SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ થા ૪૨૬ વડે તેમને પ્રતિલાભિત કરી. પછી તેમને તેમના સ્થાન સબંધી-પૂછવાથી તેઓ ખેલી કે ‘બાલચ'દ્રા નામે અમારા ગણિની છે, અને વસુશ્રેષ્ઠીના ઘર પાસે અમારા ઉપાશ્રય છે.' પછી દિવસને અંતભાગે મનમાં શુભ ભાવ ધારણ કરીને તમે ત્યાં ગયા; એટલે ગણની ખાલચંદ્રાએ તમને સારી રીતે ધમ સંભળાવ્યા, તેથી તેમની પાસે તમે ગૃહસ્થધમ ગ્રહણ કર્યાં. ત્યાંથી મૃત્યુ પામીને તમે બને બ્રહ્મ દેવલાકમાં નવ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. ત્યાંથી ચવીને તમે આ ભવમાં ઉત્પન્ન થયા છે. પૂર્વ ભિલ્લના ભવમાં તે તિર્યંચ પ્રાણીઓના વિયોગ કરાવ્યો હતો તેમજ દુઃખ દીધું હતું, તે વખતે આ તારી સ્ત્રીએ અનુમેદના કરી હતી, તે કર્માંના વિપાકથી આ ભવમાં તને પરણેલી સ્ત્રીઓને વિનાશ, વિરહ, બધન અને દેવીના બલિદાન માટે બંદી થવા વિગેરેની વેદના પ્રાપ્ત થઈ, કેમકે બ્લુના વિપાક મહા કષ્ટકારી છે.’’ પછી ખંધુદત્તે ફરીવાર પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરીને પૂછ્યું કે ‘હવે અહીથી અમે કયાં જઈશુ' ? અને અમારે હજી કેટલા ભવ કરવા પડશે ?' પ્રભુએ કહ્યું કે ‘તમે અને અહીંથી મૃત્યુ પામીને સહસ્રાર દેવલાકમાં જશે. ત્યાંથી ચ્યવીને તુ' પૂર્વાં વિદેહમાં ચક્ર વતી થઈશ અને આ સ્ત્રી તારી પટ્ટરાણી થશે. તે ભવમાં તમે મને ચિરકાળ સુધી વિષયસુખ ભાગવી દીક્ષા લઈને સિદ્ધિને પ્રાપ્ત થશે' પ્રભુનાં આ પ્રમાણેનાં વચન સાંભળી બંદો પ્રિયદર્શીનાં સાથે તત્કાળ પ્રભુની પાસે દીક્ષા ગ્રહણ કરી. એક દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુ નવ નિધિના સ્વામી એવા એક રાજાના નગર પાસે સમવસર્યા, તે ખખર સાંભળીને તે રાજા પ્રભુને વાંઢવા આવ્યા. પ્રભુને વંદન કરીને તેણે પૂછ્યુ` કે હે પ્રભા ! પૂર્વ જન્મના કયા કમ થી હું આવી મોટી સમૃદ્ધિને પ્રાપ્ત થયા છુ?? પ્રભુ મેલ્યા-મહારાષ્ટ્ર દેશમાં હેલ્લુર નામના ગામને વિષે પૂર્વ ભવે તુ અરોક નામે માળી હતા. એક દિવસે પુષ્પા વેચીને તું ઘેર જતા હતા, ત્યાં અધ માગે કોઈ શ્રાવકને ઘેર અહુ તની પ્રતિષ્ઠા થતી હતી, તે જોઈ ને તું તેના ઘરમાં પેઠો. ત્યાં અહુ તનુ... બિંબ જોઈને તું છાબડીમાં પુષ્પ શોધવા લાગ્યા. તે વખતે તને નવ પુષ્પા હાથમાં આવ્યાં. તે પુષ્પો તેં ઘણા ભાવથી તે પ્રભુની ઉપર ચઢાવ્યાં, તેથી તેં ઘણુ પુણ્ય ઉપાર્જન કર્યું. એક વખતે તે પ્રિયંગુ વૃક્ષની મંજરી લઇને રાજાને ભેટ કરી, તેથી પ્રસન્ન થઈ ને રાજાએ તને લેાક શ્રેણીના પ્રધાનની પદવી આપી. ત્યાંથી મૃત્યુ પામીને તુ' એલપુર નામના નગરમાં નવ લાખ દ્રુમ્મ (સુવર્ણના સિક્કા) ના સ્વામી થયા. ત્યાંથી મૃત્યુ પામી તે જ નગરમાં નવ કોટી દ્રવ્યના અધિપતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી સ્વર્ણ પથ નગરમાં નવ લાખ સુવણૅ ના પતિ થયા. ત્યાંથી મૃત્યુ પામી તેજ નગરમાં નવ કોટી સુવર્ણ ના સ્વામી થયા. ત્યાંથી મૃત્યુ પામી રત્નપુર નગરમાં નવ લાખ રત્નના અધિપતિ થયો. ત્યાંથી મૃત્યુ પામી તેજ નગરમાં નવ કાટી રત્નોના સ્વામી થયા. ત્યાંથી મૃત્યુ પામી વાકિા નગરીમાં વલ્લભ નામના રાજાનેા પુત્ર નવ લાખ ગ્રામના અધિપતિ થયો અને ત્યાંથી મૃત્યુ પામી તુ' આ ભવમાં નવ નિધિના સ્વામી રાજા થયેલા છે. હવે અહીંથી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઇશ.” પ્રભુની આવી વાણી સાંભળી રાજાના મનમાં અત્યંત શુભ ભાવના ઉત્પન્ન થઈ, તેથી તત્કાળ તેણે પ્રભુની પાસે દીક્ષા મહેણુ કરી. આ પ્રમાણે વિહાર કરતા શ્રી પાર્શ્વનાથ પ્રભુને સોળ હજાર મહાત્માં સાધુએ, આડત્રીશ હજાર સાધ્વીઓ, ત્રણસો ને પચાસ ચૌઢપૂર્વ ધારી, એક હજાર ને ચારસો અવધિજ્ઞાની સાડા
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy