SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૩૫ ગયે ! જો હું આ વાકય ન માનું અને તે પ્રમાણે ન આચરે તો મેં જિનેશ્વરને પણ માન્યા ન કહેવાય ! કેમકે આ સર્વજ્ઞનું જ વચન છે. તેથી મેં અહંતના આ એક વચનને અન્યથા ધાયું, તેથી તેનું પ્રાયશ્ચિત્ત માટે હમણા જ લેવું જોઈએ. આવી રીતે પશ્ચાત્તાપ કરતો તે પેલા પ્રત્યેકબુદ્ધ મહામુનિની પાસે ગયે. ત્યાં પણ ધર્મને વ્યાખ્યાનમાં તેણે સાંભળ્યું કે, “મુનિએ મન વચન કાયાથી પૃથ્વીકાય વિગેરે અને સમાર ભ ત્યજી દે.” તે સાંભળી વળી ઈશ્વરે ચિંતવ્યું કે, “આવી રીતે તે કોનાથી મળી શકે? કે પૃથ્વીકાયાદિકને ત્રિધા આરંભ કરતું નથી, આ મુનિ પણ પૃથ્વી પર બેસે છે, આહાર કરે છે અને અનિપકવ જળ પીવે છે. આ કટુવાદી તો પિતાથી પણ ન પળી શકે તેવું બેલે છે, માટે આથી તો પિલા ગણધર સારા, જો કે તેની પણ વાણું તો વિરૂદ્ધ છે; ત્યારે મારે એ બંનેની કાંઈ જરૂર નથી, હું પિતે જ એ ધર્મ કહું કે, જેને લોકો અવિરક્ત પણે સુખે સુખે પાળી શકે.” આવું ચિંતવન કરતાં તેના મસ્તકપર વિજળી પડી, જેથી તે મૃત્યુ પામીને સાતમી નરકે નારકી થયે. શ્રુત, જિનશાસન અને સમકિતના પ્રત્યેનીકપણુથી બાંધેલા તીવ્ર પાપવડે ત્યાં ચિરકાળ દુઃખ ભોગવીને તે અહીં સમુદ્રમાં મત્સ્ય થયો, ત્યાંથી ફરીવાર તે સાતમી નરકે ગયો, ત્યાંથી નીકળીને તે અહીં કાપક્ષી થયો; ત્યાંથી પહેલી નરકે ગયો ત્યાંથી નીકળી દુષ્ટ તિર્યંચ થયો, પછી ફરીવાર પહેલી નરકમાં જઈને ગધેડે થયો તેવા છ ભવ કરીને મનુષ્ય થયો. ત્યાંથી મૃત્યુ પામી વનચર થયો. ત્યારપછી બીલાડ થઈને નરકે ગયો. ત્યાંથી નીકળી કૃમિથી આકુળવ્યાકુળ કુષ્ટ વ્યાધિવાળો કુંભાર થયો. તે ભાવમાં પચાસ વર્ષ સુધી કૃમિનું ભક્ષ થઈ અંતે મૃત્યુ પામીને અકામનિર્જરાના વેગથી દેવપણાને પ્રાપ્ત થયું. ત્યાંથી રચવીને રાજા થયો. તે ભવમાં મૃત્યુ પામીને પાછો સાતમી નરકે ગયે. એવી રીતે મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિમાં ભમીને તે ગોશાળ થયો. પૂર્વ ભવના અભ્યાસથી તથા દુષ્ટ વાસનાના આવેશથી તે તીર્થકર, ધર્મ અને સાધુઓને અત્યંત દ્વેષી થયો હતો.” આ પ્રમાણેના પ્રભુના વચન સાંભળી ઘણા લોકો પ્રતિબંધ પામ્યા. કેટલાકે સંસારથી ઉગ પામી દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકપણું અંગીકાર કર્યું. ગશાળે મૂકેલી તેજલેશ્યાથી શ્રી વીરપ્રભુને રક્ત અતિસાર તથા પિત્તજવર થવાથી શરીરે અતિ કૃશ થઈ ગયા, તથાપિ તેમણે તેનું કાંઈ પણ ઔષધ કર્યું નહીં. પ્રભુના શરીરમાં એ ઉગ્ર વ્યાધિ જોઈને લોકોમાં એવે પ્રવાદ ચાલ્યું કે, “ગે શાળાની તેજોલેશ્યાથી શ્રી વીરપ્રભુ છ મા તમાં મૃત્યુ પામી જશે.” આવી વાત સાંભળીને સિંહ નામના એક પ્રભુના અનરાગી શિષ્ય એકાંતે જઈને ઉંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. ‘તેવી વાણી સાંભળીને કેને ધીરજ રહે ? કેવળજ્ઞાન વડે તે વાત જાણીને વીરપ્રભુએ તેને બેલાવી કહ્યું કે, “અરે ભદ્ર ! લેકની વાતો સાંભળીને તું શા માટે ભય રાખે છે ? અને હૃદયમાં કેમ પરિતાપ પામે છે ? તીર્થકરે કદિ પણ એવી આપત્તિથી મૃત્યુ પામતા નથી. સંગમક વિગેરેના પ્રાણાંત ઉપસર્ગો શું વૃથા નથી થયા ?” સિંહ મુનિ બેલ્યા કે, “હે ભગવન્! જો કે તમારું કહેવું સત્ય છે, તથાપિ તમને આવી આપત્તિ જાણી બધા લકે ઘણે પરિતાપ પામે છે, માટે તે સ્વામી ! મારા જેવાના મનની શાંતિ માટે તમે ઔષધનું સેવન કરે આપને પીડિત જેવાને હું ક્ષણવાર પણ સમર્થ નથી.” સિંહમુનિના આ પ્રમાણેના અતિ આગ્રહથી પ્રભુ બોલ્યા, “રેવતી નામે એક શ્રેષ્ઠીની સ્ત્રીએ મારે માટે કેળાને કટાહ પકાવ્યો છે, તે તું લઈશ નહીં અને પોતાના ઘરને માટે તેણે બીરાને કટાહ પકાવે છે, તે લઈ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy