SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૧૦ સુ ૧૫ મૃત્યુ પામીને હે રાજન ! તે કમ થી તે ખાળા રાજગૃહનગરમાં રહેનારી એક વેશ્યાના ગર્ભમાં આવી. ગર્ભમાં રહી છતી પણ તેની માતાને તે ઘણી અતિ આપવા લાગી. તેથી તે વેશ્યાએ ગર્ભપાતના અનેક ઔષધા પીધા, તથાપિ એ ગર્ભ પડયો નહીં. ‘કર્મના ખળ આગળ ઔષધ કાણુ માત્ર છે ? ' અનુક્રમે તે વેશ્યાએ એક પુત્રીને જન્મ આપ્યો. તે પૂના કથી જન્મથી જ અતિ દુર્ગંધા હતી, તેથી વેશ્યાએ પેાતાના ઉદરથી ઉત્પન્ન થયેલી છતાં તેને વિદ્યાની જેમ ત્યજી દીધી. હે રાજન ! તે દુર્ગંધા તમારા જોવામાં આવી છે.” શ્રેણિકે ફરીથી પૂછ્યું' કે, ‘હે પ્રભુ! હવે પછી એ માળા કેવા સુખ દુ:ખનેા અનુભવ કરશે?' પ્રભુ મેલ્યા કે, “ધનશ્રીએ સર્વ દુઃખ તો ભાગવી લીધું છે, હવે તે સુખી કેવી રીતે થશે તે સાંભળ. એ આઠ વર્ષની ઉમરમાં જ તારી પટ્ટરાણી થશે. તેની પ્રતીતિને માટે હું એક નિશાની આપું છું કે હે રાજન્ ! અંતઃપુરમાં ક્રીડા કરતાં તારા પૃષ્ઠ ભાગ ઉપર ચડીને જે હંસની લીલા કરશે, તે આ દુર્ગંધા છે એમ તું જાણી લેજે.” પ્રભુની આવી વાણી સાંભળીને ‘અહા ! આ માટુ. આશ્ચય છે! એ બાળા મારી પત્ની શી રીતે થશે ?’ આવી ચિંતા કરતો રાજા પ્રભુને નમીને પેાતાને સ્થાનકે ગયા. અહીં પૂર્વ કર્મીની નિર્જરા થવાથી દુર્ગંધાના ગધ ચાલ્યા ગયા. એવામાં કોઈ એક વધ્યા આભિરીએ તેને જોઇ, એટલે પુત્રી તરીકે માનીને તેને લઈ લીધી. અનુક્રમે તે આભિરીએ પાતાની ઉત્તર જાત પુત્રીની જેમ તેનું પાષણ કર્યું, તેથી તે રૂપલાવણ્યવડે ઘણી શેાભતી યૌવનવતી થઇ. અન્યદા મનેાહર કૌમુદી ઉત્સવ આવ્યા, જે શૃગારરસના સર્વસ્વ નાટકના મુખ જેવા હતો, તે ઉત્સવ જોવાને માટે યુવાન પુરૂષાના લાચનરૂપ મૃગલાને પાશલારૂપ તે યુવતી પેાતાની માતાની સાથે આવી. રાજા શ્રેણિક અને અભયકુમાર પણ પરણવા માટે જતા વરની જેમ સ અંગ ઉપર શ્વેત વસ્ત્ર પહેરીને તે ઉત્સવમાં આવ્યા. તે માટા ઉત્સવના સંમમાં શ્રેણિક રાજાના હાથ તે અભિરકુમારીની ઉંચા સ્તનવાળી છાતી ઉપર પડી ગયા. તેથી તત્કાળ તેના ઉપર રાગ ઉત્પન્ન થવાથી રાજાએ તેના વજ્રના છેડા સાથે સ ભેાગની જામીનગીરી જેવી પાતાની મુદ્રિકા બાંધી દીધી. પછી શ્રેણિક અને અભયકુમારને કહ્યું કે, ‘મારૂ' ચિત વ્યગ્ર થતાં મારી મુદ્રિકા કોઇએ હરી લીધી છે, માટે તેના ચારને તુ સત્વર શેાધી કાઢ.’ તે સાંભળી બુદ્ધિમાન્ અભયકુમાર બધા ર'ગદ્વારા બંધ કરાવીને સોગઠાને વ્રતકારની જેમ એક એક માણસને બહાર કાઢવા લાગ્યા. બુદ્ધિના ભંડાર અભયે સના વસ્ત્રો કેશપાશ અને મુખ શેાધવા માંડયા. એમ કરતાં કરતાં પેલી આભિરકુમારી આવી, એટલે તેનાં વસ્ત્રો શેાધતાં તેને છેડે બાંધેલી રાજાની નામાંક્તિ મુદ્રિકા જોવામાં આવી. અભયકુમારે તેને પૂછ્યું કે, ‘હે ખાળે ! આ મુદ્રિકા શા માટે લીધી હતી ? ’ તે કાને હાથ મૂકીને ખેલી કે ‘હું કાંઈ પણ જાણતી નથી.” તેને અતિ રૂપવતી જોઈ ધીમાન્ અભયકુમારે વિચાર્યું' કે, ‘જરૂર આ આભિરકુમારી ઉપર પિતા અનુરક્ત થયા હશે અને એને ગ્રહણ કરવા માટે રાગવશ થયેલા રાજાએ એ ધાણી તરીકે પેાતાની મુદ્રિકા તેના વસ્ત્રને છેડે બાંધી દીધી હશે.' આવુ' ચિ'તવતો અભયકુમાર તેને રાજાની પાસે લઈ ગયા. રાજાએ પૂછ્યું' કે, ‘કેમ મુદ્રિકાના ચાર મળ્યા ?” અભય ખેલ્યા કે−દેવ ! તે ચારનારી આ બાળા છે. પણ હે પ્રભુ! તેણે મુદ્રિકા સાથે તમારા ચિત્તને પણ ચેારી લીધુ હોય તેમ લાગે છે.’ રાજા હસીને ખેલ્યા-‘એ કુમારીને હું પરણીશ. શુ' નથી સાંભળ્યુ· કે, દુકુળમાંથી પણ સ્ત્રી ૧૪
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy