SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૧૦ મું છે.” આવા અસહ્ય બળવાળા હાથીને પણ રાજાએ બળાત્કારે બાંધી લીધે. “જળને અભેદ્ય ન હોવાની જેમ મનુષ્યોને શું અસાધ્ય છે ?” તે સેચનકના પગમાં સાંકળ નાખી નહતી પણ તે ક્રોધથી જાણે ચિત્રસ્થ હોય તેમ સુંઢ, પુંછ અને કાન સ્થિર કરીને રહ્યો હતો. તેવામાં સારે ભાગ્યે આપણા આશ્રમેનું કુશળ થયું. એમ વિચારીને પ્રસન્ન થતા પેલા તાપસો ત્યાં આવીને તે બાંધેલા હાથીને તિરસ્કાર કરવા લાગ્યા કે-“અરે દુષ્ટ ! અમે તને લાલિત પાલિત કરી પિષણ આપી મોટો કર્યો ત્યારે તું ઉલટ અગ્નિની જેમ પિતાના જ સ્થાનને ઘાત કરનાર થયો. અરે દુર્મતિ ! અરે બળથી ઉન્મત્ત થયેલા ! તેં જે અમારા આશ્રમ ભાંગ્યા તે કર્મનું જ તને આ બંધન રૂપે ફળ મળ્યું છે.” આવા તાપસેના વચન સાંભળી હાથીએ વિચાર્યું કે, “જરૂર આ તપસ્વીઓએ જ કેઈ ઉપાયની રચના કરી મને આ દશાને પમાડ્યો છે. પછી તત્કાળ તેણે ક્રોધથી કદલીના સ્તંભની જેમ આલાનતંભને ભાંગી નાંખે અને કમળનાં બીસતંતુની જેમ તડતડાટ બંધન તેડી નાંખ્યા, પછી છુટો થઈ ક્રોધથી નેત્ર અને મુખ રાતાં કરી ભ્રમરની જેમ પેલા તાપસોને દૂર ફેંકી દીધા અને પિતે અરણ્ય તરફ દેડ. શ્રેણિકરાજા અધારૂઢ થયેલા પુત્રને લઈને તે હાથીની પછવાડે દેડ, અને મૃગયામાં પ્રાપ્ત થયેલા મૃગની જેમ તેને ચારે તરફથી ઘેરી લીધો. તે મત્ત ગજેદ્ર જાણે વ્યંતરગ્રસ્ત થયે હોય તેમ મહાવતના પ્રલોભનને કે તિરસ્કારને જરા પણ ગણતો નહોતો, પરંતુ નંદીનું વચન સાંભળીને અને તેને જોઈને તે શાંત થઈ ગયો. તે જ વખતે તેણે અવધિના નથી પિતાને પૂર્વ જન્મ જાણી લીધું. પછી નંદીષણ તરતજ તેની પાસે આવી તેની કક્ષાનું આલંબન કરી દાંત ઉપર પગ દઈને તેના ઉપર આરૂઢ થયો અને તેના કુંભ સ્થળ ઉપર ત્રણ મુષ્ટિ મારી. નંદીષેણના વચનથી દેતઘાત વિગેરે ક્રિયા કરતો તે હાથી જાણે શિક્ષિત હોય તેમ બંધન સ્થાનકે આવ્યા. પછી શ્રેણિકે તે હાથીને પટ્ટો આપે અર્થાત્ પિતાનો પટ્ટહસ્તિ ઠરાવ્યું અને યુવરાજની જેમ તેને પિતાને પ્રીતિપાત્ર કર્યો. શ્રેણિકરાજાને કુલીન પત્નીઓથી બીજા પણ કાળ વિગેરે ઘણું પરાક્રમી પુત્ર થયા. શ્રી વિરપ્રભુ ભવ્ય પ્રાણીઓને બોધ કરવા માટે વિહાર કરતા સુર અસુરને પરિવાર સાથે રાજગૃહનગરે આવ્યા. ત્યાં ગુણશીલ ચૈત્યમાં દેવતાઓએ કરેલા સત્યવૃક્ષથી શોભિત સમવસરણમાં પ્રભુએ પ્રવેશ કર્યો. વીરપ્રભુને સમવસર્યા સાંભળી શ્રેણિક રાજા પુત્ર સહિત મોટી સમૃદ્ધિથી વાંદવા આવ્યા. પ્રભુને પ્રદક્ષિણું કરી, નમી, યોગ્ય સ્થાને બેસીને ભક્તિમાનું શ્રેણિક રાજા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા–“હે ત્રાતા ! જગતને જીતનારા તમારા બીજા ગુણો તે એક તરફ રહ્યા પણ માત્ર ઉદાત્તશાંત એવી તમારી મુદ્રાએ જ આ ત્રણ જગતને જીતી લીધા છે. તેથી મેરૂ તૃણ સમાન અને સમુદ્ર ખાબોચીઆ જે થઈ ગયું છે. સર્વ મટાઓથી પણ મેટા એવા તમને જે પાપીઓએ છોડી દીધા છે, તેઓના હાથમાંથી ચિંતામણિ રત્ન પડી ગયું છે અને જે અજ્ઞાનીઓએ તમારા શાસનના સર્વસ્વને સ્વાધીન કર્યું નથી, તેઓએ અમૃતને પ્રાપ્ત કરીને વૃથા કર્યું છે. જે તમારી ઉપર પણ ગુચ્છાકાર (વાંકી) દષ્ટિ ધારણ કરે છે, તેને સાક્ષાત્ અગ્નિનું શરણ જ પ્રાપ્ત થાય છે. તે વિષે વધારે શું કહેવું ? જેઓ બીજા શાસન સાથે તમારા શાસનની તુલના કરે છે, તે હતાત્માઓ અમૃત અને વિષને સમાન ગણે છે. જે તમારા ઉપર મસરભાવ ધરે છે, તેઓ બહેરા અને મુંગા થાય છે, કારણ કે પાપકર્મથી શુભ પરિણામની વિકળતાજ થાય છે. જેઓ તમારા શાસનરૂપ અમૃતરસથી હમેશાં પિતાના આત્માને સિંચન કરે છે, તેઓને મારી ૧. અહીં જાતિસ્મરણ જ્ઞાનનો સંભવ છે.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy