SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ મુ મિથિલ અને ઇક્ષ્વાકુ વંશના રાજા જનક અને દશરથ પરસ્પર સાથે રહી, એક અવસ્થાના મિત્ર થઈ પૃથ્વીપર કરવા લાગ્યા. તેઓ ફરતાં ફરતાં ઉત્તરાપથમાં આવ્યો. ત્યાં કૌતુકમ’ગળ નગરના રાજા શુભમતિની પૃથ્વીશ્રી રાણીના ઉદરથી જન્મેલી, દ્રોણમેઘની એન કૈકેયી નામની કન્યાના સ્વયંવરની વાર્તા સાંભળીને તે અને તે સ્વયં વરમંડપમાં ગયા. ત્યાં હરિવાહન વિગેરે રાજાએ આવ્યા હતા, તેઓની વ!માં કમલ ઉપર એ હંસ બેસે તેમ તે ઊંચે આસને બેઠા. રત્નાલ'કારથી વિભૂષિત થઇને કન્યારત્ન કૈકેયી જાણે સાક્ષાત્ લક્ષ્મી હાય તેમ તે સ્વય’વરમ'ડપમાં આવી પ્રતિહારીના હાથનો ટેકો લઇ દરેક રાજાને જોતી જોતી તે, નક્ષત્રાને ચદ્રલેખા ઉલ્લંઘન કરે તેમ ઘણા રાજાઓનું ઉલ્લંઘન કરી ગઇ. અનુક્રમે તે સમુદ્ર પાસે ગંગાની જેમ દશરથ રાજાની પાસે આવી. ત્યાં બેસારૂને ઉતારીને નાવિકા જેમ જલમાં ઊભી રહે તેમ તે ઊભી રહી. પછી તત્કાળ રામાંચિત દેહવાળી કૈકેયીએ મોટા હર્ષોંથી પોતાની ભુજલતાની જેમ દશરથના કંઠમાં વરમાળા આરોપણ કરી. તે જોઇને હરિવાહન વિગેરે માની રાજાએ પેાતાનો તિરસ્કાર થયેલેા માની પ્રજવલિત અગ્નિની જેમ કેપથી પ્રજવલિત થઇ ગયા. ‘આ વરાક અને કાપડી જેવા એકાકી રાજાને આ કૈકેયી વરી છે; પણ આપણે તેને ખુંચાવી લઇશું તો તે પાછી શી રીતે પડાવી શકશે ?’ આ પ્રમાણે ઘણા આડ'બરથી ખેલતા તે સર્વ રાજાએ પાતપાતાની છાવણીમાં જઇને સર્વ પ્રકારે તૈયાર થયા. માત્ર શુભમતિ રાજા દશરથના પક્ષમાં હતો, તે ચતુરંગ સેના લઇ મોટા ઉત્સાહથી યુદ્ધ કરવાને સજજ થયા. એ સમયે એકાકી દશરથે કૈકેયોને કહ્યું–“પ્રિયા ! જે તું સારથી થા તો હું આ શત્રુઓને મારી નાંખું” તે સાંભળી કૈકેયી ઘેાડાની રાશ લઈને એક મોટા રથ ઉપર આરૂઢ થઈ; કારણ કે તે બુદ્ધિમતી રમણી એતેર કળાએમાં પ્રવીણુ હતી. પછી રાજા દશરથ ધનુષ્ય, ભાથા અને કવચને ધારણ કરીને રથ ઉપર ચડ્યા. જો કે તે એકાકી હતા, પણ શત્રુએને તૃણની જેમ ગણવા લાગ્યા. ચતુર કૈકેયીએ હિરવાહન પ્રમુખ સર્વ રાજાઓના રથાની સાથે સમકાળે પ્રત્યેકની સન્મુખ પાતાનો રથ વેગથી ચાજી દેવા માંડયો; એટલે બીજો ઇંદ્ર હેાય તેવા અખંડ પરાક્રમવાળા શીઘ્રવેધી દશરથે શત્રુએના એકએક રથને ખડિત કરી નાંખ્યા. એ પ્રમાણે દશરથ રાજા સ ભૂપતિને પરાજિત કરીને પછી જગમ પૃથ્વી જેવી કૈકેયીને પરણ્યા. પછી રથી દશરથે તે નવાઢા રમણીને કહ્યું હે દેવી ! હું તારા સારથીપણાથી પ્રસન્ન થયા છું, માટે વરદાન માગ,’ કૈકેયી બેલી—“સ્વામી ! જ્યારે સમય આવશે ત્યારે હું વરદાન માગીશ, ત્યાં સુધી એ વરદાન તમારી પાસે મારી થાપણુરૂપે રહો.” રાજાએ તેમ કરવાને કબુલ કર્યુ.. પછી હઠથી હરી લીધેલા શત્રુઓના બેસુમાર સૈન્ય સાથે, લક્ષ્મીની જેમ કૈકેયીને લઈને અસંખ્ય પરિ વારવાળા દશરથરાજા રાજગૃહ નગરે ગયા, અને જનક રાજા પેાતાની મિથિલા નગરીમાં ગયા. સમયને જાણનારા બુદ્ધિમાન પુરૂષો યોગ્ય રીતેજ રહે છે, જેમ તેમ રહેતા નથી. રાજા દશરથ મગધપતિને જીતી લઈને રાજગૃહ નગરેજ રહ્યા, રાવણની શકાથી અયાખ્યામાં ગયાજ નહિ. પછી અપરાજિતા વિગેરે પાતાના અતઃપુરને ત્યાં એલાગ્યુ. પરાક્રમી વીરોને સવ ઠેકાણે રાજ્ય છે, પેાતાની ચારે રાણીએની સાથે ક્રીડા કરતો રાજા દશરથ રાજગૃહ નગરીમાં ચિરકાળ રહ્યા. રાજાઓને સ્થાપાર્જિત ભૂમિ વિશેષ પ્રીાંત આપે છે, ૫૩ અન્યદા અપરાજિતા પટ્ટરાણીએ રાત્રિના શેષ ભાગે ખલભદ્રના જન્મને સૂચવનારાં હાથી, સિહ, ચંદ્ર અને સૂર્ય એ ચાર સ્વપ્ન જોયાં. તે વખતે કાઇ મહદ્ધિકદેવ બ્રહ્મદે. વલાકમાંથી ચ્યવીને સરસીમાં હુંસની જેમ તે અપરાજિતાના ઉદરમાં અવતર્યા, અનુક્રમે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy