SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧૦ મે દશાર્ણભદ્ર અને ધનાશાલિભદ્રનું ચરિત્ર. 'સુર અસુરેથી પરવરેલા શ્રી વિરપ્રભુ ચંપાનગરીથી વિહાર કરી અનુક્રમે દશાર્ણ દેશમાં આવ્યા, તે દેશમાં દશાણ નામે નગર છે અને ત્યાં દશાર્ણભદ્ર નામે રાજા રાજ્ય કરે છે. એક વખતે તે રાજા સાયંકાળે પિતાની સભામાં બેઠે હતું, તેવામાં ચર પુરૂષોએ આવીને કહ્યું કે, પ્રાતઃકાળે આ તમારા નગરની બહાર શ્રી વીરપ્રભુ સમવસરશે. સેવકોની આવી વાણી સાંભળીને મેઘની ગર્જનાથી જેમ વિરગિરિમાં રત્નના અંકુર પ્રગટે તેમ રાજાના શરીરમાંથી અતિ હર્ષવડે રોમાંચ કંચુક ઉત્પન્ન થયે. તત્કાળ તેણે સભા સમક્ષ કહ્યું કે, પ્રાત:કાળે હું એવી સમૃદ્ધિથી પ્રભુને વંદના કરીશ કે જેવી સમૃદ્ધિથી પૂર્વે કેઈએ પણ તેમને વાંદ્યા નહીં હોય.” આ પ્રમાણે મંત્રી વિગેરેને કહી તે પિતાના અંતઃપુરમાં ગયે, અને પ્રાતઃકાળે પ્રભુને આમ વાંદીશ અને આ પ્રમાણે સ્તુતિ કરીશ.”એવી ચિંતા કરતાં તેણે તે રાત્રિ માંડમાંડ નિર્ગમન કરી. હજુ સૂર્યોદય થે નાતો ત્યાં તે એ રાજસૂર્ય દશાર્ણરાજાએ નગરના અધ્યક્ષ વિગેરેને બોલાવી આજ્ઞા કરી કે-“મારા મહેલથી પ્રભુના સમવસરણ સુધી મોટી સમૃદ્ધિથી મારે જવા લાયક માર્ગને શણગાર.” અહીં વિરપ્રભુ નગરની બહાર પધાર્યા અને દેવતાઓએ સમવસરણ રચ્યું. અહીં નગરાધ્યક્ષ વિગેરેએ ક્ષણવારમાં રાજાની આજ્ઞા પ્રમાણે કરી દીધું. “દેવતાઓને જેમ મનવડે કાર્યસિદ્ધિ થાય છે, તેમ રાજાઓને વચનવડે થાય છે.” રાજમાર્ગોની રજને કુંકુમ જળના છટકાવવડે શાંત કરી, માર્ગની ભૂમિ ઉપર સર્વત્ર પુષ્પો પાથરી દીધા, સ્થાને સ્થાને સુવર્ણના સ્તંભ સહિત તોરણ બાંધી દીધા. સુવર્ણના પાત્રોની શ્રેણિથી શેભિત એવા માંચાઓ ગોઠવી દીધા, ભાતભાતના ચિત્રવાળા ચિનાઈ વસ્ત્રોથી સુશોભિત, રત્નમય દર્પણોથી આશ્ચર્ય ઉત્પન કરે તેવી અને સુગંધથી ભરપૂર એવી માળાઓ માર્ગની ચોતરફ સુંદર સ્ત સાથે લટકાવી દીધી. ઉચા દંડવાળા અને ખેતીના ઉલેચવાળા મંડપ કે જેઓ મેઘાડંબરની શોભાને ધારતા હતા, તેમનાથી બધે એક છાયા કરી દીધી. સ્થાને સ્થાને મૂકેલી અગ્નિ સહિત ધૂપઘટીઓ અંદર અગરૂ કપૂરના ઘમ્રથી મંડપને અંકુરિત કરે તેવું કરી દીધું. આવી રીતે જાણે સ્વર્ગને એક ખંડ હોય તેવો માર્ગને સુશોભિત કરીને મંત્રીઓએ પ્રભુના દર્શનને ઉત્સાહ ધરી રહેલ રાજાને સર્વે હકીકત નિવેદન કરી. પછી રાજા નાન કરી દિવ્ય અંગરાગ અને સર્વ અંગે આભૂષણો તથા શુદ્ધ વસ્ત્રો ધરી પુષ્પની માળા પહેરી ઉત્તમ ગજેદ્ર ઉપર આરૂઢ થયે. મક૫ર વેત છત્ર અને બંને બાજુ બે ચામરથી વિરાજમાન મહારાજા ઈંદ્રના જે થઈને ચાલે. મહામૂલ્યવાળા આભૂષણોને ધારણ કરનારા હજારે સામતો જાણે પોતાના વકિય સ્વરૂપ હોય તેવા તેની પછવાડે ચાલ્યા. ત્યાર પછી ચલિત ચામરેથી વિરાજિત અને ઈંદ્રાણીના રૂપને પણ પરાભવ કરતી અંત:પુરની મૃગાક્ષીએ તેની પછવાડે ચાલી, માર્ગમાં બંદિજને રાજાની સ્તુતિ કરતા હતા, ગાયક ગીત ગાતા હતા અને માર્ગને શણગારનારાઓ પિતાનું કૌશલ્ય બતાવતા હતા. એવી રીતે બીજા રાજાઓના ઘાટા છત્રોથી જેના માર્ગમાં નવીને મંડપ થઈ રહેલે છે એ દશાર્ણરાજા અનુક્રમે પ્રભુને સમવસરણમાં આવ્યું. તેણે
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy