SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ સર્ગ ૧૦ મે નગરીમાં આવ્યા. પ્રભુને સમવસરેલા જાણી તેમને નમવાને માટે અતિશય શ્રદ્ધાથી લોક સત્વર નગરમાંથી બહાર આવ્યા. તે અવસરે ધન્ય ને શાલિભદ્ર બંને મુનિ મા ખમણના પારણાને માટે ભિક્ષા લેવા જવાની આજ્ઞા લેવા સારૂ પ્રભુ પાસે આવ્યા અને નમસ્કાર કરીને ઊભા રહ્યા. પછી શાલિભદ્ર પ્રત્યે પ્રભુએ કહ્યું કે, “આજે તમારી માતા પાસેથી મળેલા આહારથી તમારે પારણું થશે.” એટલે હું ઈચ્છું છું.' એમ કહી શાલિભદ્ર મુનિ ધન્યની સાથે નગરમાં ગયા. બંને મુનિ ભદ્રાના ગૃહદ્વાર પાસે આવીને ઊભા રહ્યા, પણ તપસ્યાથી થયેલી અત્યંત કૃશતાને લીધે તે એ કાઈને ઓળખવામાં આવ્યા નહીં. વળી શ્રી વિરપ્રભુ, શાલિભદ્ર અને ધન્ય મુનિ આજે અહીં પધાર્યા છે, તેથી હું તેમને વાંદવા જાઉં.” એવી ઈચ્છાથી આકુળવ્યાકુળ થયેલી રોમાંચિત શરીરવાળી ભદ્રા પણ તે વ્યવસાયમાં રોકાઈ રહી, તેથી તેનું પણ તે તરફ ધ્યાન ગયું નહીં. અહીં બને મુનિ ક્ષણવાર ઊભા રહીને તરત જ પાછા વળ્યા. તેઓ નગરના દરવાજામાંથી બહાર નીકળતા હતા તેવામાં શાલિભદ્રની પૂર્વ ભવની માતા ધન્ય નગરમાં દહી ઘી વેચવાને આવતી સામી મળી. શાલિભદ્રને જોતાં તેના સ્તનમાંથી પય ઝરવા લાગ્યું. પછી બંને મુનિના ચરણમાં વંદના કરીને તેણીએ ભક્તિપૂર્વક દહીં વહરાવ્યું. ત્યાંથી શાલિભદ્ર મુનિ વીર પ્રભુની પાસે આવ્યા અને ગોચરી આળેવી અંજલિ જેડીને પૂછયું કે “હે પ્રભુ! આપના કહેવા પ્રમાણે મને મારી માતા પાસેથી પારણું માટે આહાર કેમ ન મળે ?” સર્વજ્ઞ પ્રભુ બો૯યા કે, “હે શાલિભદ્ર મહામુનિ! એ દહી વહોરાવનારી તમારી પૂર્વ જન્મની માતા ધન્યા હતી.” પછી દધિવડે પારણું કરી, પ્રભુની આજ્ઞા લઈને શાલિભદ્ર મુનિ ધન્યની સાથે અનશન કરવા માટે વૈભારગિરિ પર ગયા. ત્યાં ધન્ય સહિત શાલિભદ્ર મુનિએ શિલાતળ ઉપર પ્રતિલેખન કરીને પાદપપગમ નામે અનશન અંગીકાર કર્યું. અહીં શાલિભદ્રની માતા ભદ્રા અને શ્રેણિકરાજા તેજ વખતે ભક્તિયુક્ત ચિત્તે શ્રી વીરપ્રભુની પાસે આવ્યા. પ્રભુને નમસ્કાર કરીને ભદ્રાએ પૂછયું કે હે જગપતિ ! ધન્ય અને શાલિભદ્ર મુનિ ક્યાં ગયા ? તેઓ અમારે ઘેર ભિક્ષાને માટે કેમ ન આવ્યા?” સર્વજ્ઞ બોલ્યા કે- તે મુનિએ તમારે ઘેર વહોરવા માટે આવ્યા હતા. પણ તમે અહીં આવવાની વ્યગ્રતામાં હતા, તેથી તમારા જાણવામાં આવ્યા નહીં. પછી તમારા પુત્રની પૂર્વ જન્મની માતા ધન્યા નગર તરફ આવતી હતી, તેણીએ તેમને દધિ વહેરાવ્યું, તેના વડે પારણું કરીને મહાસત્તાધારી તે બંને મુનિઓએ સત્વર સંસારથી છુટવાને માટે હમણું જ વૈભારગિરિ પર જઈ અનશન ગ્રડણ કર્યું છે. તે સાંભળી ભદ્રા શ્રેણિ કરાજાની સાથે તકાળ હોભારગિરિ પર આવી, ત્યાં તે બંને મુનિ એ જાણે પાષાણવડે ઘડેલા હોય તેમ સ્થિર રહેલા તેના જેવામાં આવ્યા. તેમના કષ્ટને જોતી અને પૂર્વના સુખને સંભારતી ભદ્રા પ્રતિવનિથી વૈભારગિરિને પણ રોવરાવતી હોય તેમ રોવા લાગી. તે બેલી કે-“હે. વત્સ! તમે ઘેર આવ્યા તે પણ મેં અભાગિણી એ પ્રમાદયી તમને જાણ્યા નહી, તેથી મારી ઉપર અપ્રસન્ન થાએ નહીં. જો કે તમે તો અમારો ત્યાગ કર્યો છે, પણ કોઈવાર તમે મારી દ્રષ્ટિને તો આનંદ આપશે એ પ્રથમ મારે મનોરથ હતો. પણ હે પુત્ર! આ શરીરત્યાગના હેતુરૂપ આરંભથી તમે હવે મારે એ મનોરથ પણ ભાંગવાને ઉઘુક્ત થયા જણાએ છો. હે મુનિઓ! તમે જે આ ઉગ્ર તપ આરંવ્યું છે, તેમાં હું વિજ્ઞરૂપ થતી નથી, પણ મારું મન આ શિલાતળની જેમ અતિશય કઠોર થયેલું છે.” પછી શ્રેણિકરાજા બેલ્યા કે-“હે ભલે આ હર્ષને સ્થાને રૂદન કેમ કરો છો ? તમારે પુત્ર આ મહાસત્તવાન્ હેવાથી તમે
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy