SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૧૦ મુ ૧૧૧ કાંતવા લાગી ત્યારે પુત્રે તે જોઈ ને પૂછ્યું કે, હે માતા ! સાધારણ માણસને યાગ્ય આવુ કામ તમે કેમ કરો છે ?” તે ખેલી કે-- હે વત્સ ! તારા પિતા દીક્ષા લેવા જવાના છે, એટલે તેના ગયા પછી પતિ રહિત એવી મારે આ ત્રાકનુ જ શરણ છે.” પુત્ર ખલ્યપણાને લીધે તાતડી પણ મધુર વાણીએ ખેલ્યા કે–માતા ! હું મારા પિતાને બાંધીને પકડી રાખીશ, પછી તે શી રીતે જઈ શકશે ?’ આ પ્રમાણે કહી લાળથી કરાળીઆની જેમ તે મુગ્ધમુખ બાળક ત્રાકના સૂત્રથી પિતાના ચરણને વીતવા લાગ્યા, અને ખેલ્યા કે−‘અબા ! હવે ભય રાખેા નહી, સ્વસ્થ થાએ, જુઓ મારા પિતાના પગ મે' બાંધી લીધા છે, તેથી ખ'ધાયેલા હાથીની જેમ હવે તે શી રીતે જઇ શકશે ?’ બાળકની આ પ્રમાણેની ચેષ્ટા જોઇ આ કે વિચાર્યું કે, ‘અહા ! આ બાળકનેા સ્નેહાનુબંધ કેવા છે કે, જે મારા મનરૂપ પક્ષીને પાશલ રૂપ થઈ પડયા છે, જેથી હું હવે તરતમાં દીક્ષા લેવા માટે જવાને અશક્ત છુ. માટે આ પ્રેમાળ બાળકે મારા પગ સાથે જેટલા સૂત્રના આંટા લીધા છે, તેટલા વર્ષા સુધી આ પુત્રના પ્રેમથી હું ગૃહસ્થપણે રહીશ.' પછી તેણે પગના તંતુબંધ ગણ્યા એટલે ખાર થયા, તેથી તેણે ગૃહસ્થપણામાં બીજા ખાર વર્ષે નિમન કર્યા. જ્યારે પેાતાની પ્રતિજ્ઞાનેા અવધ પૂર્ણ થયા ત્યારે તે બુદ્ધિમાન્ પુરૂષ વૈરાગ્ય પામી રાત્રિના પાછલા પહેરે આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે-અહા ! આ સંસારરૂપ કુવામાંથી નીકળવાને મે દોરીની જેમ વ્રતનુ આલંબન કર્યું અને પાછું તેને છેાડી ઈને હું તેમાંજ મગ્ન થયા. પૂર્વ જન્મમાં મેં માત્ર મનથીજ વ્રત ભાગ્યું હતું, તેથી મને અનાય પશુ પ્રાપ્ત થયું હતું, તે હવે આ ભવમાં તો ત્રિકરણે વ્રત ભાંગ્યુ છે, ત્યારે મારી શી ગતિ થશે! ભવતુ ! હજુ પણ દીક્ષા લઈ તપરૂપ અગ્નિથી અગ્નિશૌચ વસ્ત્રની જેમ હું મારા આત્માનું પ્રક્ષાલન કરીશ.’આ પ્રમાણે વિચાર કરી પ્રાતઃકાળે શ્રીમતીને સમજાવી યતિલિંગ ધારણ કરીને તે નિમમ મુનિ થઈ ઘરમાંથી ચાલી નીકળ્યા. વસંતપુરથી રાજગૃહ નગર તરફ જતાં માગ માં પેાતાના પાંચસે સામતોને ચારીનેા ધંધા કરતા જોયા. તેમણે ઓળખીને ભક્તિથી આકમુનિને વંદના કરી. મુનિએ કહ્યુ, તમે આવી પાપી આજીવિકા શા માટે આદરી છે ? ' તેએ ખેલ્યા કે, હે સ્વામી ! જ્યારે તમે અમને ઠગીને પલાયન કરી ગયા ત્યારે અમેા લજ્જાથી અમારૂં મુખ તમારા પિતાને બતાવી શકયા નહીં; તેથી તમારી જ શેાધમાં પૃથ્વીપર ભમવા લાગ્યા અને ચેારી વડે આજીવિકા કરવા લાગ્યા. નિર્ધન શસ્ત્રધારીએએ બીજું શું કરવું ?” મુનિ ખેલ્યા-હે ભદ્રો ! કદી માથે કષ્ટ આવી પડે તો પણ જે ધર્માનુબંધી કાર્ય હાય તેજ કરવું કે જે બન્ને લાકમાં સફળ થાય, કાઈ મહાપુણ્યના ચાગથી આ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે, અને તે પ્રાપ્ત થયાનું ફળ સ્વર્ગ તથા માક્ષને આપનાર ધર્માંજ છે. સર્વ જીવાની અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહતા એ ધમ તમારે માનવા યાગ્ય છે. હે ભદ્રા ! તમે સ્વામિ ભક્ત છે, હું રાજાની જેમ તમારા સ્વામી છું. તેથી મારૂ કહેવું માનીને મારા અંગીકાર કરેલા માર્ગોને સમુદ્ધિવડે તમે પણ ગ્રહણ કરે.' તેઓ મેલ્યા કે ‘તમે પ્રથમ સ્વામી હતા અને અત્યારે ગુરૂ છે!, તમારા કહેલા ધર્મ અમને રૂચ્યા છે, તેથી દીક્ષા આપીને અમારી પર અનુગ્રહ કરા.’ આકકુમાર તેઓને દીક્ષા આપી સાથે લઈ ને શ્રી વીરપ્રભુને વાંઢવા રાજગૃહ તરફ ચાલ્યા. માર્ગમાં ગાશાળા સામા મળ્યા. પુણ્યરહિત ગેાશાળે આ મુનિની સાથે વાદ કરવા માંડયો. તે કૌતુક જોવાને હજારા મનુષ્યા અને ખેચરા તટસ્થપણે ત્યાં એકઠા મળ્યા. ગેાશાળા ખેલ્યા-અરે મુનિ ! આ તપસ્યા કરવી તે વૃથા કષ્ટરૂપ છે, કારણ
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy