SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૬૫ પ્રદ્યોતરાજાના રાજ્યમાં અગ્નિભીરૂ રથ, શિવાદેવી રાણ, અનલગિરિ હાથી અને લેહઅંધ નામે લેખ લઈ જનાર દૂત એ ચાર રત્નો હતા. રાજા વારંવાર લેહજંઘને બ્રગુકચ્છ નગરે મોકલતો હતો. તેના વારંવાર જવા આવવાથી કલેશ પામેલા ત્યાંના લેકોએ વિચાર્યું કે, “આ એક દિવસે પચવીશ પેજન આવે છે અને વારંવાર આપણી ઉપર નવા નવા હુકમો લાવ્યા કરે છે માટે તેને આપણે મારી નાખીએ.’ આ વિચાર કરી તેઓએ એક દિવસ તેના ભાતામાં વિષમિશ્રિત લાડુ મૂક્યા ને સારા હતા તે લઈ લીધા. તે ભાતું લઈને લોહજઘ અવંતી તરફ ચાલ્યો. કેટલાક માર્ગ ઉ૯લંઘન કરી કોઈ નદીના તટ ઉપર તે ભાતું ખાવા બેઠે. ત્યાં તેને અપશુકનોએ નિવાર્યો. વળી તે દુર ગયે, ત્યાં પણ અપશુકોએ નિવાર્યો. એટલે ભાતું ખાધા વિના અવંતીએ આવીને એ વૃત્તાંત તેણે પ્રદ્યોત રાજાને કહ્યો. રાજાએ અભયકુમારને બોલાવીને પૂછયું, એટલે તે બુદ્ધિમાને ભાતાની કોથળી મંગાવી સુંઘીને કહ્યું કે, “આમાં તેવા પ્રકારના દ્રવ્ય સંયોગથી દષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયે છે. તેથી જે આ કોથળી લેહજંઘે છેડી હોત તો તે દગ્ધ થઈ જાત. માટે હવે આને અરણ્યમાં પરા મુખ રહીને મૂકી ઘો.” રાજાએ તે પ્રમાણે મૂકાવ્યું, એટલે તેની દષ્ટિથી ત્યાંના વૃક્ષે દગ્ધ થઈ ગયા અને તે મૃત્યુ પામી ગયા. આ સઘળું જઈ ચંડપ્રદ્યોતે અભય કુમારને કહ્યું કે “અભય ! તે હજઘને બચાવ્યો છે, તેથી છૂટા થવાની માગણી વગર બીજું વરદાન માગ.” અભયકુમાર બોલ્યા કે, “એ વરદાન થાપણરૂપે જ તમારી પાસે રાખું છું.” સમુદ્રમાંથી લક્ષ્મીની જેમ ચંડપ્રોત રાજાને અંગારવતી રાણીથી વાસવદત્તા નામે એક પત્રી હતી. ધાત્રીજને લાલન કરેલી તે પુત્રી અનક્રમે સાક્ષાત રાજ્યલકમીની જેમ રાજગૃહના આંગણામાં રમતી હતી. સર્વ લક્ષણવડે સંપૂર્ણ અને વિનયાદિ ગુણોથી યુક્ત એવી તે બાળાને અતિ વાત્સલ્યને લીધે પ્રતરાજા પુત્રથી પણ અધિક માનતો હતો. તે બાળ ગુરૂની પાસેથી સર્વ કળા શીખી, માત્ર કોઈ યોગ્ય ગુરૂ વગર ગંધર્વવેદ શીખવે બાકી દો. એક વખતે રાજાએ પોતાના બહુદષ્ટ અને બહુશ્રુત મંત્રીને પૂછયું કે, “આ દુહિતાને ગંધર્વની શિક્ષામાં કોણ ગુરૂ થશે?” મંત્રી બેત્યે કે જાણે તુંબરૂ ગંધર્વની બીજી મૂત્તિ હોય તે ઉદયન નામે રાજા છે, તેની પાસે ગાંધર્વકળા બહુ અતિશયવાળી સંભળાય છે. તે વનમાં ગીત વડે મેહ પમાડીને મોટા ગજે દ્રોને પણ બાંધી લે છે. જ્યારે તે વનમાં જઈને ગીત ગાય છે ત્યારે તેથી મોહ પામેલા ગજે જાણે સ્વાદિષ્ટ રસ પીતા હેય તેમ બંધનને પણ ગણતા નથી. ગીતના ઉપાયથી જેમ તે વનમાં હાથીઓને બાંધી લે છે તેમ તેને બાંધીને અહીં લાવવાને પણ ઉપાય છે. તે કાર્ય માટે આપ જાણે સાચે હોય તે કાષ્ટને એક હસ્તી કરાવે, તેમાં એ યંત્રપ્રયોગ કરાવો કે જેથી તે ગતિ અને આસન વિગેરે ક્રિયાઓ કરે. તે કાષ્ટગજની મધ્યમાં શસ્ત્રધારી પુરૂ રહે અને તેને યંત્રથી ચલાવે. પછી તે હાથીને જોઈને વત્સરાજ પકડવા આવે, એટલે તેને બાંધીને અંદરના પુરૂષે અહીં લઈ આવે. આ પ્રમાણે થવાથી કબજામાં આવેલ ઉદયનરાજા તમારી દુહિતા વાસવદત્તાને ગાંધર્વવિદ્યા શીખવશે.” રાજા સાબાશી આપવા સાથે તેના વિચારમાં સંમત થયે. એટલે મંત્રીએ સાચા હાથીથી પણ ગુણમાં અધિક એવો કાષ્ટને હાથી કરાવ્યો. દંતઘાત, કર (સુંઢ)ને ઉક્ષેપ, ગર્જના અને ગતિ વિગેરેથી વનચરેએ તેને કૃત્રિમ હાથી જાણે નહીં. એટલે તેઓએ જઈને તે ગજેંદ્રના ખબર ઉદયન રાજાને આપ્યા. પછી ઉદયનરાજા તેને બાંધી લેવાને
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy