SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૬ ઠ્ઠો આ કુમારી છે, સર્વ કળાનો ભંડાર છે અને સુજયેષ્ઠા તેનું નામ છે. ગુણ અને રૂપની ચેચતાથી તમે જ તેને વરવાને ગ્ય છતાં જે આને બીજે પતિ થશે તે તમે ત્રીજા પુરૂષાર્થ (કામ)થી છેતરાશે.” પછી રાજા શ્રેણિકે તે તાપસીને વિદાય કરી અને જાણે પાંખે મેળવીને વૈશાલી નગરીમાં જવાને ઈચ્છતો હોય તેમ તેને સંભારતો છતો રહેવા લાગ્યો. બીજે દિવસે રાજગૃહપતિ શ્રેણિકે સુઠાની પ્રાર્થના કરવાને માટે એક દૂતને શિખવીને ચેટક રાજા પાસે મોકલ્યો. સંદેશ આપવામાં ચતુર એવો તે દૂત સદ્ય વિશાળામાં આવી ચેટક રાજાને નમીને બોલે કે-“હે રાજન્ ! મારા સ્વામી મગધપતિ શ્રેણિક તમારી કન્યા સુકાની માગણી કરે છે. મહાન પુરૂષોને કન્યાની માગણી કરવી તે કદીપણ લજજાકારક નથી.” ચેટક રાજા બે કે-“અરે દૂત ! તારો સ્વામી પિતાથી અજાણ્યા લાગે છે કે જે, વાહીકુળમાં ઉત્પન્ન થઈ હૈહયવંશની કન્યાને ઈચ્છે છે. સમાન કુળને વરકન્યાનો વિવાહ થ યેચું છે, બીજાને નહીં; માટે હું શ્રેણિકને કન્યા નહીં આપું, તું ચાલ્યા જા.” દ્વતે આવી તે વૃત્તાંત શ્રેણિક રાજાને કહ્યો, તેથી શત્રુઓથી પરાભવ પામ્યો હોય તેમ તે ઘણે ખેદ પામ્યો. તે સમયે અભયકુમાર પિતાના ચરણકમલમાં ભ્રમરરૂપે થઈને ઊભે. હતો, તે બોલ્યો કે, “પિતાજી! શેક કરો નહીં, હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ.” * પછી કળાકલાપના સાગર અભયકુમારે ઘેર જઈને એક પાટીઆપર મગધપતિ ચેકનું રૂપ આલેખ્યું અને ગુટિકાથી વણ તથા સ્વર બદલાવી વણિકને વેષ લઈને તે વૈશાલી નગરીએ ગયા. ત્યાં ચેટક રાજાના અંતઃપુરની પાસે એક દુકાન ભાડે લીધી અને અંતઃપુરની દાસીઓ જે વસ્તુ લેવા આવે તે કફાયતે આપવા લાગ્યો. તેમજ તે દાસીઓ જુએ તેમ પટ ઉપર આલેખેલા શ્રેણિક રાજાની નિત્ય પૂજા કરવા લાગ્યો. તે જોઈ દાસીએ પૂછયું કે-“આ ચિત્ર કેવું છે !” એટલે તેણે કહ્યું કે, “આ રૂપ શ્રેણિક રાજા જે મારા દેવ તુલ્ય છે તેનું છે. શ્રેણિકનું દૈવીરૂપ દાસીઓના જોવામાં આવ્યું, તેવું તેણે વર્ણન કરીને સચેષ્ઠાને કહ્યું, સુઠાએ પિતાની સખી જેવી એક સર્વથી છ દાસી હતી, તેને આજ્ઞા કરી કે, “તે શ્રેણિકનું ચિત્ર મને સત્વર લાવીને બતાવ, તે જોવાનું મારા મનમાં ઘણું કૌતુક છે. તે દાસીએ અભયકુમારની દુકાને આવી ઘણા આગ્રહથી તે ચિત્ર લઈ જઈને સુષ્ઠાને બતાવ્યું. અત્યંત સુંદર ચિત્ર જોઈ સુચેષ્ઠા ગિનીની જેમ નેત્રકમલને સ્થિર રાખી તેમાં લીન થઈ ગઈ. ક્ષણવાર તેમજ રહ્યા પછી સત્વર એકાંતે જઈ તે સખી કે જે તેના ગુપ્ત અભિપ્રાયરૂપ સર્વવને રાખવાની નિધાનભૂમિ જેવી હતી, તેને કહ્યું કે, “સખી ! જેનું આ સુંદર ચિત્ર છે, તેને હું પતિ કરવાને ઇચ્છું છું. તેની સાથે જોડી દેવાને મારે વિધિ કોણ થશે ? જે આ મનહર યુવાન મારા પતિ નહીં થાય, તો મારું હૃદય પાકેલા ચીભડાની જેમ દ્વિધા થઈ જશે, તેમાં જરા પણ સંશય નથી. માટે હે ભદ્રે ! અહીં શે ઉપાય કરે? તે કહે. મને તો ખરો ઉપાય તેના રૂપને પૂજન કરનાર વણિકનું શરણ લેવું, તેજ લાગે છે. માટે હે યશસ્વિની ! હે મારા કાર્યની ધુરાને વહન કરનારી! તું સત્વર જઈને તે વણિકને પ્રસન્ન કર અને પાછી શીધ્ર આવી તેને સદેશે મને કહે. તારું કલ્યાણ થાઓ.” ' દાસીએ દુકાને આવી વણિકરૂપ અભયકુમારની પ્રાર્થના કરી. અભયકુમારે કહ્યું કે, “હું થોડા વખતમાં તમારી સખીને મનોરથ પૂર્ણ કરીશ. હું એક સુરંગ ખોદાવી તે દ્વારા રાજા શ્રેણિકને અહીં લાવીશ. તે વખતે જે રથ આવે તેમાં તારી સખીએ તત્કાળ બેસી જવું, તમારી સ્વામીની શ્રેણિકને આવેલા જેઈ આ ચિત્રમાં આલેખેલા રૂપની સાથે તેમને મેળવી હર્ષ પામશે.” આ પ્રમાણે કહ્યા પછી “અમુક સ્થાને, અમુક દિવસે, અને અમુક ૧ વિધાતા–બ્રહ્માતુલ્ય.
SR No.032707
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy