન્ ! મેં આજે સ્વપ્નમાં અનુક્રમે હાથી, કપિ, ક્ષીરવાળું વૃક્ષ, કાકપક્ષી, સિંહ, કમળ, બીજ અને કુંભ એ આઠ વાનાં જોયાં છે તે તેનું ફળ શું થશે તે કહે." ભગવન્! એવું સ્વપ્ન જેવાથી મને ભય લાગે છે. આ પ્રમાણે હસ્તિપાળે પૂછ્યું, એટલે પ્રભુ બોલ્યા-”હે રાજન ! સાંભળ – ૧ હવેથી ક્ષણિક સમૃદ્ધિના સુખમાં લુબ્ધ થયેલા શ્રાવકો વિવેક વિનાની જડતાથી હાથી જેવા છતાં ઘરમાં પડ્યા રહેશે, મહા દુઃખી સ્થિતિ અથવા પરચક્રને ભય ઉત્પન થશે તે પણ તેઓ દીક્ષા લેશે નહીં. કદિ દીક્ષા ગ્રહણ કરી હશે તે તેને પણ કુસંગ થવાથી છેડી દેશે. કુસંગ થવાથી લીધેલા વ્રતને પાળનારા વિરલા થશે. આ પ્રમાણે પહેલા હાથીના સ્વપ્નનું ફળ છે. ૨ બીજા કપિના સ્વપ્નનું ફળ એવું છે કે ઘણું કરીને ગચ્છના સ્વામીભૂત આચાર્યો કપિની જેવા ચપળ પરિણામી, અ૫ સવવાળા અને વ્રતમાં પ્રમાદી થશે. એટલું જ નહી પણ ધર્મમાં રહેલા બીજાઓને પણ વિપર્યાસ ભાવ કરાવશે. ધર્મના ઉદ્યોગમાં તત્પર તો કઈ વિરલા નીકળશે. જેએ પિતે પ્રમાદી છતાં ધર્મમાં શિથિલ એવા બીજાએને શિક્ષા આપશે, તેઓની ગામડામાં રહેલા શહેરીની જેમ ગ્રામ્ય જને હાંસી કરે તેમ ૧ આ વખોમાં હાથી, કપિ વિગેરે માત્ર સ્પષ્ટ દીઠા નથી પણ તે જુદી જુદી સ્થિતિમાં દીઠા છે. તેનું ને તેના ફળનું વિશેષ વર્ણન દિવાળીક૯૫માંથી જાણી લેવું.. ૮
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy