SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૭૭ સમૃતિ યાદ કરી રૂદન કરવા લાગી. “મંદભાગ્યવાળાને દુઃખમાં રૂદન કરવું, તે મિત્ર સમાન છે.” માતાને રૂદન કરતી જોઈ કપિલ પણ ઊંચે સ્વરે રૂદન કરવા લાગે. કારણ કે દર્પ ણમાં પ્રતિબિંબની જેમ આપ્તજનમાં શક સંકે મેત થાય છે. બંને નેત્રેથી અશ્ર ની બે ધારાવાળું માતાનું મુખ ઊંચું કરીને કપિલ બોલ્યા કે, હે માતા ! તમે શા માટે રૂઓ છો ?” માતાએ પેલા પુરોહિતને બતાવીને કહ્યું કે-વત્સ ! આ બ્રાહ્મણની જેમ તારા પિતા પણ એક વખત તેવી જ સંપત્તિવાળા હતા, તેને સંભારીને હું રૂદન કરું છું. જ્યારે તે તારા પિતાની જેવા ગુણ ઉપાર્જન કર્યા નહીં ત્યારે તારા પિતાની ર પ્રાપ્ત થઈ. નિર્ગુણ પુત્ર પિતાની સમૃદ્ધિને રાખી શકતા નથી.” તે સાંભળી કપિલ બોલ્યા“માતા ! હું ગુણને અથી થઈને હવે અભ્યાસ કરૂં' માતાએ કહ્યું કે, “અહીં તો સર્વે તારા ઈર્ષાળુ લોકો છે, તેથી અહીં તને કોણ ભેણાવશે? તેથી જે તારી એવી વૃત્તિ હોય તો શ્રાવસ્તી નગરીએ જા. ત્યાં ઈદ્રદત્ત નામે તારા પિતાને મિત્ર રહે છે. હે વહાલા પુત્ર! એ સર્વ શાસ્ત્રવેત્તા બ્રાહ્મણ વિદ્યાને અર્થે આવેલા તને પુત્ર સમાન જાણ પિતાવત્ પ્રસન્ન થઈને કળાપૂર્ણ કરશે.” પછી કપિલ ઈદ્રદત્તની પાસે ગયા અને વિજ્ઞપ્તિ કરી કે, “મને શાસ્ત્રાધ્યયન કરાવો, તમારા વિના મારે બીજું કોઈ શરણ નથી.’ ઉપાધ્યાય બોલ્યાવત્સ ! તું મારા ભાઈને પુત્ર છું. આ વિદ્યાનો મનોરથ કરીને તેં તારા પિતાને લજિત નથી કર્યો. પણ હું તને શું કહું? નિર્ધનપણને લીધે તારું આતિથ્ય કરવા હું અશક્ત છું. તું અભ્યાસ તો કર, પણ નિત્ય ભજન કયાં કરીશ? ભેજન વગર ભણવાને મનોરથ વ્યર્થ થશે. કેમકે ભજન વિના તો મૃદંગ પણ વાગતું નથી. કપિલ બોલ્યાપિતા ! ભિક્ષા વડે મારું ભોજન થઈ રહેશે. મુંજની કટિમેખલા અથવા જનોઈને ધારણ કરનારા વિપ્રબટુકોને મિક્ષ લે”િ એટલા શબ્દોથી ભેજન મળવું સિદ્ધ જ છે. બ્રાહ્મણ કદી હાથી ઉપર ચડડ્યો હોય તો પણ ભિક્ષા માગવાથી શરમાતો નથી. ભિક્ષુક બ્રાહ્મણ રાજાની જેમ ક્યારે પણ કોઈને આધીન નથી.” ઇદ્રદત્ત બોલ્યા-વત્સ! તપસ્વીઓને તો ભિક્ષા શ્રેષ્ઠ છે, પણ તને તો કદિ એકવાર ભિક્ષા ન મળી તે અભ્યાસ શી રીતે કરી શકીશ ?' આ પ્રમાણે કહી તે બાળકને પોતાની આંગળીએ વળગાડી ઈદ્રદત્ત કોઈ ધનાઢય. શાલિભદ્ર નામના શેઠને ઘેર ગયો અને ઘરની બહાર ઊભે. અહીં “૩૪ મૂકું વ: :” ઈત્યાદિક ગાયત્રીમંત્રને ઉંચે સ્વરે ભણું પિતાના આત્માને બ્રાહ્મણ તરીકે ઓળખાવે. શ્રેષ્ઠીએ તેને બોલાવી પૂછ્યું કે, ‘તુ શું માગે છે?” તે બોલે કે, આ વિપ્રબટુકને પ્રતિદિન ભેજન આપ” શ્રેણીએ તે આપવાને કબુલ કર્યું. પછી કપિલ શેઠને ઘેર ભેજન કરી આવી ઈદ્રદત્તની પાસે પ્રતિદિન અધ્યયન કરવા લાગ્યા. શાલિભદ્ર શેઠને ઘેર ભેજન કરવા જતો ત્યારે દરરોજ કોઈ એક યુવાન દાસી તેને પીરસતી હતી. આ યુવાન વિદ્યાથી ઉપહાસ્ય કરતાં તેણીની ઉપર રાગી થયો. “યુવાન પુરૂષોને સ્ત્રીનું સાનિધ્યપણુ કામદેવરૂપ વૃક્ષને દેહદ તુલ્ય છે. તે દાસો પણ તેના પર રક્ત થઈ, અનુક્રમે તેઓ પરસ્પર કામક્રીડા કરવા લાગ્યા. એક વખતે બીજા પુરૂષને ન ઈચ્છતી એવી તે દાસીએ એકાતે આવી કપિલને કહ્યું, તમે જ મારા પ્રાણનાથ છો, છતાં તમે નિર્ધાન છે, તેથી હું માત્ર પ્રાણયાત્રાને માટે બીજા પુરૂષને ભજું છું. કપિલે તે કબુલ કર્યું. એક વખતે તે નગરમાં દાસીઓને ઉત્સવનો દિવસ આવ્યું. તે સમયે આ દાસી પુષ્પ પત્ર વિગેરેની ચિંતાથી ખેદ પામી. તેને ખેદ કરતી જોઈ કપિલ બોલ્ય- હે સુંદરી! ઝાકળથી કરમાયેલી કમળિનીની જેમ તું કેમ નિસ્તેજ જણાય છે ?” તે - ૨૩
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy