SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ જો આપણે પ્રથમથી સાંભળ્યું છે કે આ અંજના પવનંજયને Àખ્ય હતી, અર્થાત્ પવનજયને તેની સાથે પ્રીતિભાવ નહતો, તે પવનંજય થકી તેને ગર્ભ શી રીતે સંભવે ? માટે આ સર્વથા દોષવતી છે. તેની સાસુએ તેને કાઢી મૂકી તે સારું જ કર્યું છે, માટે અહીંથી પણ કાઢી મૂકો. તેનું મુખ આપણે શું નહિ.” આવી રાજાની આજ્ઞા થતાંજ દીન મુખે આનંદ કરતા લોકોએ કષ્ટથી જોયેલી તે અંજનાને દ્વારપાળે કાઢી મૂકી. ક્ષુધા અને તૃષાથી પીડિત, શ્રાંત થયેલી, નિઃશ્વાસ નાંખતી, અબુ વર્ષાવતી, દર્ભથી વિંધાયેલા પગમાંથી નીકળેલા રૂધિરવડે ભૂમિળને રંગતી, પગલે પગલે ખલિત થતી અને વૃક્ષે વૃક્ષે વિશ્રામ લેતી અંજના દિશાઓને પણ રેવરાવતી સખીની સાથે ત્યાંથી ચાલી નીકળી. જે જે નગ૨માં કે ગામમાં તે જતી ત્યાં પ્રથમથી આવેલા રાજપુરૂષો તેને રહેવા દેતા નહીં; તેથી તે કોઈ પણ જગ્યાએ સ્થિતિ કરી શકી નહિ. ચારે તરફ ભટકતી તે બાળા અનુક્રમે એક મહાઇટવીમાં આવી પહોંચી. ત્યાં પર્વતના કુંજમાં એક વૃક્ષની નીચે બેસીને તે વિલાપ કરવા લાગી- અહા ! હું મંદ ભાગ્યવાળીને ગુરૂજનોથી પણ અપરાધનું વિવેચન થયા સિવાય પ્રથમથી જ દંડ થયે. હે કેતુમતી સાસુ ! તમે કુળને કલંક લાગવા ન દીધું તે સારૂં કર્યું. હે પિતા ! તમે પણ સંબંધીના ભયથી સારું વિચાર્યું. દુઃખિત નારીઓને આશ્વાસનનું કારણ માત છે. હે માતા ! તમે પણ પતિના છંદને અનુસરીને મારી ઉપેક્ષા કરી. હે ભાઈ ! પિતા જીવતાં તારો કોઈ દેષ નથી. હે નાથ ! એક તમે દૂર રહેતાં મારે સર્વે જનો શત્રુ થયા. હે પ્રિય ! સર્વથા પતિ વિનાની સ્ત્રી એક દિવસ પણ જીવશો નહિ, કે જેવી રીતે મંદભાગ્યમાં શિરોમણિ એવી હું હજુ જીવું છું !” આ પ્રમાણે વિલાપ કરતી અંજનાને તેની સખીએ સમજાવીને આગળ ચલાવી; ત્યાં એક ગુફાની અંદર ધ્યાન કરતા અમિતગતિ નામના એક મુનિ તેમના જોવામાં આવ્ય તે ચારણશ્રમણ મુનિને નમસ્કાર કરીને તે બંને સ્ત્રીઓ વિનયપૂર્વક તેમની પાસે બેડી, એટલે મુનિએ પણ ધ્યાન સમાપ્ત કર્યું અને પોતાને દક્ષિણ કર ઉંચે કરીને મનોરથ અને કલ્યાણરૂપ મોટા આરામમાં નીક જેવી ધર્મલાભારૂપ આશિષ આપી. પછી વસંતસેનાએ ભક્તિથી નમસ્કાર કરીને અંજનાનું બધું દુઃખ મૂળથી મુનિને કહી બતાવ્યું. અને આ અંજનાના ગર્ભમાં કોણ છે ? અને કયા ક આ પ્રમાણે પૂછ્યું, એટલે મુનિ બેલ્યા–“ આ જમ્બુદ્વીપના ભરતક્ષેત્રને વિષે મંદર નામના નગરમાં પ્રિયનંદી નામે એક વણિક રહેતું હતું. તેને જયા નામની સ્ત્રીથી ચંદ્રની જેમ કળાનો નિધિ અને જેને દમ (ઇન્દ્રિયદમન) પ્રિય છે એ દમયંત નામે એક પુત્ર થયો. એક વખતે તે ઉદ્યાનમાં કીડા કરવા ગયે, ત્યાં સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર એવા એક મુનિરાજના તેને દર્શન થયાં. તેણે તેમની પાસેથી શુદ્ધ બુદ્ધિએ ધર્મ સાંળળ્યો, અને પ્રતિબેધ પામીને સમકિત તથા બીજા વિવિધ નિયમો ગ્રહણ કર્યા. ત્યારથી તેણે મુનિઓને યોગ્ય અને અનિંદિત દાન આપવા માંડયું. તપ અને સંયમમાંજ એક નિષ્ઠા રાખતે તે કાળક્રમે મૃત્યુ પામી બીજા દેવલેકમાં પરમદ્ધિક દેવતા થયે. ત્યાંથી ચ્યવને આ જ બૂઢીપમાં મૃગાંકપુરના રાજા વીરચંદ્રની પ્રિયંગુલક્ષમી નામની રાણીથી પુત્રપણે અવતર્યો. તે સિંહચંદ્ર એવા નામથી વિખ્યાત થઈ જનધર્મને સ્વીકારી કર્મયોગે મૃત્યુ પામીને દેવ૫ણાને પ્રાપ્ત થશે. ત્યાંથી વીને આ વૈતાઢય ગિરિપર આવેલા વારૂણ નામના નગરમાં સુકંઠ રાજા અને કનકદી રાણીને સિંહવાહન નામે પુત્ર થયો. ચિરકાળ રાજય જોગવી શ્રી વિમલપ્રભુના તીર્થમાં લક્ષ્મીધર મુનિની પાસે તેણે વ્રત ગ્રહણ કર્યું. દુસ્તપ તપસ્યા કરી
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy