SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું ૩૩ એવામાં નિર્વાણસિંગમ નામે એક જ્ઞાની મુનિ ત્યાં સમોસર્યા. તે સાંભળી ઈદ્ર તેમને વાંદવા આવે. ઈન્ડે પૂછ્યું-“ભગવન્! ક્યા કર્મથી આ રાવણના તિરસ્કારને હું પ્રાપ્ત થયા તે કહો. મુનિ બોલ્યા- “ અરિજય નામના નગરમાં પૂર્વે જવલનસિંહ નામે એક વિદ્યાધરોનો રાજા હતું. તેને વેગવતી નામે પ્રિયા હતી તેઓને એક અહિલ્યા નામે રૂપવતી દુહિતા થઈ. તેના સ્વયંવરમાં વિદ્યાધરોના સર્વ રાજાઓ એકઠા થયા. તેમાં ચંદ્રાવર્ત નગરનો રાજા આનંદમાળી અને સૂર્યાવર્ત નગરનો સ્વામી તડિપ્રભ પણ આવ્યા હતા. તે તડિત્રભ તું પોતેજ હતો. તમે બન્ને સાથે આવ્યા હતા, તે છતાં તારે ત્યાગ કરીને અહિલ્યા સ્વેચ્છાએ આનંદમાળીને વરી, તેથી તારે પરાભવ થયે. ત્યારથી ‘હું છતાં અહિલ્યા તેને કેમ વરે ?’ એવી આનંદમાળીની ઉપર ઈર્ષ્યા થઈ. એકદા આ સંસારપર વૈરાગ્ય થવાથી આનંદમાળીએ દીક્ષા લીધી અને તીવ્ર તપસ્યા કરતો સતે તે મહર્ષિઓની સાથે વિહાર કરવા લાગ્યો. એક વખતે વિહાર કરતે કરતો તે રથાવત નામના ગિરિ ઉપર આવ્યા અને ધ્યાનમાં સ્થિત થયે. ત્યાં તે તારા જેવામાં આવ્યું, એટલે તને અહિલ્યાના સ્વયંવરનું સ્મરણ થયું તેથી તે તત્કાળ તેને બાંધી લીધે અને અનેક પ્રકારના પ્રહાર કર્યા, તથાપિ તે પર્વતની જેમ જરા પણ ધ્યાનથી ચલિત થયે નહિ. તે વખતે કલ્યાણ ગણધર નામે તેના ભાઈ જે સાધુઓમાં અગ્રણી હતા અને જે તેની સાથે જ હતા તેણે તને તેમ કરતે જોઈને વૃક્ષ પર વિદ્યુતની જેમ તારી ઉપર તેજલેશ્યા મૂકી. તે સમયે તારી પત્ની સત્યશ્રીએ ભક્તિવચનથી તે મુનિને શાંત કર્યા, તેથી તેમણે તેજલેશ્યા પાછી સંહરી લીધી, જેથી તું દગ્ધ થયો નહિ, પણ મુનિતિરસ્કારના પાપથી કેટલાએક ભવમાં પરિભ્રમણ કરી, કોઈક ભવમાં શુભકર્મ ઉપાર્જન કરી તું આ સહસ્ત્રારને પુત્ર ઈદ્ર થયેલ છે. આ રાવણથી તારે જે પરાભવ થયો તે મહામુનિને તિરસ્કાર અને પ્રહાર કરવાના કર્મનું ફળ તને પ્રાપ્ત થયેલું છે. ઈદ્રથી માંડીને એક કીડા સુધી સર્વને લાંબે કાળે પણ તેનાં કરેલાં કર્મ અવશ્ય ફળ આપે છે, એવી સંસારની સ્થિતિ છે. આ પ્રમાણે પિતાને પૂર્વ વૃત્તાંત સાંભળી છે કે પોતાના પુત્ર દત્તવીર્યને રાજ્ય આપીને દીક્ષા લીધી અને ઉગ્ર તપ કરીને મોક્ષે ગયા. અન્યદા રાવણ સ્વર્ણતુંગ ગિરિ ઉપર જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે એવા અનંતવીય નામના મુનિને વંદના કરવા ગયે. વંદના કરીને રાવણ ચગ્ય સ્થાને બેઠે અને કર્ણને અમૃતની નીક જેવી તેમની ધર્મદેશના સાંભળી. દેશનાને અંતે રાવણે પૂછયું-“મારૂં મરણ શા કારણથી અને કેનાથી થશે ?” ભગવાન્ મહષિ બોલ્યા- હે રાવણ! ભવિષ્યમાં થનારા વાસુદેવને હાથે પરસ્ત્રીના દોષથી પ્રતિવાસુદેવ એવા તારૂં મૃત્યુ થશે” તે સાંભળી રાવણે તત્કાળ તે જ મુનિની પાસે એ અભિગ્રહ લીધો કે “મને નહિ ઈચ્છતી પરસ્ત્રીની સાથે હું કદિ પણ રમીશ નહિ.” પછી જ્ઞાનરત્નના સાગર એવા તે મુનિને વંદના કરીને રાવણ પુષ્પક વિમાનમાં બેસી પોતાની નગરીમાં આવ્યું, અને પિતાના નગરની સ્ત્રીઓના નેત્રરૂપ નીલકુમુદને હર્ષવૈભવ આપવામાં ચંદ્ર સમાન થયે. SADRA GORIZERB E3233%8 ESSAGES OR GSEBટ્ટ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे पर्वणि रावणदिग्विजयो નામ દ્રિતીયઃ સ | ૨ |
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy