SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું ૧૩ રાવણે તેમને ખમાવી પ્રણામ કરીને લંકાપુરી અને પુષ્પક વિમાન ગ્રહણ કર્યું. પછી વિજયલક્ષમીરૂપ લતામાં પુષ્પ જેવા તે પુષ્પક વિમાનમાં બેસી રાવણ અહંત પ્રતિમાને વાંદવા માટે સમેતગિરિ પર ગયે. ત્યાં પ્રતિમાને વંદના કરીને નીચે ઉતરતાં રાવણે સેનાના કલકલ શબ્દની સાથે એક વનને હાથીની ગર્જના સાંભળી. તે સમયે પ્રહસ્ત નામના એક પ્રતિહારે આવી રાવણને કહ્યું કે દેવ ! આ હસ્તિરત્ન આપનું વાહન થવાને ગ્ય છે. પછી જેના દાંત પહોળા અને ઊંચા છે, નેત્ર મધુ પિંગલ વર્ણન છે, કુંભસ્થળ શિખર જેવું ઉન્નત છે, મદને ઝરનારી નદીનો જે ગિરિ છે અને જે સાત હાથ ઊંચે ને નવ હાથ લાંબા છે એવા તે વનરાજેદ્રને ક્રીડામાત્રમાં વશ કરી રાવણ તેની ઉપર આરૂઢ થયે. તેના ઉપર બેસવાથી ઐરાવત ઉપર બેઠેલા ઇદ્રના જેવી શેભાને અનુસરતા રાવણે તે હસ્તીનું ભુવનાલંકાર એવું નામ પાડ્યું, અને તેને ગજણિમાં બાંધી રાવણે તે રાત્રિ ત્યાંજ નિગમન કરી. પ્રાતઃકાળે પરિવાર સાથે રાવણ સભામાં આવીને બેઠે, તેવામાં ઘા વાગવાથી જજ૨ થઈ ગયેલે પવનવેગ નામે વિદ્યાધર પ્રતિહારની પાસે આજ્ઞા મંગાવી સભામાં આવી પ્રણામ કરીને બે -“હે દેવ ! કિષ્કિધિરાજાના પુત્ર સૂર્યરજા અને રૂક્ષરજા પાતાળલંકામાંથી કિષ્કિધા નગરીએ ગયા હતા. ત્યાં યમની જેવા ભયંકર અને પ્રાણનો સંશય કરે તેવા યમરાજાની સાથે તેમને મોટું યુદ્ધ થયું. ચિરકાળ યુદ્ધ કરી છેવટે યમરાજાએ તે બંનેને ચેરની જેમ બાંધી લઈને પિતાના કારાગ્રહમાં નાંખ્યા છે, ત્યાં યમરાજા વૈતરણી સહિત નરકાવાસ બનાવી તે બંનેને પરિવાર સાથે છેદનભેદન વિગેરેનાં દુઃખ આપે છે. હે અલંઘનીય આજ્ઞાવાળા દશમુખ ! તેઓ તમારા ક્રમે આવેલા સેવકો છે માટે તેમને છોડાવો, કેમકે તેમને પરાભવ તે તમારે પરાભવજ છે.” તે સાંભળી રાવણ બે -“તમે કહે છે તે નિઃશંક એમજ છે. “આશ્રયના દુબળપણથીજ આશ્રિતને પરાભવ થાય છે.” તે દુર્બદ્ધિએ પરોક્ષ રીતે મારા સેવકોને બાંધ્યા છે અને કારાગ્રહમાં નાંખ્યા છે, તેનું ફળ હું તેને સત્વર આપીશ.” આ પ્રમાણે કહી અનેક પ્રકારની ઈચ્છાવાળો અને ઉગ્ર ભુજવીર્યને ધારણ કરનારે રાવણ સૈન્ય સહિત યમ દિકપાલે પાળેલી કિષ્કિધાપુરીએ આવ્યું. ત્યાં ત્રપુપાન, શિલાસ્ફાલન અને પશુ છેદ વિગેરે મહા દુઃખેવાળાં સાત દારૂણ નરકે રાવણના જોવામાં આવ્યાં. તેમાં પોતાના સેવકોને કલેશ પામતા જોઈ સર્વેને ગરૂડ ત્રાસ પમાડે તેમ રાવણે રોષ કરી તેના રક્ષક તરીકે રહેલા પરમાધાર્મિક ને ત્રાસ પમાડે. પછી તે કલ્પિત નરકમાં રહેલા પિતાના સેવકને અને બીજાઓને પણ સર્વને તેમાંથી છોડાવ્યા. મેટા પુરૂષોનું આગમન કેના કલેશને છેદ નથી કરતું ? પછી ક્ષણમાં તે નરકના રક્ષકે કુંફાડા મારતા અને ઊંચા હાથ કરતા યમરાજા પાસે ગયા અને સર્વ સમાચાર તેને કહ્યા. તે સાંભળી યુદ્ધરૂપ નાટકને સૂત્રધાર યમરાજા બીજે યમ હોય તેમ ક્રોધથી રક્ત નેત્ર કરતો યુદ્ધ કરવાને નગરીથી બહાર નીકળ્યો. સૈનિક સૈનિકોની સાથે, સેનાપતિઓ સેનાપતિઓની સાથે અને ક્રોધી યમરાજ ક્રોધી રાવણની સાથે એમ પરસ્પર યુદ્ધ ચાલ્યું. ઘણીવાર સુધી બાણાબાણી યુદ્ધ કર્યા પછી ઉન્મત્ત હસ્તી ગુંડાદંડને ઊંચે કરીને જેમ દેડે, તેમ યમરાજા દારૂણ દંડ લઈને વેગથી રાવણ ઉપર દેડક્યો. શત્રુઓને ૧ નરકની કલ્પના કરીને ગુન્હેગારોને તપાવેલું સીસુ પાવું, પથરની શિલા સાથે પછાડવા, ફરશીવડે છેદન કરવા વિગેરે દુ:ખ. ૨ નરકમાં પરમાધામ દુ:ખ આપે છે તેમ અહીં પણ તે નામ આપેલું.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy