SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૧૨ વિતભયપત્તનમાં દેવતાએ કરેલી રેણુની વૃષ્ટિ, તેથી પ્રદ્યોતરાજાએ સ્થાપેલી જીવિતસ્વામીની પ્રતિમા સહિત વીતભયનગરનું દટાઈ જવું, અભયકુમારે લીધેલી દીક્ષા, કૃણિકચરિત્ર, ચેપ્લરાજ ચરિત, ઉદાયિરાજા-મહાવીર સ્વામીના પરિવારનું વર્ણન, અભયકુમારે શ્રી મહાવીર પ્રભુને પ્રણામ કરીને ફરીથી પૂછયું કે, “હે સ્વામી ! રાજર્ષિ ઉદાયનનું પરિણામે શું થશે?’ ઉત્કૃષ્ટ તીર્થંકર નામકર્મની નિર્જરા કરવામાં તત્પર એવા શ્રી જ્ઞાતનંદન પ્રભુ તેના ઉત્તરમાં બોલ્યા કે-“હે અભયકુમાર ! પૃથ્વી પર વિહાર કરતાં એ ઉદાયન રાજર્ષિને અન્યદા અકાળે અપશ્ય ભૂજન કરવાથી મહા વ્યાધિ ઉત્પન્ન થશે. તેમની ચિકિત્સા કરતાં નિષ્પા૫ આશયવાળા વૈદ્યો તેમને કહેશે કે, “હે ગુણરત્નના સાગર ! તમે સ્વદેહમાં નિઃસ્પૃહ છે, તથાપિ આ રોગની શાંતિને માટે દહીં ખાઓ.” પછી રાજર્ષિ ત્યાંથી વિહાર કરી કોઈ ગાના સ્થાનમાં આવશે; કારણ કે ત્યાં નિર્દોષ દધિની ભિક્ષા સુલભ હોય છે. ત્યાંથી વિહાર કરીને જ્યાં પોતાના ભાણેજ કેશીને રાજા કરેલ છે, તે વીતભય નગરમાં આવશે. ઉદાયનને આવેલા જાણી કેશીરાજાના મંત્રીઓ તેને કહેશે કે હે રાજન ! તમારા માતલ ઉદાયન જરૂર તપથી કંટાળી જઈને આવ્યા જણાય છે, ઈદ્રપદ જેવા રાજ્યને છોડી દેવાથી જરૂર તે પસ્તાયા છે, તેથી તે પાછા રાજ્ય લેવા ઈચ્છતા હોય એમ લાગે છે, માટે તમે તેને વિશ્વાસ કરશે નહીં.” તે સાંભળી કેશી બાલશે કે, તે પિતાનું રાજ્ય પાછું ગ્રહણ કરે તો તેમાં મને શી ચિંતા છે? જો ધનવાન પિતાનું ધન લઈ લે તો તેમાં ગોપાળને શા માટે કોપ થાય ?” પછી મંત્રીઓ કહેશે કે, “હે રાજન ! તમને તમારા પુણ્યથી આ રોચ્ચે પ્રાપ્ત થયું છે, કાંઈ કોઈએ આપ્યું નથી અને વળી રાજધર્મ પણ તેજ છે. ક્ષત્રિય તે પિતા, ભાઈ, મામા, મિત્ર કે બીજાની પાસેથી બળાત્કારે પણ રાજ્ય લઈ લે છે, તો જે આપ્યું હે તેને તો કોણ છોડી દે ?” મંત્રીઓના આવા અતિ આગ્રહવાળા વચનથી કેશી ઉદાયન ઉપરની ભક્તિને તજી દેશે અને કહેશે કે, હવે મારે શું કરવું ?’ એટલે તેઓ ઉદાયન મુનિને વિષ અપાવવાની સલાહ આપશે. તે ઉપરથી કેશી કોઈ પશપાલિકાની પાસે ઝેરમિશ્રિત દહી અપાવશે. “જે બીજાની પ્રેરણાને વશ થઈ જાય તેનામાં શી બુદ્ધિ હેય?? ઉદાયન પર ભક્તિવાળા દેવતા તે વિષને હરી લઈ મુનિને કહેશે કે, “તમને અહીં વિષમિશ્રિત દહીંની પ્રાપ્તિ થાય તેમ છે, માટે હવે દધિની સ્પૃહા કરશે નહીં.” તે ઉપરથી ઉદાયન મુનિ દહીંને છોડી દેશે, એટલે તેમના શરીરમાં રેગ વૃદ્ધિ પામશે. “રગ પણ ભૂતની જેમ કાંઈ પણ છળ પામીને વધે છે. રોગ વૃદ્ધિ પામવાથી તેને નિગ્રહ કરવાને માટે ઉદાયન મુનિ પાછા દધિ ગ્રહણ કરશે, પણ દેવતા ત્રણવાર તેમાંથી વિષને દૂર કરી નાખશે. એકવાર તે દેવ પ્રમાદથી વિષને હરી શકશે નહીં,
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy