SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ સર્ગ ૧૨ મે થશે. તે મહાત્મા પિતાની પ્રજાને પિતાની જેમ પાલન કરીને મોટી સમૃદ્ધિમાન કરશે, સરલ છતાં અતિ ચતુર, શાન્ત છતાં આજ્ઞામાં ઈદ્ર છે અને ક્ષમાવાન છતાં અધષ્ય એ તે ચિરકાળ આ પૃથ્વી પર રાજ્ય કરશે. ઉપાધ્યાય જેમ પિતાના શિષ્યોને વિદ્યાપૂર્ણ કરે તેમ તે પિતાની પ્રજાને પોતાના જેવી ધર્મનિષ્ટ કરશે. શરણેશ્રુઓને શરણ કરવા લાયક અને પરનારીસહોદર તે રાજા પ્રાણથી અને ધનથી પણ ધર્મને બહુ માનશે. પરાક્રમ, ધર્મ, દયા, આજ્ઞા અને બીજા પુરૂષગુણેથી તે અદ્વિતીય થશે. તે રાજા ઉત્તર દિશામાં તુરૂષ્ક (તુર્કસ્થાન) સુધી, પૂર્વમાં ગંગા નદી સુધી, દક્ષિણમાં વિધ્યગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીને સાધશે. એક વખતે વજશાખા અને ચાંદ્રકુળમાં થયેલા આચાર્ય હેમચંદ્ર તે રાજાના જોવામાં આવશે. તે ભદ્રિકરાજા મેઘના દર્શનથી મયૂરની જેમ તે આચાર્યના દર્શનથી હર્ષિત થઈ તેમને વંદના કરવાની ત્વરા કરશે. સૂરિ જિનચૈત્યમાં ધર્મદેશના દેતા હતા, ત્યાં તેમને વંદના કરવાને માટે તે રાજ પેતાના શ્રાવક મંત્રીઓની સાથે આ ત્યાં પ્રથમ દેવને નમસ્કાર કરીને પછી તત્વને નહીં જાણતાં છતાં પણ તે રાજા શુદ્ધ ભાવથી આચાર્યને વાંદશે. પછી તેમના મુખથી શુદ્ધ ધર્મદેશના પ્રીતિપૂર્વક સાંભળીને તે રાજા સમકિતપૂર્વક અણુવ્રત (શ્રાવકનાં વ્રત) સ્વીકારશે. પછી સારી રીતે બોધને પ્રાપ્ત કરીને તે રાજા શ્રાવકના આચારનો પારગામી થશે, અને રાજસભામાં બેઠે છતાં પણ તે ધમંગછીથી પોતાના આત્માને રમાડશે, અર્થાત્ ધર્મચર્ચા કરશે. પ્રાય: નિરંતર બ્રહ્મચર્ય પાળનાર તે રાજા અન્ન, શાક અને ફળાદિ સંબંધી અનેક નિયમો વિશેષ પ્રકારે ગ્રહણ કરશે. સદ્દબુદ્ધિવાન તે રાજા અન્ય સાધારણ સ્ત્રીઓને તજી દેશે એટલું જ નહિ પણ પિતાની ધર્મપત્નીઓને પણ બ્રહ્મચર્ય પાળવાનો પ્રતિબોધ કરશે. સૂરિના ઉપદેશથી જીવ અજીવ વિગેરે તને જાણનાર તે રાજા આચાર્યની જેમ બીજાઓને પણ બેધિ (સમ્યક્ત્વ) પ્રાપ્ત કરાવશે. અત્ ધર્મના દ્રષી એવા પાંડુરોગી બ્રાહ્મણો પણ તેની આજ્ઞાથી ગર્ભશ્રાવક જેવા થઈ જશે. પરમ શ્રાવકપણાને પ્રાપ્ત કરનાર અને ધર્મ જાણનાર તે રાજા દેવપૂજા અને દન કર્યા વગર ભોજન કરશે નહીં. તે રાજા અપુત્ર મૃત્યુ પામેલાઓનું દ્રવ્ય લેશે નહી. વિવેકનું ફળ એ જ છે અને વિવેકીઓ સદા તૃપ્ત જ હોય છે.” પાંડુ જેવા રાજાઓએ પણ જે મૃગયા (શિકાર) છોડે નહીં તેને એ રાજા છોડી દેશે અને તેની આજ્ઞાથી બીજા સર્વ પણ છોડી દેશે. હિંસાને નિષેધ કરનાર એ રાજા રાજ્ય કરતે છતે મૃગયાની વાત તો દૂર રહી, પણ માંકણ કે જુ જેવા શુદ્ર પ્રાણીઓને અંત્યજ પણ મારી શકશે નહીં. પાપદ્ધિ (મૃગયા)ને નિષેધ કરનારા મહાન રાજાના રાજ્યમાં અરણ્યમાં રહેતી સર્વ મૃગજાતિઓ ગષ્ટની ગાયોની જેમ સદા નિવિદને વાગોળશે. શાસનમાં પાકશાસને (ઈ) જેવો તે રાજા સર્વ જળચર, સ્થળચર અને ખેચર પ્રાણીઓની રક્ષા કરવાને માટે કાયમની અમારી શેષણ કરાવશે. જેઓ જન્મથી જ માંસના ખાનારા હતા તેઓ પણ તેની આજ્ઞાથી દુઃસ્વપ્નની જેમ માંસની વાર્તા પણ ભૂલી જશે. પૂર્વે દેશની રીતિથી શ્રાવકે એ જેને પૂરેપૂરું છોડવું નહોતું તેવા મદ્યને આ નિર્દોષ રાજા સર્વત્ર છોડાવી દેશે. તે રાજા આ પૃથ્વી પર મને એવું રૂંધી દેશે કે જેથી કુંભકાર પણ મદ્યના પાત્રને ઘડવા છોડી દેશે. મદ્યપાનના વ્યસનથી જેમની સંપત્તિ ક્ષીણ થઈ ગઈ છે એવા પુરૂ એ મહારાજાની આજ્ઞાથી મને છોડી દેવાવડે સંપત્તિવાન થશે પૂર્વે નળ વિગેરે રાજાઓએ પણ જે છુતક્રીડાને છોડી નથી, તે દ્યુતનું નામ પણ શત્રુના નામની જેમ તે ઉમૂલન કરી દેશે. તેનું ઉદયવાળું શાસન ચાલતાં આ પૃથ્વી૧, જન્મથી થયેલ શ્રાવક, ૧ ઢેડ, ચમાર વિગેરે એનીવણ.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy