SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મે ૧૫૯ પગલું ભરવાને પણ શક્તિવાન રહ્યું નહીં. જ્યારે બીજે કાંઈ ઉપાય સુઝ નહીં ત્યારે - તેણે કાન ઉપરથી હાથ લઈ લઈને કાંટે કાઢવા માંડશે. તે વખતે પ્રભુના મુખની વાણી આ પ્રમાણે તેના સાંભળવામાં આવી. “જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, નેત્ર નિમેષ રહિત હોય છે, પુષ્પમાલા ગ્લાનિ પામતી નથી અને શરીર પ્રસ્વેદથી તથા રજથી રહિત હોય છે તે દેવતા કહેવાય છે.” આટલાં વચન સાંભળવાથી “મેં ઘણું સાંભળી લીધું, તેથી મને ધિક્કાર છે' એમ વિચારતે, ઉતાવળે પગમાંથી કાંટે કાઢી અને પાછા કાન પર હાથ મૂકી રૌહિણેય ત્યાંથી પિતાને કામે ગયે. હવે તે ચોર પ્રતિદિન શહેરમાં ચોરી કરતો, તેથી કંટાળીને ગામના શેઠીઆએ શ્રેણિક રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે, “હે દેવ! તમે રાજ્ય કરતા છતા અમને બીજે કંઈ પણ ભય નથી પણ અદશ્ય ચેટકની જેમ કેઈ ચેર અદશ્ય રહીને અમને લુંટે છે. બંધુની જેમ તેમની આ પીડા સાંભળીને શ્રેણિક રાજાએ કોપ કરી કેટવાળને બાલાવીને કઈ કે -અરે કેટવાળ! શું તમે ચોર થઈને કે ચોરના ભાગીદાર થઈને મારે પગાર ખાઓ છો? કે જેથી તમારી ઉપેક્ષાવડે આ પ્રજાજનને ચોરે લુંટે છે.” કેટવાળા બોલે કે “મહારાજકઈ રૌહિણેય નામને ચાર નગરજનોને એવી રીતે લુટે છે કે, તેને અમે જોઈએ છીએ, તે પણ તે પકડી શકાતું નથી. વિજળીના ઉછળતા કીરણની જેમ તે ઉછળી, વાનરની જેમ ઠેકી, એક હેલામાત્રમાં તે એક ઘેરથી બીજે ઘેર પહોંચી જાય છે, અને નગરને કીલે પણ ઓળંગી જાય છે. અમે તેના જવાને માગે પાછળ પાછળ જઈએ છીએ તે ત્યાં તે જોવામાં આવતો નથી. અને જે એક પગલા માત્ર તેને છોડયે તો તે સે પગલાં અમારાથી દૂર જતો રહે છે. હું તો તેને પકડવાને કે હણવાને શક્તિમાન નથી, માટે આ તમારે કેટવાળપણાને અધિકાર ખુશીથી પાછે લઈ . પછી રાજાએ ભ્રકુટીની સંજ્ઞાથી સૂચવ્યું, એટલે અભયકુમારે કેટવાળને કહ્યું કે, “તમે ચતુરંગ સેનાને સજજ કરીને નગરની બહાર રાખે; પછી જ્યારે ચેર અંદર પેસે ત્યારે લશ્કરે ફરતું ફરી વળવું અને અંદરથી તે ચારને ત્રાસ પમાડે, એટલે પાશલામાં હરણ આવીને પડે તેમ તે વિજળીના ઝબકા રાની જેમ ઉછળીને સ્વયમેવ રીન્યમાં આવી પડશે, પછી જાણે તેના જામીન હોય તેમ એ મહાચરને પ્રમાદ રહિત સાવધાન રહેલા સુભટોએ પકડી લે.' આ પ્રમાણેની અભયકુમારની આજ્ઞાનું પ્રમાણ કરી કોટવાળ ત્યાંથી નીકળે અને ગુપ્ત રીતે સેનાને સજજ કરી. રાજાએ આજ્ઞા કરી તે દિવસે રૌહિણેય બીજે ગામ ગયેલ હતો તેથી આ વાતની તેને ખબર પડી નહીં. એટલે તે બીજે દિવસે પાણીમાં હાથી પેસે તેમ નગરમાં પેઠે અને ત્યાંથી નગર કરતા કરી વળેલા સૈન્યની જાળમાં મીનની જેમ સપડાઈ ગયે. તેને બાંધીને કેટવાળે રાજાની પાસે રજુ કર્યો. “રાજનીતિ પ્રમાણે પુરૂષોની રક્ષા અને દુર્જનોને નિગ્રહ રાજાએ કરવો જોઈએ, તેથી આનો નિગ્રહ કરો.” એમ કહીને રાજાએ તેને અભય. કુમારને સે. અભયકુમારે કહ્યું કે-છળવડે પકડાયેલ હોવથી ચેરીના મુદ્દા અથવા તેની કબુલાત સિવાય આ ચાર નિગ્રહ કરવાને ગ્ય થતું નથી, માટે તેને નિગ્રહ વિચારીને કરવું જોઈએ.” એટલે રાજાએ રૌહિણેયને પૂછ્યું કે તું ક્યાં રહેવાસી છું? તારી આજીવિકા કેવા પ્રકારે ચાલે છે ? તું આ નગરમાં શા માટે આવ્યું હતું ? અને તારું નામ રોહિણેય કહેવાય છે તે ખરૂં છે ?' પિતાના નામથી શંતિ થઈ તેણે રાજાને કહ્યું કે, “હું શાલિગ્રામમાં રહેનાર દુગચંડ નામે કુટુંબી (કણબી) છું. કેઈ પ્રજને કૌતુક થતાં આજે અહીં આવ્યું હતું અને કોઈ દેવાલયમાં રાત્રિ રહ્યો હતો. રાત્રિ ઘણી ગયા પછી
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy