SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ સર્ગ ૯ મે આજ્ઞા પાળવી તે વિશેષ ઉત્તમ છે, કેમકે તમારી આજ્ઞા આરાધી હોય તે મોક્ષને માટે થાય છે અને વિરોધી હોય તે સંસારને માટે થાય છે. તમારી આજ્ઞા અનાદિ કાળથી હેય અને ઉપાદેય ગોચર છે, એટલે કે આશ્રવ સર્વથા હેય છે અને સંવર સર્વથા ઉપાદેય છે એવી તમારી આજ્ઞા છે. ‘આશ્રવ સંસારને હેતુ છે અને સંવર મોક્ષને હેતુ છે' આ પ્રમાણે આહંતી મુષ્ટિ છે, અર્થાત્ મૂળ જ્ઞાન એટલું જ છે, બાકી બીજો બધે તેને વિસ્તાર છે. આ પ્રમાણેની આજ્ઞાની આરાધનમાં તત્પર એવા અનંતા જી મોક્ષ પામ્યા, અનંતા પામે છે અને અનંતા પામશે. ચિત્તની પ્રસન્નતા વડે દીનતાને છોડી દઈને માત્ર તમારી આજ્ઞાને જ માનનારા પ્રાણીઓ સર્વથા કર્મરૂપ પંજરમાંથી મુક્ત થાય છે.” આ પ્રમાણે જગદ્ગુરુ શ્રીવીરપ્રભુની સ્તુતિ કરીને તે સંન્યાસી યેગ્ય સ્થાને બેસી દેવની જેમ અનિમેષ દૃષ્ટિએ પ્રભુની દેશના સાંભળવા લાગે. દેશના પૂર્ણ થયા પછી તે અંબડ સંન્યાસી રાજગૃહ નગર તરફ જવા તૈયાર થયે, એટલે પ્રભુએ તેને કહ્યું કે, તું રાજગૃહમાં જઈને નાગ નામના રથકારની સ્ત્રી સુલતાને અમારી આજ્ઞાથી કોમળ વાણીવડે કુશળતા પૂછજે.” પ્રભુની આજ્ઞાને સ્વીકાર કરી અંબડ આકાશમાર્ગે ઉડીને તત્કાળ રાજગૃહીમાં આવ્યું. પછી સુલસાના ગૃહદ્વાર પાસે આવી ચિંતવવા લાગ્યું કે – સુર, અસુર અને નરેશ્વરોની નજરે પ્રભુએ સુલતાનો પક્ષપાત કર્યો, તેનું શું કારણ? માટે હું તેની પરીક્ષા કરું.” આ પ્રમાણે વિચારી જેને વૈક્રિયલબ્ધિ પ્રાપ્ત થયેલી છે એવા અંબડે રૂપ ફેરવીને તેના ઘરમાં પ્રવેશ કર્યો, અને ભિક્ષા માગી. સુલસાએ એ નિયમ કર્યો હતો કે, મારા હાથથી જે સુપાત્ર હોય તેને જ ભિક્ષા આપવી, તેથી તેણીએ આ યાચના કરતા તાપસને ભિક્ષા ન આપી. (દાસીને આપવા આજ્ઞા કરી.) પછી અંબડ રાજગૃહી નગરીની બહાર જઈ પૂર્વ તરફને દરવાજે બ્રહ્માનું રૂપ-વિકુવને બેઠે. તેણે પદ્માસન વાળ્યું, ચાર બાહુ અને ચાર મુખ કર્યા, બ્રહ્માસ્ત્ર, ત્રણ અક્ષસૂત્ર અને જટા મુગટ ધારણ કર્યા, સાવિત્રીને સાથે રાખ્યા અને પાસે હંસનું વાહન ઊભું રાખ્યું. પછી ધમ ઉપદેશ કરીને સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે એમ માનનારા નગરજનોનાં મનને હરી લીધા. આ ખબર સાંભળી સખીજનેએ આવીને સુલસાને કહ્યું કે, “આપણું નગરની બહાર સાક્ષાત્ બ્રહ્મા આવ્યા છે, માટે ચાલે, જોવા જઈએ.' આ પ્રમાણે ઘણી રીતે બોલાવી તે પણ મિથ્યાદષ્ટિના પરિચયથી ભય પામતી સુલસા ત્યાં ન ગઈ બીજે દિવસે તે અંબડ દક્ષિણ દિશાના દરવાજા બહાર ગરૂડપર બેસી, શંખ, ચક્ર, ગદા અને ખગને ધારણ કરી સાક્ષાત્ વિષ્ણુનું રૂપ ધરીને બેઠે લોકોને વ્યામોહ કરનારા સાક્ષાત્ વિષ્ણુ પધાર્યાના ખબર સુલસાએ સાંભળ્યા તે પણ સમ્યમ્ દર્શનમાં નિશ્ચળ મુલાસા ત્યાં ગઈ નહી. ત્રીજે દિવસે અંબડ પશ્ચિમ દિશાને દરવાજે શંકરનું રૂપ ધરીને બેઠો, તેમાં નીચે વૃષભનું વાહન રાખ્યું, લલાટે ચંદ્રને ધારણ કર્યો, પાર્વતીને સાથે રાખ્યા, ગજચર્મના વસ્ત્ર પહેર્યા, ત્રણ લોચન કર્યા, શરીરે ભમને અંગરાગ કર્યો, ભુજામાં ખટ્વાંગ, ત્રિશૂલ અને પિનાક રાખ્યા, કપાળની રૂંડમાળા ગળામાં ધારણ કરી અને ભૂતોના વિવિધ ગણે વિકુળં. તેવે રૂપે ધર્મોપદેશ કરીને તેણે નગરજનોના મનને હરી લીધા, પરંતુ તે ખબર સાંભળીને પરમ શ્રાવિકા સુલસી ત્યાં જેવા પણ ગઈ નહીં. પછી ચોથે દિવસે તેણે ઉત્તર દિશામાં ત્રણ ગઢથી શોભતું અને દેદિપ્યમાન તરણેવાળું દિવ્ય સમવસરણ વિકુવ્યું, અને તેમાં પોતેજિનેશ્વર થઈને બેઠા. તે સાંભળી નગરજનો વિશેષે મેટી સમૃદ્ધિ સહિત ત્યાં આવી ધર્મા સાંભળવા લાગ્યા. આ ખબર સાંભળીને પણ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy