SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું ૧૧૫ બોલ્યા કે “હે સ્વામી ! અમે જન્મ, જરા અને મૃત્યુથી ભય પામી તમારે શરણે આવ્યા છીએ, માટે તમે સ્વયમેવ અમને દીક્ષા આપવાને પ્રસન્ન થઈ અનુગ્રહ કરે.” પછી પ્રભુએ નિર્દોષ મનવાળા તે દંપતીને દીક્ષા આપી અને સમાચારી તથા આવશ્યકની વિધિ કહી સંભળાવી. “સર્વ સત્પરૂ ઉપકારી હોય છે, તો પછી સર્વ કૃતજ્ઞ પુરૂષોમાં શિરોમણિ પ્રભુની તો વાત જ શી કરવી ! ” પછી પ્રભુએ ચંદના સાધ્વીને દેવાનંદા અને સ્થવિર સાધઓને ઋષભદત્તને સોંપી દીધા. બંને પરમ આનંદથી વ્રતને પાળવા લાગ્યા. અનુક્રમે એકાદશાંગીનું અધ્યયન કરી, વિવિધ તપમાં તત્પર થઈ કેવળજ્ઞાન પામીને તેઓ મોક્ષને પ્રાપ્ત થયા. ભગવંત શ્રી વદ્ધમાન સ્વામી જગજીના આનંદમાં વૃદ્ધિ કરતા છતા ગામ, આકર અને નગરથી આકુળ એવી પૃથ્વી પર વિહાર કરવા લાગ્યા. અનુક્રમે પ્રભુ ક્ષત્રીયકુંડ ગામે પધાર્યા. ત્યાં સમવસરણમાં બેસી દેશના આપી. પ્રભુને સમવસરેલા જાણી રાજા નંદિવર્ધ્વન મેટી સમૃદ્ધિ અને ભક્તિથી પ્રભુને વાંદવા આવ્યા. ત્રણ પ્રદક્ષિણા કરી જગદગુરૂને વાંદી ભક્તિથી અંજલિ જોડીને તે યોગ્ય સ્થાને બેઠા. તે વખતે જમાલિ નામે પ્રભુને ભાણેજ અને જામાતા, પ્રભુની પુત્રી પ્રિયદર્શના સહિત પ્રભુને વાંદવા આવ્યો. ભગવંતની દેશના સાંભળીને પ્રતિબોધ પામેલા જમાલિએ માતાપિતાની રજા લઈ પાંચસે ક્ષત્રીઓની સાથે દીક્ષા ગ્રહણ કરી. જમાલિની સ્ત્રી અને ભગવંતની પુત્રી પ્રિયદર્શનાએ પણ એક હજાર સ્ત્રીઓ સાથે પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી પ્રભુએ ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. જમાલિમુનિ પણ ક્ષત્રિય મુનિઓ સહિત પ્રભુની સાથે વિહાર કરવા લાગ્યા. અનુક્રમે જમાલિએ અર અંગનું અધ્યયન કર્યું, એટલે પ્રભુએ તેને સહસ્ત્ર ક્ષત્રિયમુનિઓને આચાર્યો કર્યા. તેમણે ચતુર્થ, છ અને અમ વિગેરે તપ કરવા માંડયો, તેમ જ ચંદનાને અનુસરતી પ્રિયદર્શી નાએ પણ તપ કરવા માંડયું. એક વખતે જમાલિએ પોતાના પરિવાર સહિત પ્રભુને નમીને કહ્યું, “સ્વામી ! તમારી આજ્ઞા હોય તો અમે હવે અનિયત વિહાર કરીએ.” પ્રભુએ જ્ઞાનચક્ષુવડે તેમાં ભાવી અનર્થ જાર્યો હતો, તેથી જમાલિ મુનિએ વારંવાર પૂછયું તથાપિ કાંઈ પણ ઉત્તર આપ્યો નહી. એટલે જેમાં નિષેધ ન હોય તેમાં આજ્ઞા સમજવી.” એવું વિચારી જમાલિમુનિ પરિવાર સહિત બીજે વિહાર કરવા પ્રભુ પાસેથી નીકળ્યા. અનુક્રમે વિહાર કરતાં કરતાં શ્રાવસ્તી નગરીએ ગયા. ત્યાં કોષ્ટક નામના નગરની બહારના ઉદ્યાનમાં વિરસ, શીતળ, લુખા, તુચ્છ, સમય વગરના અને ઠંડા અન્નપાન વાપરવાથી અન્યદા જમાલિમુનિને પિત્તજવર ઉત્પન્ન થયો. એ જવરની પીડાથી કાદવમાં પડેલા ખીલાની જેમ તે ઊભા રહી શકતા નહીં, તેથી એકદા પાસેના મુનિઓને તેમણે કહ્યું કે, “સંથારો કરે.' મુનિઓએ તરત જ સંથારો કરવા માંડ્યો. “રાજાની આજ્ઞા સેવકો ઉઠાવે તેમ શિષ્ય ગુરૂની આજ્ઞા ઉઠાવે છે.” પિત્તની અત્યંત પીડાથી જમાલિમુનિએ વારંવાર પૂછવા માંડયું કે, “અરે સાધુઓ ! સંથારે પાથર્યો કે કેમ? ” સાધુઓ બોલ્યા કે-“સંથારે કરેલે છે. એટલે વરાર્તા જમાલિમુનિ તરતજ ઉઠીને તેમની પાસે આવ્યા, ત્યાં સંથારો પથરાતો જોઈ શરીરની અશક્તિથી તે બેસી ગયા અને તત્કાળ મિથ્યાત્વને ઉદય થવાથી ક્રોધ કરીને તે સાધુઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, “અરે ! સાધુઓ ! આપણે ઘણું કાળથી ભ્રાંત થઈ ગયા, હવે ચિર કાળે તત્ત્વ જાણવામાં આવ્યું કે જે કાર્ય કરાતું હોય તેને “કર્યું એમ કહેવાય નહીં, જે કાર્ય પૂર્ણ થઈ ગયું હોય તેજ “કયું' કહેવાય, સંથારે પથરાતો હતો, છતાં તમે “પાર્થ” એમ જે કહ્યું તે
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy