SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૩ થઈ વિચરે છે પણ હું તે ચરણની રક્ષાને માટે ઉપાનહ રાખીશ. આ સાધુઓ શીળવડે સુગંધી છે અને હું શીળવડે સુગંધી નથી તેથી મારે સુગંધને માટે શ્રીખંડ ચંદનના તિલકે થાઓ. આ મહર્ષિએ કષાયરહિત હોવાથી શુકલ અને જીર્ણ વસ્ત્રધારી છે તે કષાયવાળા એવા મારે કષાય (રંગેલા) વસ્ત્રો છે. આ મુનિઓએ તો ઘણું જીવોની વિરાધનાવાળા સચિત્ત જળને આરંભ ત્યજ્ય છે. પણ મારે મિત જળથી નાનપાન થાઓ.” આ પ્રમાણે પિતાની બુદ્ધિથી વિચાર કરીને કષ્ટથી કાયર એવા મરિચિએ લિંગને નિર્વાહ કરવાને ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કર્યો. મરિચિનો આવો નવીન વેષ જોઈને બધા લે કે તેને ધર્મ પૂછતા હતા, ત્યારે તે શ્રી જિનેએ કહેલા સાધુધર્મને કહેતો હતો. પછી લો કે તેને પુનઃ પૂછતા કે “તમે તેવા સાધુધર્મને કેમ આચરતા નથી ?” ત્યારે તે કહેતા કે “તે મેરૂના ભાર જેવા સાધુધર્મને વહન કરવાને હું સમર્થ નથી.” પોતાના કરેલા ધર્મના વ્યાખ્યાનથી પ્રતિબોધ પામી જે ભવ્યજને સાધુ થવા ઈચ્છતા તેને મરિચિ શ્રી ઋષભદેવ પ્રભુને સોંપી દેતે હતો. આવા આચારવાળે મરિચિ પ્રભુની સાથે વિહાર કરતો હતો. એક વખતે પ્રભુ ફરીવાર વિનીતા નગરી સમીપે આવીને સમોસર્યા. ત્યાં ભરતચકીએ પ્રભુ પાસે આવી ભાવી અરિહંતાદિ સંબંધી પૂછ્યું, એટલે પ્રભુએ ભવિષ્યમાં થનારા અહંત, ચક્રવતી, વાસુદેવ અને બલદેવ કહી બતાવ્યા. પછી ભરતે ફરીવાર પૂછયું કે –“હે નાથ ! આ સભામાં તમારી જેમ આ ભરતક્ષેત્રમાં આ વીશમાં તીર્થકર થનાર કોઈ ભવ્ય જન છે?” તે વખતે પ્રભુ મરિચિને બતાવીને બેલ્યા કે-આ તારે પુત્ર મરિચિ આ ભરતક્ષેત્રમાં વીર નામે છેલલા તીર્થકર થશે. વળી પિતનપુરમાં ત્રિપૃષ્ટ નામે પહેલે વાસુદેવ અને વિદેહ ક્ષેત્રને વિષે મૂકાપુરીમાં પ્રિયમિવ નામે ચક્રવતી થશે.” તે સાંભળી પ્રભુની આજ્ઞા લઈને ભરત મરિચિ પાસે આવ્યા અને ત્રણ પ્રદક્ષિણા દઈને તેને વંદના કરી. પછી કહ્યું કે “શ્રી ઋષભપ્રભના કહેવા પ્રમાણે તમે આ ભરતક્ષેત્રમાં ચરમ તીર્થંકર થશો. પિતનપુરમાં ત્રિપુટ નામે પહેલી વાસુદેવ થશે અને વિદેહક્ષેત્રની મૂકાપુરીમાં પ્રિય મિત્ર નામે ચક્રવતી થશે. તમે સંન્યાસી છે તેથી હું તમને વાંદત નથી, પણ ભાવી તીર્થકર છે તેથી તમને વંદન કરું છું' આ પ્રમાણે કહી વિનયવાનું ભરતકી પ્રભુને ફરીવાર વંદના કરીને હર્ષ પામતા વિનીતાનગરીમાં આવ્યા. મરિચિ ભરતચક્રીએ કહેલી હકીકત સાંભળી હર્ષથી ત્રણવાર ત્રિપદી વગાડીને નાચવા લાગે, અને ઉંચે સ્વરે કહેવા લાગ્યું કે, “પતનપુરમાં હું પહેલે વાસુદેવ થઈશ, મૂકાનગરીમાં ચક્રવતી થઈશ અને પછી ચરમ તીર્થંકર થઈશ. હવે મારે બીજાની શી જરૂર છે? હું વાસુદેવામાં પહેલે, મારા પિતા ચક્રવતીઓમાં પહેલા અને મારા પિતામહ તીર્થકરોમાં પ્રથમ. અહો ! મારું કુળ કેવું ઉત્તમ છે ?” એવી રીતે વારંવાર ભુજાસ્કેટ કરી જાતિમદ કરતાં મરિચિએ નીચ ગોત્ર ઉપાર્જન કર્યું. શ્રી કષભસ્વામીના નિર્વાણ પછી પણ સાધુઓની સાથે વિહાર કરતા મરિચિ ભવ્ય જનને બોધ કરી કરીને સાધુઓની પાસે મોકલતે હતે. એક વખતે મરિચિ વ્યાધિગ્રસ્ત છે. તે વખતે આ સંયમી નથી, એવું ધારીને બીજા સાધુઓએ તેની આશ્વાસના કરી નહીં, તેથી ગ્લાનિ પામીને મરિચિએ મનમાં વિચાર્યું કે, “અહો ! આ સાધુઓ કે જેઓ દાક્ષિણ્ય વગરના, નિર્દય, સ્વાર્થ માંજ ઉદ્યમવંત અને લેકવ્યવહારથી વિમુખ છે તેમને
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy