SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પવ ૧૦ મું ૧૪૩ અને મૃત્યુ પછી અનુત્તર વિમાનમાં જશે અને કાળસૌરિકને કહ્યું કે, ‘તું જીવ નહીં અને મર પણ નહીં.' કારણ કે તે જો જીવે તેા પાપકર્મ કરશે અને મરે તો સાતમી નરકે જશે, તેથી એમ કહ્યું હતું.” આ પ્રમાણેના ખુલાસા સાંભળી શ્રેણિકે ભગવંતને નમીને કહ્યું કે, હે પ્રભુ ! તમારા જેવા જગત્પતિ મારા સ્વામી છતાં મારી ગતિ નરકમાં કેમ થાય ?” પ્રભુ મેલ્યા, હે રાજન્ ! તે પૂર્વે નરકનું આયુષ્ય બાંધેલુ છે, તેથી તું અવશ્ય નરકમાં જઇશ. કેમકે પૂર્વે શુભ કે અશુભ જેવાં કર્મ ખાંધ્યાં હોય તેવું ફળ અવશ્ય ભાગવવુ પડે છે. અમે પણ તેને અન્યથા કરવાને સમર્થ નથી. તથાપિ ભાવી ચેાવીશીમાં તું પદ્મનાભ નામે પ્રથમ તીર્થંકર થઇશ. તેથી હે રાજન! તુ' જરા પણ વૃથા ખેદ કરીશ નહીં.’ શ્રેણિક ઓલ્યા કે—હે નાથ ! કાઈ એવા ઉપાય છે કે જેથી અકૂપમાંથી આંધળાની જેમ નરકમાંથી મારી રક્ષા થાય?' પ્રભુ બાલ્યા-હે રાજન ! કપિલા બ્રાહ્મણી પાસે જો સાધુઓને હર્ષોંથી ભિક્ષા અપાવ અને જો કાળસૌરિકની પાસે કસાઇનું કામ મૂકાવ, તો નરકથી તારા મેાક્ષ થાય; તે સિવાય થાય તેમ નથી.” આ પ્રમાણે હારની જેમ પ્રભુના ઉપદેશ હૃદયમાં ધારણ કરી શ્રેણિકરાજા પ્રભુને નમીને પેાતાના સ્થાન તરફ ચાલ્યે. આ સમયે પેલા રાંક દેવે શ્રેણિકરાજાની પરીક્ષા કરવા સારૂ ઢીમરની જેમ અકા કરતા એક સાધુને બતાવ્યા. ‘તે જોઈ જૈન પ્રવચનની મલિનતા ન થાઓ' એવુ ધારી તે સાધુને તેવા અકાર્યાંથી નિવારીને તે સ્વગૃહ તરફ ચાલ્યો. આગળ ચાલતાં એક સાધ્વીને સગર્ભા બતાવી. શાસનભક્ત રાજાએ તેણીને પોતાના ઘરમાં ગુપ્ત રાખી. શ્રેણિકનું આવું શ્રદ્ધાયુક્ત કાર્ય જો તે રાંક દેવ પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ થઈને ઓલ્યા કે, “હે રાજન્ ! શાખાશ છે, પોતાના સ્થાનથી પતની જેમ તમને સમિકતથી ચલિત કરી શકાય તેમ નથી. હે નરવર ! ઈંદ્રે પોતાની સભામાં જેવી તમારી પ્રશંસા કરી હતી, તેવાજ તમે જોવામાં આવ્યા છે. તેવા પુરૂષો મિથ્યાવચન ખેલતા નથી.” આ પ્રમાણે કહીને તેણે દિવસે નક્ષત્રાની શ્રેણી રચી હોય તેવા એક સુંદર હાર તથા એ ગાળા શ્રેણિકરાજાને આપ્યા, અને કહ્યું કે જે આ તુટી ગયેલા હારને સાંધી આપશે, તે મૃત્યુ પામી જશે.' આ પ્રમાણે કહી તે દેવ સ્વપ્નદૃષ્ટની જેમ તત્કાળ અંતરધ્યાન થઇ ગયેા.’ શ્રેણિકે હર્ષોંથી તે દિવ્ય મનેાહર હાર ચેલણાને આપ્યા અને બે ગેાળા નંદાદેવીને આપ્યા. તે જોઇ ‘હું આવા તુચ્છ દાનને ચાગ્ય થઈ ' એવી ઈર્ષ્યાવડે મનસ્વી નંદાએ તે એ ગાળા સ્થભ સાથે અફળાવીને ફાડી નાખ્યા; એટલે એક ગાળામાંથી ચંદ્રની જેવા નિર્મળ એ કુંડળ અને ખીજામાંથી દેદીપ્યમાન બે રેશમી વસ્રો નીકળ્યા. નંદાએ તે દિવ્ય વસ્તુએ આનંદથી ગ્રહણ કરી. “મહાન્ જનાને વાદળાં વગર વૃષ્ટિની જેમ અચિતિત લાભ થઈ આવે છે.’” પછી રાજાએ પેલી કપિલા બ્રાહ્મણીને મેલાવીને તેની પાસે માગણી કરી કે, હે ભદ્રે ! તું સાધુઓને શ્રદ્ધાથી ભિક્ષા આપ. હુ ં તને ધનના રાશિ આપીને ન્યાલ કરી દઇશ.' કપિલા ખેલી કે, કદિ મને બધી સુવર્ણમય કરી અથવા મને મારી નાંખા, તાપણુ હુ એ અકૃત્ય દિ નહીંજ કરૂં.' પછી રાજાએ કાળસૌરિકને બોલાવીને કહ્યું કે, ‘જો તુ' આ કસાઈપણું છાડી દે તા હું તને ઘણું દ્રવ્ય આપું, કેમકે તું પણ ધનના લાભથી કસાઈ થયા છું.” કાળસૌકરિક ખોલ્યા કે– આ કસાઇના કામમાં શે! દોષ છે ? જેનાથી અનેક મનુષ્ય જીવે છે તેવા કસાઈના ધંધાને હું કદિ પણ છેાડીશ નહી.’ પછી ‘તુ કસાઈના વ્યાપાર શી રીતે કરીશ ?' એમ કહી રાજાએ તેને અધકૂપમાં એક રાત્રિદિવસ પૂરી રાખો. પછી રાજા શ્રેણિકે ભગવતની આગળ જઈને કહ્યું કે, હું સ્વામી ! મે કાળસૌરિકને એક અહારાત્ર સુધી
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy