SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ સહુ મા મારા પણ દ્વેષી થઈ ગયા તે શુ' ?” પ્રભુ મેલ્યા-મે ત્રિપૃષ્ટના ભવમાં જે સિ’હુને માર્યા હતા, તેના જીવ એ ખેડુત થયેલેા છે. તે વખતે ક્રોધથી ફડફડતા તે સિંહને, તું મારો સારથી હતા, તેથી તે. સામવચને શાંત કર્યા હતા; ત્યારથી તે મારી ઉપર દ્વેષી અને તારી ઉપર સ્નેહી થયા હતા. તેથીજ એને એધ કરવાને માટે મેં તને માકલ્યા હતા.” આ પ્રમાણે કહી ભગવતે ત્યાંથી વિહાર કર્યાં. પ્રભુ અનુક્રમે પાતનપુરે પધાર્યા. ત્યાં નગરની બહાર મનામ નામના ઉંદ્યાનમાં સમવસર્યા. પેાતનપતિ પ્રસન્નચંદ્ર રાજા તત્કાળ પ્રભુને વાંઢવા આવ્યા; અને માહને નાશ કરનારી પ્રભુની દેશના તેણે સાંભળી. પ્રભુની દેશનાર્થી પ્રસન્નચ`દ્ર રાજા સંસારથી ઉદ્વેગ પામ્યા અને પોતાના બાળકુમારને રાજ્યપર બેસાડીને તેણે તત્કાળ વ્રત ગ્રહણ કર્યું. પ્રભુની સાથે વિહાર કરતાં અને ઉગ્ર તપસ્યા કરતાં તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ અનુક્રમે સૂત્રાના પારગામી થયા. અન્યદા પ્રસન્નચંદ્ર અને બીજા મુનિઓથી પરવરેલા પ્રભુ રાજગૃહ નગરે પધાર્યા. પ્રભુના દર્શન કરવાને ઉત્ક ંઠિત એવા શ્રેણિકરાજા પુત્રાથી પરિવારિત થઇ હાથી ઘેાડાની શ્રેણીવડે પૃથ્વીને મડિત કરતા છતા પ્રભુ પાસે આવવા નીકળ્યા. તેની સેનામાં આગળ ચાલનારા સુમુખ અને દુર્મુખ નાગે એ મિથ્યાષ્ટિ સેનાનીઓ હતા, તેઓ પરસ્પર વિવિધ વાર્તાએ કરતા ચાલ્યા આવતા હતા. માર્ગે આવતાં પ્રસન્નચ`દ્ર મુનિ એક પગે ઊભા રહી ઉંચા બાહુ કરીને આતાપના કરતા તેમના જોવામાં આવ્યા. તેને જોઇને સુમુખ ખેલ્યા કે, “અહા ! આવી આતાપના કરનાર આ મુનિને સ્વર્ગ કે મેાક્ષ જરા પણ દુ^ભ નથી.” તે સાંભળી કથી અને નામથી પણ દુ`ખ ખેલ્યા કે-“અરે ! આ તાપાતનનગરના રાજા પ્રસન્નચ'દ્ર છે. મેટા ગાડામાં જેમ નાના વાછડાને જોડે તેમ જેણે પેાતાના ખાળકુમારની ઉપર પાતાના મોટા રાજ્યના ખાજો મૂકયો છે, એ તે શેના ધમી ! આના મ`ત્રીએ ચંપાનગરીના રાજા ધિવાહનની સાથે મળી જઇને તેના રાજકુમારને રાજ્ય ઉપરથી ભ્રષ્ટ કરશે. આણે તેા રાજય ઉપર ઉલટો અધ કર્યા છે, તેમજ તેની પત્નીએ પણ કાંઈક ચાલી ગઈ છે. તેથી આ પાખંડી દર્શનને ધારણ કરનાર પ્રસન્નચંદ્ર આપણે જોવા યાગ્ય પણ નથી.” આ પ્રમાણે ધ્યાનરૂપી પર્વત ઉપર વજ્ર જેવું તેમનુ વચન સાંભળીને રાષિ પ્રસન્નચંદ્ર તત્કાળ આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે−“અહા ! મારા અકૃતજ્ઞ મત્રીઓને ધિક્કાર છે. મેં તેના આજ સુધી નિરતર સત્કાર કર્યા છે, તે છતાં તેમણે હમણા મારા પુત્ર સાથે ભેદ કર્યાં. જો આ વખતે હું ત્યાં હાત તો તેઓને બહુ આકરી શિક્ષા કરત.'' આવા સ’કલ્પ વિકલ્પાથી અપ્રસન્ન થયેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાતાના ગ્રહણ કરેલા તને પણ ભૂલી ગયા. પછી પોતાને રાજા તરીકે માનતા પ્રસન્નચ'દ્ર મનમાં તે મ`ત્રીઓની સાથે યુદ્ધ કરવા પ્રવાં, તેવામાં શ્રેણિકરાજા તેમની પાસે આવ્યા, અને તેણે તેમને વિનયપૂ ક વંદના કરી. પછી ‘અહેા ! અત્યારે આ પ્રસન્નચંદ્ર મુનિ પૂર્ણ ધ્યાનાવસ્થામાં છે' એવુ વિચારી શ્રેણિક રાજા મહાવીર પ્રભુ પાસે આવ્યા, અને પ્રભુને નમીને આ પ્રમાણે પૂછ્યું કે-હે સ્વામી ! મેં પ્રસન્નચંદ્ર મુનિને પૂર્ણ ધ્યાનાવસ્થામાં વાંદ્યા છે. તે સ્થિતિમાં કદાપિ તે મૃત્યુ પામે તો કઈ ગતિમાં જાય?’ પ્રભુ મેલ્યા કે–સાતમી નરકે જાય.' તે સાંભળી શ્રેણિક રાજા વિચારમાં પડવા કે, ‘સાધુને નરકગમન હોય નહીં, તેથી પ્રભુનું કહેવું મારાથી ખરાખર સંભળાયું નહીં હોય, ક્ષણવાર રહીને શ્રેણિકે ફરીથી પૂછ્યું કે, 'હે ભગવન્ ! પ્રસન્નચંદ્ર મુનિ જો આ સમયે કાળ કરે તા કયાં જાય ?' ભગવતે કહ્યું કે,
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy