SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૭ મુ મારા જીવન થઇને મને આજ્ઞા આપે, મારે પતિની આજ્ઞા બળવાન છે. મારા સ્વામી તમારે માટે પ્રાણને પણ છેાડી દેવા તૈયાર છે, તા મારા જેવી દાસી કાણુ માત્ર છે ? તા હવે તમે ઉદાસ થઈને કેમ જુએ છે ?” પ્રભવ ખેલ્યા-અરે મને નિજને ધિક્કાર છે ! તે સુમિત્ર મહાસત્યવાન છે કે જેનુ' મારા ઉપર આવું સાદ છે. બીજાને પ્રાણ અપાય છે પણ પ્રિયા અપાતી નથી, કેમકે તે મહાદુષ્કર છે, તે છતાં એ મિત્ર અત્યારે મારે માટે તેમ પણ કર્યું. પિશુનની જેમ મારી જેવાને કાંઈ નહિ કહેવા ચાગ્ય કે નહિ માગવા ચેાગ્ય નથી, અને કલ્પવૃક્ષની જેમ તે સુમિત્રના જેવા પુરૂષાને કાંઈ પણ નહિ આપવા ચેાગ્ય નથી; માટે હે વનમાળા ! તમે મારી માતા તુલ્ય છે. તેથી અહીથી ચાલ્યા જાએ; અને હવે પતિની આજ્ઞા છતાં પણ આ પાપરાશિ મનુષ્યની સામું જોશે નહિ અને તેને ખેલાવશેા પણ નહિ.’ આ બધાં વચને ત્યાં ગુપ્ત રીતે આવીને રાજા સાંભળતા હતા, તેથી તે પોતાના મિત્રનુ' આવુ' સત્વ જોઇને અત્યંત હર્ષ પામ્યા. પછી પ્રભવે વનમાળાને નમસ્કારપૂવ ક વિદાય કરી ને એક દારૂણ ખડ્ગ ખેચી પેાતાના મસ્તકને છેદવા માંડયું. તે વખતે રાજા સુમિત્રે પ્રગટ થઇ ‘હું મિત્ર! સાહસ કર નહિ.’ એમ કહી તેના હાથમાંથી ખડ્ગ ખેંચી લીધું. તે વખતે જાણે પૃથ્વીમાં પેસવાને ઇચ્છતા હોય તેમ પ્રભવ લજ્જાથી નીચું મુખ કરીને ઊભા રહ્યો. સુમિત્રે ઘણી મહેનતે તેને સ્વસ્થ કર્યા. પછી બંને મિત્રો પૂર્વની જેમ મૈત્રી રાખીને પાછા રાજ્ય કરવા લાગ્યા. કેટલેક કાળે સુમિત્ર દીક્ષા લઇ મૃત્યુ પામીને ઇશાન દેવલાકમાં દેવ થયા. ત્યાંથી રચવીને આ મથુરાના રાજા રિવાહનની માધવી નામની સ્ત્રીના ઉદરથી તું મધુ નામે પરાક્રમી પુત્ર થયા છે. પેલા પ્રભવ ચિરકાળ ભવમાં ભ્રમણ કરી વિશ્વાવસુની જન્મ્યાતિતી નામે સ્ત્રીથી શ્રીકુમાર્ નામે પુત્ર થયા હતા; અને તે ભવમાં નિયાણા સહિત તપ કરી કાળાગે મૃત્યુ પામીને આ હું ચમરે ૢ થયા છે. એ પ્રમાણે તારા પૂ ́ભવના હું મિત્ર છું. આ પ્રમાણે બધુ' વૃત્તાંત કહી તેણે મને આ ત્રિશૂલ આપેલું છે. આ ત્રિશલ બે હજાર યોજન સુધી જઈ કાર્ય કરીને પાછું આવે છે.’’ ૨૯ આ પ્રમાણે તેનુ' વૃત્તાંત સાંભળીને રાવણે ભક્તિ અને શક્તિથી વિરાજિત એવા તે મધુકુમારને પાતાની મનામા નામે કન્યા આપી, પછી લ`કાના પ્રયાક્રિસથી અઢાર વર્ષ ગયાં ત્યારે રાવણ સુવર્ણગિરિ પર રહેલા પાંડુક વનમાં ચૈત્યોની પૂજા કરવાને માટે ગયો; ત્યાં મોટી ધામધુમ સાથે સંગીતયુક્ત પૂજાના મહાત્સવપૂર્વક રાવણે ઉત્કંઠાથી સવ ચૈત્યાને વંદના કરી. તે વખતે દુલયપુરમાં રહેલા ઇંદ્ર રાજાના પૂર્વ દિક્પાલ નલકુશ્મને પકડવા માટે કુંભકર્ણ વિગેરે રાવણની આજ્ઞાથી ગયા. ત્યાં તે નલકુરે આશાળી વિદ્યાવડે પેાતાના નગરની આસપાસ સા યોજન પર્યંત અગ્નિમય કિલ્લા કરેલા હતા, અને તેમાં એવા અગ્નિમય ચત્રો ગોઠવ્યાં હતાં કે જેમાંથી નીકળતા કણીઆ જાણે આકાશમાં અગ્નિ ઉત્પન્ન કરતા હાય તેવા દેખાતા હતા. તેવા કિલ્લાના અવષ્ટભ લઈને, કોપથી પ્રજવલિત અગ્નિકુમારની જેમ એ નલકુખર સુભટાથી વિંટાઇને રહ્યો હતા. સૂઇને ઉઠેલા પુરૂષા જેમ ગ્રીષ્મ ઋતુના મધ્યાન્હ કાળના સૂર્યને જોઈ શકે નહીં, તેમ કુ ભકર્ણ વિગેરે પણ ત્યાં આવી તે કિલ્લાની સામું જોઈ શકયા નહી.. ‘આ દુર્વ્યપુર ખરેખર દુલય છે, એવું ધારી તેએ ઉત્સાહ. ભંગ થઈને પાછા આવ્યા અને કાઇક પ્રકારે તેમણે તે ખખર રાવણને પહોંચાડયા. તે સાંભળી રાવણ પોતે ત્યાં આવ્યો અને તેવા કિલ્લા જોઇ, તેને લેવાના ઉપાયને માટે ચિરકાળ ખંધુની સાથે વિચાર કરવા લાગ્યા. તે સમયે રાવણની ઉપર અનુરાગી થયેલી નલ૧. દુન અથવા ચાડીયા, ર. મેરૂ પર્વત,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy