SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ સગ ૩ જે અન્ન જળ વિગેરે લાવીને તેનું પ્રસૂતિકર્મ કર્યું. તે વખતે પુત્રને ઉત્સંગમાં લઈ દુઃખી અંજના મુખપર અશ્રુ લાવીને તે ગુહાને રૂદન કરાવતી સતી વિલાપ કરવા લાગી-“હે મહાત્મા પુત્ર ! આવા ઘેર વનમાં તારો જન્મ થવાથી પુણ્ય વગરની હું રાંક સ્ત્રી તારો જન્મોત્સવ શી રીતે કરું ?આ પ્રમાણે રૂદન કરતી અંજનાને જોઈ પ્રતિસૂર્ય નામના એક ખેચરે તેની પાસે આવી મધુર વાણીએ તેને દુઃખનું કારણ પૂછ્યું, એટલે તેની સખીએ આંખમાં આંસુ લાવીને વિવાહથી માંડીને પુત્રને જન્મ સુધીનું અંજનાના દુ:ખનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે સાંભળી તેની આંખમાં પણ આંસુ આવ્યાં. પછી તે - હે બાળા ! હું હનપુરનો રાજા છું. પિતા ચિત્રભાનું અને માતા સુંદરીમાળાનો હું પુત્ર છું. માનસ વેગા નામની તારી માતાને હું ભાઈ થાઉં છું. સારા ભાગ્યે તને જીવતી જોઈને હું ખુશી થયે છું; તે હવે તું આ ધાસિત થા.” તે પોતાને માતુલ (મામ ) છે, એવું જાણું અંજના અધિક અધિક રૂદન કરવા લાગી. “ ઇષ્ટજનના અવ લોકન સમયે પ્રાયઃ ફરીને દુઃખ ઉત્પન્ન થાય છે.” તેને રૂદન કરતી નિવારીને પ્રતિસૂર્યો પિતાની સાથે આવેલા કઈ દૈવજ્ઞ (જોષી)ને તે પુત્રનો જન્મ વિષે પૂછયું. દેવરે કહ્યુંઆ કુમાર શુભ ગ્રહના બળવાળા લગ્નમાં જન્મેલે છે, તેથી પુણ્યવાન છે, તે અવશ્ય મોટે રાજા થશે, અને આ ભવમાંજ સિદ્ધિને પામશે. આજે ચૈત્રમાસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે, શ્રવણ નક્ષત્ર છે અને રવિવાર છે. સૂર્ય ઉંચનો થઈ મેષ રાશિમાં આવ્યો છે, ચંદ્ર મકરને થઈ મધ્ય ભવનમાં રહેલું છે, મંગલ મધ્યમ થઈ વૃષભ રાશિમાં છે, બુધ મધ્યપણે મીન રાશિમાં આવ્યું છે, ગુરૂ ઉંચો થઈ કર્ક રાશિમાં રહ્યો છે, શુક્ર ઉંચનો થઈ મીન રાશિમાં છે. શનિ પણ મીન રાશીમાં છે, મીનલગ્નનો ઉદય છે અને બ્રહ્મ યોગ છે, તેથી સર્વ રીતે શુભ છે.” પછી પ્રતિસૂર્ય પુત્ર અને સખી સહિત પોતાની ભાણેજને ઉત્તમ વિમાનમાં બેસાડીને પિતાના નગર તરફ લઈ ચાલ્યો. માર્ગે જતાં વિમાન ઉપર લટકતા ઉંચા રત્નમય ઝુમખાની ઘુઘરીઓને લેવાની ઈચ્છાથી તે બાળક માતાના ઉસંગમાંથી ઉછળે. તેથી આકાશમાંથી વજની જેમ તે નીચેના પર્વત ઉપર પડી. તેના પડવાના આઘાતથી તે ગિરિના ચૂરેચૂરા થઈ ગયા. પુત્રના પડી જવાથી તત્કાળ અંજના પિતાના હાથથી હૃદયને કુટવા લાગી. પ્રતિસૂયે તરતજ બાળકની પછવાડે જઈ તેને અક્ષત અંગે ઉપાડી લીધો. અને નાશ પામેલા નિધાનની જેમ પાછો લાવીને અંજનાને સેપ્યો. પછી મનની જેવા વેગવાળા વિમાન વડે પ્રતિસૂર્ય, જેમાં મહોત્સવ થઈ રહ્યો છે એવા હનુપુર નગરમાં શીઘ આવી પહોંચ્યા. ત્યાં અંજનાને તેણે હર્ષથી પિતાના ઘરમાં ઉતારી. જાણે કુળદેવી આવી હોય તેમ માનીને તેના સર્વ અંતઃપુરે તેની પૂજા કરી. જન્મતાંજ હનુપુર નગરમાં પ્રથમ આવ્યો, તેથી માતુલ પ્રતિસૂર્ય અંજનાના પુત્રનું હનુમાન એવું નામ પાડયું. તેના વિમાનમાંથી પડવા વડે પવ ત ચૂર્ણ થઈ ગયા, તેથી તેણે તેનું શ્રીલ એવું બીજું પણ નામ પાડયું. માનસ સરોવરના કમલવનમાં રાજહંસના શિશુની જેમ હનુમાનકુમાર યથાસુખે ક્રીડા કરતે ત્યાં મોટે થવા લાગ્યા. અને “જે દેષ કેતુમતી સાસુએ પિતાની ઉપર આરોપણ કરેલ છે તે હવે કેવી રીતે ઉતરશે ?” તેની નિરંતર ચિંતા કરતી અંજના શલ્ય સહિત હોય તેમ રહેવા લાગી, અહી રાવણની મદદે ગયેલા પવનંજયે સંધિ કરીને ખર દૂષણને વરૂણ પાસેથી છોડાવ્યા અને રાવણને સંતોષ પમાડડ્યો. પછી રાવણ પરિવાર સાથે લંકામાં ગયે, અને
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy