SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સગ ૨ જો તેની સામેા આવ્યા. પરાક્રમી વીરોને યુદ્ધના અતિથિ પ્રિય હોય છે, પછી અને સૈન્યમાં પાષાણપાષાણી વૃક્ષાવૃક્ષી અને ગદાગદી યુદ્ધ ચાલ્યું. તેમાં રથા પડતા પાપડ જેમ ચુરાવા લાગ્યા, હાથી મૃત્તિકાના પિંડની જેમ ભગાવા લાગ્યા. ઘેાડાએ કાળાની જેમ સ્થાને સ્થાને ખંડિત થવા લાગ્યા અને પેલા ચચા (ચાડીઆ)ની જેમ ભૂમિપર પડવા લાગ્યા. આ પ્રમાણે પ્રાણીઓના સહાર થતા જોઈ કપીશ્વર વાળીને દયા આવી, તેથી તે વીરે સત્વર રાવણ પાસે આવીને કહ્યું કે-“ વિવેકી પુરૂષોને એક સામાન્ય પ્રાણીના પણ વધ કરવા ચેાગ્ય નથી તેા હસ્તી વિગેરે પચેંદ્રિય જીવના વધની તા વાતજ શી કરવી! જો કે પરાક્રમી પુરૂષોને શત્રુઓને વિજય કરવા યાગ્ય છે, પરંતુ પરાક્રમી પુરૂષો પોતાની ભુજાએથીજ વિજય ઇચ્છે છે. હું રાવણુ ! તું પરાક્રમી છે અને વળી શ્રાવક છે, માટે સૈન્યને યુદ્ધ કરાવવું છેાડી દે; કારણ કે અનેક પ્રાણીઓના સંર થવાથી તે યુદ્ધ ચિરકાળ નરકની પ્રાપ્તિને માટે થાય છે.” આ પ્રમાણે જ્યારે વાળીએ રાવણને સમજાવ્ચે, ત્યારે ધર્મને જાણનાર અને સર્વ પ્રકારનાં યુદ્ધમાં ચતુર એવા રાવણે પોતાની જાતે યુદ્ધ કરવાના આરંભ કર્યા; પણ રાવણે જે જે અસ્ત્રો મૂકયાં તે તે કપીશ્વર વાળીએ અગ્નિના તેજને સૂર્યની જેમ પાતાના અસ્ત્રથી પરાસ્ત કરી નાંખ્યાં. પછી રાવણે સર્પાસ્ર અને વરૂણાસ્ર પ્રમુખ મંત્રાસ્ત્રો મુકયાં તેને પણ ગરૂડાસ્ત્ર વિગેરે અસ્રાથી વાળીએ છેદી નાંખ્યાં. જ્યારે સશસ્ત્રો ને મ`ત્રાઓ નિષ્ફળ થયાં, ત્યારે દશમુખે માટા સર્પની જેવું ભયંકર ચંદ્રહાસ નામનું ખડ્ગ ખેંચ્યું. જાણે એક શિખરવાળા ગિરિ હોય અથવા એક દાંતવાળા હાથી હાય તેમ રાવણ તે ખડ્ગ ઊંચુ કરીને વાળીને મારવા દોડયા. તત્કાળ વાળીએ શાખા સહિત વૃક્ષની જેમ રાવણને ચંદ્રહાસ ખડ્ગ સહિત ડાબે હાથે એક લીલામાત્રમાં ઉપાડી લીધા, અને એક દડાની માફક તેને કાખમાં રાખી કપીશ્વર વાળી અવ્યગ્રપણે ક્ષણવારમાં ચાર સમુદ્ર સહિત પૃથ્વી ફરતા કરી આવ્યા; અને પછી પાછા ત્યાં આવી લજજાથી જેની ગ્રીવા નમેલી છે એવા રાવણને છેડી દઈ આ પ્રમાણે કહ્યું-‘હે રાવણ ! વીતરાગ, સર્વજ્ઞ, આપ્ત અને તૈલેાકયપૂજિત એવા અરિહંત દેવ સિવાય બીજો કાઈ પણુ મારે નમસ્કાર કરવા ચૈાગ્ય નથી. અગમાંથીજ ઊઠેલા માનરૂપી શત્રુને ધિક્કાર છે કે જેનાથી માહ પામીને મને નમાવવાનુ કૌતુક ધરવાથી તું આવી અવસ્થાને પ્રાપ્ત થયા છે; પણ પૂર્વના ઉપકારાનુ સ્મરણ કરીને મેં તને છોડી મૂકયો છે અને આ પૃથ્વીનુ રાજ્ય આપ્યું છે, માટે તું અખંડ આજ્ઞાએ તેનુ પાલન કર. જો હું વિજયની ઈચ્છા કરૂ તા તારે આ પૃથ્વી કયાંથી હોય ? કેમકે સહાએ સેવેલા વનમાં હસ્તીઓનુ સ્થાન હાયજ નહિ; પણ હું તેા હવે માક્ષસામ્રાજ્યના કારણભૂત દીક્ષાનેજ ગ્રહણ કરીશ અને આ સુગ્રીવ તારી આજ્ઞા ધારણ કરતા સતા કિષ્કિંધા નગરીના રાજા થશે.” આ પ્રમાણે કહી તત્કાળ વાળીએ પોતાના રાજ્ય ઉપર સુગ્રીવને બેસાર્યા, અને પોતે ગગનચંદ્ર મુનિની પાસે જઈ ત્રત ગ્રહણ કર્યું. વિવિધ પ્રકારના અભિગ્રહ ધરી તપને આચરતા અને મુનિની ડિમાને વહેતા વાળી મુનિ ધ્યાનવાન અને મમતારહિત થઈ પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. જેમ વૃક્ષને પુષ્પ, પત્ર અને ફળાદિ સ`પત્તિ પ્રાપ્ત થાય તેમ વાળી ભટ્ટારકને અનુક્રમે અનેક લબ્ધિએ ઉત્પન્ન થઈ. અન્યદા અષ્ટાપદ ગિરિપર જઇ ભુજાને લાંબી કરીને તે કાયાત્સગે રહ્યા કે જેથી તે આંધેલા હિંચકાવાળા વૃક્ષની જેવા દેખાવા લાગ્યા. એક માસે કાયાત્સગ પાળીને તેમણે પારણુ કર્યું; એવી રીતે વારવાર મહિના સુધી કાયાત્સર્ગ અને પારણું કરવા લાગ્યા. ૧ પાણીની નીક.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy